SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ અસંખ્ય આયુવાળા મનુષ્ય-તિર્યંચે તિષ સિવાય ઇશાન દેવલોક સુધીના દેવામાં સમાન કે હીનાયુષ્યવાળામાં ઉપન્ન થાય છે. અસંખ્ય વર્ષાયુવાળા મનુષ્ય, તિર્યંચા, જ્યોતિષ સિવાયના દેવામાં ઉત્પન્ન થાય છે. દેવગતિ સિવાયની બીજી ત્રણ ગતિઓમાં અને મોક્ષમાં તેઓ જતા જ નથી. એ અહીં ભાવ છે. જો કે અહીં સામાન્યથી અસંખ્ય વર્ષાયુવાળા મનુષ્ય તિર્યંચે કહ્યા છે. છતાં સૂવારવાનું સૂત્ર એ ન્યાયે વિશિષ્ટ બેચર તિર્યંચ પંચેન્દ્રિયે જ અને અંતરદ્વીપમાં ઉત્પન્ન થયેલ તિર્યંચ મનુષ્ય જાણવા તે આ પ્રમાણે અસંખ્ય વર્ષાયુવાળાઓ દેવામાં પિતાના આયુષ્ય સમાન સ્થિતિમાં અથવા પિતાના આયુષ્યથી ઓછી સ્થિતિવાળા દેવામાં ઉત્પન્ન થાય છે. પણ પોતાના આયુષ્યથી અધિક આયુવાળા દેવોમાં ઉત્પન્ન થતા નથી. તેથી પલ્યોપમના અસંખ્ય ભાગ માત્ર આયુષ્યવાળા અસંખ્ય વર્ષાયુષી ખેચર તિર્યંચ પંચેન્દ્રિ, અંતરદ્વીપના તિર્યંચ મનુષ્ય, તિષ સિવાયના દેવામાં ઉત્પન્ન થાય છે. એટલે તિષ, સૌધર્મ, ઈશાન સિવાયના દેવમાં ઉત્પન્ન થાય છે. કારણ કે તેઓની અધિક સ્થિતિવાળાઓમાં ઉત્પત્તિને અભાવ છે. જ્યોતિષ વગેરેમાં પણ ઉત્પન્ન થતા નથી. કેમકે તિષમાં જઘન્યાયુ પામને આઠમો ભાગ અને સૌધર્મ ઈશાનમાં એક પોપમની જઘન્ય સ્થિતિ છે. બાકી અસંખ્ય વર્ષાયુવાળા હૈમવત વગેરે ક્ષેત્રમાં જન્મેલા તથા સુષમસુષમા વગેરે ત્રણ આરામાં ભરત અરવતમાં જન્મેલા તિર્યંચ મનુષ્ય પોતાના આયુષ્ય સમાન આયુવાળા કે હીન આયુષ્યવાળા બધાયે ઈશાન સુધીના દેવામાં ઉત્પન્ન થાય છે. તેના ઉપર તે સર્વથા નિષેધ છે. કારણ કે ઈશાન દેવકથી ઉપર સનતકુમાર વગેરે દેવલેકમાં જઘન્યથી પણ બે સાગરોપમ વગેરેની સ્થિતિ છે. અને અસંખ્ય વર્ષાયુવાળા તિર્યંચ મનુષ્યની ઉત્કૃષ્ટથી પણ ત્રણ પલ્યોપમની જ સ્થિતિ છે (૧૧૧૪) उववाओ तावसाणं उकोसेणं तु जाव जोइसिया। जावंति बंभलोगो चरगपरियाय उववाओ ॥१११५।। તાપને ઉત્કૃષ્ટ ઉ૫પાત જ્યોતિષદેવ સુધી છે. ચરક પરિવ્રાજક ઉપપાત બ્રહ્મદેવલેક સુધી છે. મૂળ-કંદ અને ફળાહાર કરનારા વનવાસી, બાળતપસ્વી એવા તાપસની ઉત્કૃષ્ટ ઉત્પત્તિ જોતિષ દેવલોક સુધી હોય છે. એનાથી ઉપર ઉત્પન્ન થતા નથી. તથા ચરક પરિવ્રાજકે એટલે ઘાટી ભિક્ષા વડે જીવનારા ત્રિદંડીઓ અથવા કચ્છટક વગેરે ચરક અને કપિલમુનિના સુનુ એટલે શિખે તે ચરક અને પરિવ્રાજક ઉત્કૃષ્ટઉપપાત પાંચમા બ્રહ્મદેવલેક સુધી છે. (૧૧૧૫) जिणवयउक्किट्ठतवकिरियाहिं अभव्वभव्यजीवाणं । . गेविजेसुक्कोसा गई जहन्ना भवणवईसु ॥१११६॥
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy