SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ પ્રવચનસારે દ્ધાર ભાગ-૨ શ્રી વગેરે દેવીઓ ભવનપતિ નિકાયની છે. હરિભદ્રસૂરિ મહારાજે સંગ્રહણી ટીકામાં કહ્યું છે કે, तासां भवनपतिनिकायान्तर्गतत्वात. તેઓ ભવનપતિનિકાયાંતર્ગત છે. (૧૧૩૯) હવે ભવનપતિ વ્યંતરદેવ-દેવીઓની જઘન્ય સ્થિતિ અને વ્યંતરદેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે. दस भवणवणयराणं वाससहस्सा ठिई जहण्णेणं । पलिओवममुक्कोसं वंतरियाणं वियाणिज्जा ॥११४०॥ ભવનપતિ, વ્યંતરદેવ દેવીઓનું જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષ છે. બંતરેનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમનું જાણવું. ભવનપતિ અને વ્યંતરદેવ અને દેવીઓનું જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષ છે. જઘન્ય એટલે નીચેનો એકદમ હલકે ભાગ. ત્યાં આગળ જે થયેલા રોમમલ વગેરે જઘન્ય કહેવાય. તે ચેડા, તેનાથી બીજા પણ ડા. એ પ્રમાણે જઘન્ય કહેવાય. અહીં ભાવપ્રધાન નિર્દેશ હોવાથી જઘન્યરૂપે-સહુથી થોડારૂપે અર્થ લે. વ્યંતરદેવેનું ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમનું જાણવું અને તેમની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુ અડધો પલ્યોપમ છે. એમ આગળ કહ્યું છે. (૧૧૪૦). હવે જ્યોતિષી દેવ-દેવીઓની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ કહે છે – पलिय सवरिसलक्खं ससीण पलियं रवीणस सहस्सं । गहणक्खत्तताराण पलियमद्धं च चउब्भागो ॥११४१॥ तद्देवीणवि तद्विइ अद्ध अहियं तमंतदेविदुगे। पाओ जहन्नमसु तारयतारीणमटुंसो ॥११४२॥ ચંદ્રનું લાખ વર્ષ અધિક એક પલ્યોપમ, સૂર્યનું હજાર વર્ષાધિક એક પલ્યોપમ, ગ્રહનું એક પલ્યોપમ, નક્ષત્રનું અડધો પલ્યોપમ અને તારાનું પા (3) પલ્યોપમ ઉત્કૃષ્ટ આયુ છે. તેમની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુ તે દેવેથી અડધુ છે, છેલ્લા બે નક્ષત્ર અને તારાની દેવીનું દેવાથી સાધિક અડધું છે. જઘન્યાયુ તારા દેવ-દેવી સિવાય આઠનું પલ્યોપમનો ચેાથે ભાગ છે અને તારાદેવ-દેવીનું પલ્યોપમને આઠમો ભાગ છે. જ્યોતિષીદે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ પ્રકારે છે અને તેમની દેવીએ પણ પાંચ પ્રકારે છે. એમ બંને મળીને દસ ભેદ થયા. તેમાં ચંદ્રનું અસંખ્ય દ્વીપ સમુદ્રમાં રહેલા ચંદ્ર વિમાનમાં રહેલા દેવેનું ઉત્કૃષ્ટ આયુ એક લાખ વર્ષાધિક એક પપમ છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy