SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, અને વૈમાનિક દેવેની સ્થિતિ. ૨૬૧ સૂર્યનું એટલે બધાયે સૂર્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય હજાર વર્ષાધિક એક પલ્યોપમ છે. ગ્રહ, નક્ષત્ર, તારાઓનું અનુક્રમે, એક પોપમ, અડધે પલ્યોપમ અને પા (૨) પપમ એમ ઉત્કૃષ્ટ આયુ છે. આને ભાવ એ છે કે, મંગલ, બુધ વગેરે ગ્રહોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સંપૂર્ણ પપમ પ્રમાણ છે. અશ્વિની વગેરે નક્ષત્રનું અડધો પલ્યોપમ અને તારાદેનું ઉત્કૃષ્ટ આયુષ્ય પા () પપમ છે. તેમની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા દેવના આયુષ્યથી અડધા ભાગનું છે. ફક્ત એકલી દેવીઓ એટલે નક્ષત્ર અને તારાદેવીનું સાધિક અર્ધભાગ ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. આને ભાવ એ છે કે, ચંદ્રવિમાનમાં રહેલી દેવીઓનું ઉત્કૃષ્ટ આયુ પચાસહજાર (૫૦,૦૦૦) વર્ષાધિક અડધે પલ્યોપમ છે. સૂર્યદેવીઓનું પાંચસે (૫૦૦) વર્ષાધિક અડધો પપમ ઉત્કૃષ્ટાયુ છે. ગ્રહદેવીઓનું ઉત્કૃષ્ટાયુ અડધે ૫૫મ છે. નક્ષત્ર દેવીઓનું પ૫મને ચોથો ભાગ એટલે પ (૭) પલ્યોપમ વિશેષાધિક ઉત્કૃષ્ટાયુ છે. તારાદેવીઓનું ઉત્કૃષ્ટાયુ પલ્યોપમને આઠમે ભાગ સાધિક છે. હવે જઘન્ય આયુષ્ય તારાદેવ દેવીનું અલગ કહ્યું હોવાથી તેમના સિવાયના આઠ ભેદો સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, દેવદેવીઓનું જઘન્યાયુષ્ય પલ્યોપમને ચોથેભાગ એટલે પા () પ૯પમ છે. તથા તારા દેવ અને દેવીઓનું જઘન્ય આયુષ્ય પલ્યોપમને આઠમે ભાગ છે. (૧૧૪૧-૧૧૪૨) હવે વૈમાનિકની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે, दो साहि सत्त साहिय दस चउदस सत्तरेव अयराई । सोहम्मा जा सुको तदुवरि एकेकमारोवे ॥११४३॥ तेत्तीसऽयरूकोसा विजयाइसु ठिइ जहन्न इगतीस । अजहन्नमणुक्कोसा सव्वढे अयर तेत्तीसं ॥११४४॥ બે સાગરોપમ, સાધિક બે સાગરોપમ, સાત સાગરોપમ, સાધિક સાત સાગરાપમ, દસ સાગરોપમ, ચૌદ સાગરેપમ, સત્તર સાગરોપમ ઉત્કૃષ્ટ આયુષ્ય સૌધર્મથી મહાશુકદેવલોક સુધી જાણવું. એની ઉપર દેવલોક દીઠ એક એક સાગરોપમની વૃદ્ધિ કરતા વિજય વગેરે ચાર અનુત્તરમાં તેત્રીસ સાગરોપમનું ઉત્કૃષ્ટાયુ છે. જઘન્યાયુ એકત્રીસ સાગરોપમ છે. અને સર્વાર્થસિદ્ધમાં અજઘન્ય અનુત્કૃષ્ટ આયુ તેત્રીસ સાગરેપમ છે. સૌધર્મ દેવલોકથી મહાશુક્ર દેવલેક સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ એટલે આયુષ્ય આ પ્રમાણે જાણવું. સૌધર્મ દેવલોકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બે અતર એટલે બે સાગરોપમ છે. જેને તરી ન શકાય તે અતર, ઘણે કાળ હોવાથી પાર ન પામી શકાય તેથી અતર એટલે
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy