SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૧ ૧૦. જીની લેગ્યા વિષે. જિનેશ્વર વડે કહેલા વ્રત, ઉત્કૃષ્ટ તપક્રિયા વડે અભિવ્ય અને ભવ્ય જીવની ઉત્કૃષ્ટગતિ રૈવેયક સુધી છે. જઘન્યગતિ ભવનપતિમાં થાય છે. જિનેશ્વરએ કહેલા પ્રાણાતિપાત વિરમણ વગેરે વ્રત તથા અઠ્ઠમ વગેરે વિશિષ્ટતપ દરરોજ કરવા યોગ્ય પડિલેહણ વગેરે ક્રિયાઓ વડે ભવ્ય-અભવ્ય મિથ્યાદષ્ટિજીવો દેવમાં ઉત્કૃષ્ટપણે વૈવેયકમાં ઉત્પન્ન થાય છે. આનું તાત્પર્ય એ છે કે, જે સમતિ રહિત ભવ્ય કે અભવ્ય જેઓ શ્રમણગુણને ધારનારા તથા સંપૂર્ણ સામાચારીનું પાલન કરનારા દ્રવ્યલિંગધારીઓ છે તેઓ પણ ફક્ત ક્રિયા કલાપના પ્રભાવથી ઉપરના રૈવેયક સુધી જ ઉત્પન્ન થાય છે. આ લોક અનુષ્ઠાન હોવા છતાં ચારિત્રના પરિણામથી રહિત હોવાથી અસંય જ છે. જઘન્યથી એમની ગતિ ભવનપતિમાં છે. આ જઘન્ય ઉપપાત દેવગતિની અપેક્ષાએ જાણ. નહીં તે દેવપણાથી બીજે પણ યથાધ્યવસાય ઉત્પત્તિ થાય છે. (૧૧૧૬) छउमत्थसंजयाणं उबवाउकोसओ अ सबढे । उववाओ सावयाण उक्कोसेणऽच्चुओ जाव ॥१११७॥ છદ્યસ્થ સંયત એટલે સાધુઓની ઉત્કૃષ્ટ ઉત્પત્તિ સર્વાર્થસિદ્ધ વિમાન સુધી છે અને શ્રાવકની ઉત્કૃષ્ટ ઉત્પત્તિ બારમા અશ્રુત દેવલોક સુધી છે. આત્માના યથાવસ્થિતસ્વરૂપને જે આવરેઢાંકે તે છ એટલે જ્ઞાનાવરણ વગેરે કર્મો, તેમાં જે રહ્યા હોય તે છ . તે છદ્મસ્થ સાધુઓ ઉત્કૃષ્ટપણે સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થાય છે. દેશવિરતિધર મનુષ્ય એવા શ્રાવકેની ઉત્કૃષ્ટ ઉત્પત્તિ બારમા અમ્રુતદેવલોક સુધી છે. (૧૧૧૭) उववाओ लंतगंमि चउदसपुव्विस्स होइ उ जहन्नो । उकोसो सवढे सिद्धिगमो वा अकम्मस्स ॥१११८॥ ચૌદપૂર્વધરની જઘન્યથી ઉત્પત્તિ છઠ્ઠા લાંતક નામના દેવળેક સુધી હોય છે. ઉત્કૃષ્ટથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી થાય છે. અકર્મક એટલે આઠ કર્મક્ષય થયા છે એવા ચૌદપૂર્વીઓને તથા ઉપલક્ષણથી ક્ષીણક અન્ય મનુષ્યોને મોક્ષ પ્રાપ્તિ થાય છે. (૧૧૧૮) अविराहियसामन्नस्स साहुणो सावयस्सऽवि जहन्नो । सोहम्मे उववाओ वयंभंगे वणयराईसुं ॥१११९॥ અવિરાધિત સાધુપણુવાળા સાધુઓ અને શ્રાવકેની જઘન્ય ઉત્પત્તિ સૌધર્મદેવલોકમાં છે. ત્રતભંગ થયેથી વ્યંતર વગેરેમાં પણ થાય છે. દીક્ષા લે ત્યારથી લઈ અખંડિતપણે સાધુપણાને વિરાધ્યા વગરના સાધુઓ તથા અવિરાધિત શ્રાવકપણવાળા શ્રાવકની જઘન્યથી ઉત્પત્તિ પહેલા સૌધર્મદેવલોકે થાય છે. કેવળ ત્યાં પણ સાધુઓની જઘન્ય સ્થિતિ પલ્યોપમ પૃથફત્વ અને શ્રાવકેની એક પલ્યોપમ હેય છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy