________________
૨૬૨
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ સાગરોપમ કહેવાય. ઈશાનમાં સાધિક બે સાગરોપમ, સનતકુમારમાં સાત સાગરોપમ, માહેદ્રમાં સાધિક સાત સાગરોપમ, બ્રહ્મલોકમાં દશ સાગરોપમ. લાંતકમાં ચૌદ સાગરોપમ, મહાશુકમાં સત્તર સાગરોપમ ઉત્કૃષ્ટાયુ છે. તે મહાશુક્ર દેવલેકની ઉપર સહસ્ત્રાર વગેરે દરેક દેવકમાં અને દરેક રૈવેયકમાં આગળ આગળનાથી એક એક સાગરોપમ ઉત્કૃષ્ટ આયુ વિચારણામાં ઉમેરતા જવું. તે આ પ્રમાણે-
• સહસારમાં અઢાર સાગરોપમ, આનતમાં ઓગણીસ સાગરેપમ, પ્રાણતમાં વીસ સાગરોપમ, આરણમાં એકવીસ સાગરોપમ, અશ્રુતમાં બાવીસ સાગરોપમ, અધસ્તન અધસ્તન વૈવેયકમાં ત્રેવીસ સાગરોપમ, અધસ્તન મધ્યમમાં વીસ સાગરોપમ, અધસ્તન ઉપરિતન વેયકમાં પચ્ચીસ સાગરોપમ, મધ્યમ અધસ્તનમાં છવ્વીસ સાગરેપમ, મધ્યમ મધ્યમમાં સત્તાવીસ સાગરોપમ, મધ્ય ઉપરિતનમાં અઠ્ઠાવીસ સાગરોપમ, ઉપરિતન અધસ્તનમાં ઓગણત્રીસ સાગરેપમ, ઉપરિતન મધ્યમમાં ત્રીસ સાગરેપમ, ઉપરિતન ઉપરિતામાં એકત્રીસ સાગરોપમ ઉત્કૃષ્ટાયુ છે.
એકેકની વૃદ્ધિપૂર્વક અનુત્તરમાં એકત્રીસ પછી બત્રીસ સાગરોપમ જ આવે. આથી તે અનુત્તરમાં જે વિશેષ છે. તે કહે છે.
વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત-આ ચાર અનુત્તર વિમાનોમાં તેત્રીસ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. અને આ ચારે વિજય વગેરેમાં જઘન્યાયું એકત્રીસ સાગરોપમનું છે. તથા સર્વાર્થસિદ્ધ વિમાનમાં અજઘન્યત્કૃષ્ટ સ્થિતિ (આયુષ્ય) તેત્રીસ સાગરોપમ છે. (૧૧૪૩-૧૧૪૪). હવે વૈમાનિક દેવાની અને દેવીઓની જઘન્ય સ્થિતિ કહે છે. पलियं अहियं सोहमीसाणेसु तओऽहकप्पठिइ । उवरिलंमि जहन्ना कमेण जावेकतीसयरा ॥११४५।। सपरिग्गहेयराणं सोहमीसाण पलियसाहिययं । उकोस सत्त पन्ना नव पणपन्ना य देवीणं ॥११४६।।
સૌધર્મ અને ઇશાન દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ એક પાપમ અને સાધિક એક પલેપમ અનુક્રમે જાણવી. ત્યારપછી નીચેના ક૫ની ઉત્કૃષ્ટ સ્થિતિ તે ઉપરના ક૫ની જઘન્ય સ્થિતિ છે. એમ અનુકમે એકત્રીસ સાગરોપમ સુધી જાણવું. સાધર્મ ઈશાન કપમાં દેવીઓની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમ અને સાધિક એક પલ્યોપમ જાણવી. ઉત્કૃષ્ટ સ્થિતિ સૈધર્મ દેવલોકમાં પરિગ્રહિતાની સાત પપમ અને અપરિગૃહિતાની પચાસ પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ઈશાન દેવલોકમાં પરિગૃહિતાની નવ પલ્યોપમ અને અપરિગ્રહિતાની પંચાવન (૫૫) પલ્યોપમ છે.