SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ એસે સુડતાલીસ ભેદને પાંચ અણુવ્રત સાથે ગુણતા સાત પાંત્રીસ ભેદો શ્રાવકના ત્રત ગ્રહણ કાળે જાણવા. આ એક સુડતાલીસ ભેદને જ પાંચ અણુવ્રતના દરેક અણુવ્રતોમાં એક સુડતાલીસ-એક સુડતાલીસ ભેદ માનવામાં આવે, તો પાંચને એકસો સુડતાલીસ વડે ગુણતા સાતસોને પાંત્રીસ ભેદો શ્રાવકેના પાંચ અણુવ્રત ગ્રહણ કરતી વખતે હોય છે. (૧૩૨૭) આ ભાંગાઓ જેણે અથથી જાણ્યા છે તે જ પચ્ચખાણ કુશળ છે –એમ બતાવે છે. सीयालं भंगसयं जस्स विसुद्धीए होइ उवलद्धं । सो खलु पच्चक्खाणे कुसलो सेसा अकुसलाउ ॥१३२८॥ જેણે વિશુદ્ધિપૂર્વક એટલે પચ્ચકખાણપૂર્વક એક સુડતાલીસ ભાંગ પ્રાપ્ત કર્યા છે, જાણ્યા છે, તે જ ખરેખર પચ્ચક્ખાણુમાં કુશળ એટલે હોંશિયાર છે, બાકીના બીજા-અકુશળ છે. જીવને વિશુદ્ધ કરતા હોવાથી પચ્ચકખાણને જ વિશુદ્ધિ કહી છે. તે પચ્ચકખાણના વિષયરૂપ એક સુડતાલીસ ભાંગાઓને એટલે પચ્ચકખાણ ગ્રહણ કરવાના પ્રકારને જેણે અર્થથી સારી રીતે જાણવા પૂર્વક પ્રાપ્ત કર્યા, તે જ ખરેખર પચ્ચકખાણમાં એટલે નિયમ વિશેષ સ્વીકારવામાં કુશળ એટલે નિષ્ણાત છે. તે સિવાયના બીજાઓ અકુશળ એટલે અજ્ઞાની છે. જો કે અહીં આગળની ગાથામાં જ સાતસે પાંત્રીસ ભેદ કહ્યા છે છતાં પણ એક સુડતાલીસ ભેદ મૂળરૂપે હોવાથી તેની મુખ્યતાએ ગાથામાં એક સુડતાલીસ ભેદે કહ્યા છે. (૧૩૨૮) હવે છ ભાંગાના જ ઉત્તરભેદ રૂ૫ એકવીસ ભેદ કહે છે. दुविहतिविहाइ छच्चिय तेसिं भेया कमेणिमे हुति । पढसेको दुन्नि तिया दुगेग दो छक्क इगवीसं ॥१३२९॥ દ્વિવિધ, વિવિધ વિગેરે છ ભાંગા છે, તેના ભેદ આ ક્રમે થાય છે. પહેલામાં એક, બેમાં ત્રણ, એકમાં બે, અને એમાં છ-છ, એમ કુલે એકવીસ ભેદો થાય છે. . આ ગાથાની વ્યાખ્યા આગળ (૧૩૨૩ મી ગાથામાં) કરી જ છે. અહીં દ્વિવિધવિવિધ વિગેરે આગળ કહેલ ભાંગાઓના સમૂહવડે શ્રાવક એગ્ય પાંચ અણુવ્રત વિગેરે ત્રતા સંગ્રહના ભાંગાની દેવકુલિકા (કેડે) જણાવી છે. તે દેવકુલિકાઓ એક-એક વ્રતની અપેક્ષાએ કહેવાથી છ ભાંગાવડે, એકવીસ ભાંગાવડે તથા નવભાંગા અને ઓગણપચાસ ભાંગાવડે બને છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy