SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨-૧૯૩. ઉત્પત્તિ-મરણને વિરહકાળ અને સંખ્યા. ૨૫૩ - યુગલિક મનુષ્ય, તિર્યંચ સિવાયના બીજા મનુષ્ય તિય અસત્તિ તિર્યંચ થાય છે. ગર્ભજ ચતુષદમાં યુગલિક સિવાયના ચારે ગતિના છો આવે છે. યુગલિક તિર્યંચ મનુષ્ય સિવાયના બીજા મનુષ્યતિય અસંગ્નિ એટલે મન વગરના તિર્થ એ થાય છે. ઉપલક્ષણથી અમનસ્ક મનુષ્ય પણ થાય છે. આને ભાવ એ છે કે સંખ્યાત વર્ષાયુવાળા મનુષ્ય તિર્યંચે જ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. પણ દેવ-નારકે નહીં. - તથા યુગલિક મનુષ્ય તિર્યને છોડી ચારે ગતિના જીવો ગર્ભજ ચતુષ્પદભાવને પામે છે. પરંતુ દેવ સહસ્ત્રાર સુધીના જ જાણવા. કેમકે આનત વગેરે ઉપરના દેવલોકના દેવો મનુષ્યમાં જ ઉત્પન થાય છે. એ પ્રમાણે બાકીના ગર્ભજ તિય"ચ પંચેન્દ્રિયનું પણ જાણવું. જીવાભિગમ વગેરેમાં ચારગતિના જીવની જળચર વગેરેમાં ઉત્પત્તિ કહી છે. (૧૧૨૨) नेरइया अमरावि य तेरिच्छा माणवा य जायति । मणुयत्तेणं वजित्त जुयलधम्मियनरतिरिच्छा ॥११२३॥ નારકીઓ, દેવે તથા યુગલિક મનુષ્ય, તિર્યંચ સિવાયના તિર્ય, મનુષ્ય, ગર્ભજ મનુષ્યરૂપે ઉત્પન્ન થાય છે. (૧૧૨૩) ૧૯૨–૧૯. ઉત્પત્તિ-મરણને વિરહકાળ અને સંખ્યા मिन्नमुहूत्तो विगलेंदियाण समुच्छिमाण य तहेव । बारस मुहूत्त गम्भे सव्वेसु जहन्नओ समओ ॥११२४॥ બેઈન્દ્રિય, તેઈદ્રિય, ચરિંદ્રિયરૂપ વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચરૂપ સંમૂર્શિમે આ દરેકનો ઉત્કૃષ્ટથી ઉત્પત્તિને વિરહકાળ ભિન્ન મુહૂર્ત એટલે અંતમુહૂર્ત છે. તથા ગર્ભજ પચેંદ્રિય તિર્યંચને ઉત્કૃષ્ટ ઉત્પત્તિ વિરહકાળ બાર મુહૂર્ત છે. જઘન્યથી બધાય વિકસેન્દ્રિય વગેરેને ઉપપાત વિરહકાળ એક સમય છે. (૧૧૨૪) उव्वदृणावि एवं संखा समएण सुरवरु तुल्ला । नरतिरियसख सम्वेसु जति सुरनारया गन्भे ॥११२५।। ઉદ્દવર્તના એટલે મરણ પણ ઉપપાત પ્રમાણે જાણવું. એની સંખ્યા એક સમયમાં દેવોના સમાન જાણવી. સંખ્યાતાવર્ષાયુવાળા મનુષ્ય તિર્થ બધામાં જાય છે. દેવ નારકે ગર્ભમાં જાય છે. વિક્લેન્દ્રિય, સંમૂચ્છિ અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચને ઉત્પત્તિ વિરહકાળ સરખું મરણ વિરહકાળ પણ જાણ.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy