SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ ૧૮૧. નારકમાંથી નીકળેલાઓને લબ્ધિને સંભવ ભગવતી સૂત્રમાં તે મહાકાળ પછી અસિ, તે પછી અસિપત્ર, તે પછી કુંભ નામના પરમાધામીઓ કહ્યા છે. તેમાં જેઓ તલવાર વડે નારકેને કાપે છે. તે અસિ નામના પરમાધામી છે. બાકીના તે જ પ્રમાણે જાણવા. ' ૧૧. જે કુંભી વગેરેમાં નારકેને પકાવે છે, તે કુંભ નામના પરમાધામીઓ છે. ૧૨. જે પરમાધામીઓ કદંબ પુષ્પના આકારવાળી અથવા વજાકારવાળી વૈક્રિય તપેલી રેતીમાં ચણાની જેમ નારકેને પકાવે છે. તે વાસુક નામના પરમાધામી છે. ૧૩. જે નદીને તરવાનું પ્રયજન વિરૂપ એટલે ખરાબ છે. તે વૈતરણ, આ પ્રમાણે યથાયોગ્ય અર્થવાળી નદી છે. જે અતિ તાપથી ઉકળતા પરુ, લેહી, શીશુ, તાંબુ વગેરેથી ભરેલ નદીને વિક્વ તેમાં નારકને તરાવી જે ખૂબ કદર્થના એટલે હેરાન કરે તે વૈતરણિ નામના પરમાધામી છે. ૧૪. જે વા જેવા કાંટાવાળા શામલીના ઝાડ પર નારકને ચડાવી કઠેર અવાજ કરતા કરતા નારકેને એકદમ ઝાડ પરથી ખેંચે, તે ખરસ્વર નામના પરમાધામીઓ છે. ૧૫. બીકથી નાસભાગ કરતા નારકેને જે મહા અવાજ કરવાપૂર્વક પશુઓની જેમ વાડામાં પૂરે છે, તે મહાઘેષ નામના પરમાધામી છે. આ પંદર પ્રકારના પરમાધામીએ પૂર્વજન્મમાં સંલિઝ કુરક્રિયાવાળા, પાપમાં રક્ત, પંચાગ્નિ વગેરેરૂપ મિથ્યા કષ્ટકારી એવું તપ કરીને, રૌદ્રી આસુરી ગતિને પ્રાપ્ત કરે છે. તે આસુરી સ્વભાવના કારણે, પહેલી ત્રણ નરક પૃથ્વીઓમાં નારકેને વિવિધ પ્રકારની વેદનાઓ ઉદીરે છે. એટલે પીડા આપે છે. તેવી રીતે પીડાતા નારકેને જોઈ અહીં જેમ બકરા, પાડા, કૂકડા વગેરેના યુદ્ધને જોઈ મનુષ્ય આનંદ પામે છે. તેમ પરમધામિઓ નારકેને પીડાતા જોઈ આનંદિત થઈ અટ્ટહાસ કરે છે. વસ્ત્ર ઉછાળે છે. ત્રિપદી એટલે ત્રણવાર પગનું પછાડવું, અફાળવું વગેરે કરે છે. વધારે કહેવા વડે શું? આ પરમાધામીઓને હંમેશા અત્યંત મનોહર નાટક વગેરે જેવામાં જેટલી મજા નથી આવતી, તેટલી મજા નારકેને પીડવામાં આવે છે. (૧૦૮૫-૧૦૮૬) ૧૮૧. નારકમાંથી નીકળેલાઓને લબ્ધિનો સંભવ तिसु तित्थ चउत्थीए उ केवलं पंचमीए सामन्न । छट्टीऍ विरइऽविरई सत्तमपुढवीए सम्मत्तं ॥१०८७॥ પહેલી ત્રણ નરકમાંથી આવેલ તીર્થકર, ચેથીમાંથી આવેલ કેવલી (થઈ શકે છે.) પાંચમીમાંથી આવેલા સાધુપણું, છઠ્ઠીમાંથી આવેલ શ્રાવકપણું (પામી શકે છે.) અને સાતમીમાંથી આવેલ સમ્યકત્વ પામે છે. પહેલી ત્રણ નારકમાંથી નીકળેલ બીજા ભવમાં તીર્થકર થાય છે. પણ એથી વગેરે બીજી નારકમાંથી આવેલ નહીં. આ તીર્થકર વગેરે થવાનો સંભવ છે. પણ નિયમ
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy