SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન સારાદ્ધાર ભાગ-૨ 6 આ બેઈન્દ્રિય વગેરેની જ એક સમયમાં ઉત્પત્તિ અને મરણમાં જે સંખ્યા હૈય છે તે દેવાના સમાન જાણવી. તે આ પ્રમાણે કહી છે. એક સમયમાં એક, બે, ત્રણ, સખ્યાત, અસ ખ્યાતા જીવા ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. ચા બધા સ્થાનમાં જાય છે એટલે ચારે ગતિમાં સંખ્યાત વર્ષાયુવાળા મનુષ્ય, તિય ૨૫૪ ઉત્પન્ન થાય છે. સૂત્રસ્ય સૂચામાત્રપરવાર્ એ ન્યાયે સુરનારથા નમે થી એવા અર્થ કરવા કે દેવે અને નારકા ગજ પર્યાપ્ત સંખ્યાતા વર્ષાયુવાળા તિય ચ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે. આજે નહીં. પરંતુ દેવા એકેન્દ્રિયમાં પણ જાય છે. કહ્યું છે કે ‘દેવાની ખાદર પર્યાસ પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિકાયમાં ઉત્પત્તિ છે. તે ઉત્પત્તિ ઇશાન સુધીના દેવાંની છે. તેના ઉપરના દેવાની નહીં. (૧૧૨૫) बारस मुहुत्त गन्भे मुहुत्त सम्मुच्छिमेसु चउवीसं । उको विरहकालो दोसुवि य जहन्नओ समओ ॥ ११२६ ॥ एमेव य उच्चट्टणसंखा समपणे सुरवरुतुल्ला | मणुए उववज्जेऽसंखाउय मोत्तु सेसाओ ।। ११२७॥ ગજ મનુષ્યમાં ઉત્કૃષ્ટ વિરહકાળ બાર મુહૂત અને સમૂચ્છિમ મનુષ્યમાં ઉત્કૃષ્ટ વિરહકાળ ચાવીસ મુહૂર્ત છે. જઘન્ય અનેમાં વિરહકાળ એક સમય છે. એ પ્રમાણે મરણના વિરહકાળ જાણવા. એક સમયમાં ઉત્પત્તિ મરણની સખ્યા દેવાના સમાન છે. મનુષ્ચામાં અસંખ્ય વર્ષાયુવાળાને છેડી બાકીના બધા જીવા ઉત્પન્ન થાય છે. તિય ચાના ઉપપાત, ચ્યવનના વિરહકાળ અને એક સમયમાં સંખ્યા કહી. પ્રસંગાનુસારે સામાન્ય ગતિ દ્વાર પણ કહ્યું. હવે આ બધા વિષય મનુષ્યને આશ્રયી કહે છે. ગજ મનુષ્યના ઉત્કૃષ્ટ ઉપપાત વિરહકાળ બાર મુદ્ભૂત છે. અને સમૂચ્છિમ મનુષ્યના ઉત્કૃષ્ટ ઉપપાત વિરહકાળ ચાવીસ મુદ્ભૂત છે. જઘન્યથી બંનેના એક સમયના વિરહકાળ છે. તથા ઉના એટલે ચ્યવનના વિરહકાળ, ઉપપાત વિરહકાળના સમાન જાણવા. ઉત્પન્ન થતા અને મરતા મનુષ્યાની એક સમયની સંખ્યા દેવા સમાન જાણવી, તે આ પ્રમાણે. ‘ એક સમયમાં એક, બે, ત્રણ, સંખ્યાત—અસ`ખ્યાત જીવા ઉત્પન્ન થાય છે. અને મરણ પામે છે. ૧. અહીં અસંખ્યાતપણુ સામાન્યથી ગજ અને સમૂચ્છિમના સંગ્રહની અપેક્ષાએ જાણવું. તથા અસંખ્યાત વર્ષાયુ મનુષ્ય તિય ઇંચના ઉપલક્ષણથી સાતમી નરકના નારકા અને તેજોવાયુને છેડી બાકીના બધા દેવા, નારકા તિય ચા અને મનુષ્ય, મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. (૧૧૨૬-૧૧૨૭)
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy