SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ - પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ સાધુઓ અને શ્રાવકને પિતાના વ્રતનો ભંગ થયું હોય, તે તેમની જઘન્યથી ઉત્પત્તિ વનચર એટલે વ્યંતર વગેરેમાં થાય છે. - સાધુઓ અને શ્રાવકને પિતાના વ્રતનો ભંગ થયે હેય, તે જઘન્યથી ઉત્પત્તિ ભવનપતિ, વ્યંતર વગેરે માં થાય છે. પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે, વિરાધિત સંજમવાળાઓનો જઘન્યથી ભવનપતિમાં ઉત્કૃષ્ટથી સીધમ દેવલોકમાં” તથા “વિરાધિત સંયમસંયમ (દેશવિરતિ)વાળાઓને જઘન્યથી ભવનપતિમાં ઉત્કૃષ્ટથી જ્યોતિષમાં” (ઉત્પાત થાય છે) અહીં વિરાધિત સંયમ એટલે વ્રત સંપૂર્ણપણે ખંડિત થયું હોય ફરીવાર પ્રાયશ્ચિત્ત સ્વીકારવા વડે સંયમનું તથા સંયમસંયમનું સંધાન ન કર્યું હોય જેમને તે વિરાધિત સંયમવાળા તથા વિરાધિત સંયમસંયમવાળા જાણવા. (૧૧૧૯) सेसाण तावसाईण जहन्नओवंतरेसु उववाओ । भणिओ जिणेहिं सो पुण नियकिरियठियाण विन्नेओ ॥११२०॥ તીર્થ કરીએ બાકીના તાપસ, ચરક, પરિવ્રાજક વગેરેને જઘન્યથી ઉપપાત વ્યંતરમાં કહ્યો છે. પ્રજ્ઞાપનામાં તાપસને “જઘન્યથી ભવનપતિમાં છે, એમ કહ્યું છે. આ ઉપપાતવિધિ પોતપોતાના શાસ્ત્રોમાં કહેલા આચારોના પાલનમાં રક્ત હોય તેમનો જાણ, પણ પિતાના આચારમાં ભ્રષ્ટ થયેલાને નહીં. (૧૧૨૦) ૧૯૧. એકેન્દ્રિયાદિની આગતિ नेरइयजुयलवजा एगिदिसु इंति अवरगइजीवा । विगलत्तेणं पुण ते हवंति अनिरईय अमरजुयला ॥११२१॥ નારકીઓ અને યુગલિકે સિવાયના બીજ ગતિના જીવો એકેન્દ્રિયમાં જાય છે. નારકે, દેવ અને યુગલિક સિવાયના છ વિકલેન્દ્રિયપણે થાય છે. નારકી અને યુગલિકે સિવાય બીજી ગતિના છે એટલે સંખ્યાત વર્ષાયુવાળા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચૌરિંદ્રિય, પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય, ભવનપતિ, વ્યંતર, જતિષી અને સૌધર્મ ઈશાન દેવેલેકના દે, એ કેન્દ્રિયમાં પૃથ્વીકાય વગેરેમાં આવે છે. પરંતુ સનતકુમાર આદિ દેવો પૃથ્વીકાય વિગેરેમાં આવતા નથી. દે તથાસ્વભાવથી તેજ, વાયુ સિવાયના પર્યાપ્તબાદર એકેન્દ્રિયમાં આવે છે એમ જાણવું. તથા નારકે, દે, યુગલિકે સિવાયના તિર્યંચ અને મનુષ્યો વિકલેંદ્રિયરૂપે થાય છે એટલે બેઇદ્રિય, તેઈદ્રિય, ચીરિદ્રિયમાં આવે છે. (૧૧૨૧). हुंति हु अमणतिरिच्छा नरतिरिया जुयलधम्मिए मोत्तुं । गब्भचउप्पयभावं पाति अजुयलचउगइया ॥११२२॥
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy