SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦. પરમાધામી अंबे १ अंबरिसी २ चेव, सामे य ३ सबलेइ य ४ । रुद्दो ५ वरुद्द ६ काले य ७, महाकालित्ति ८ आवरे ॥१०८५॥ असिपत्ते ९ धणू १० कुंभ ११, वालू १२ वेयरणी इय १३ । खरस्सरे १४ महाघोसे १५, पन्नरस परमाहम्मिया ॥१०८६॥ ૧. અબ, ર. અંબરીષ, ૩. શ્યામ, ૪. શબલ, ૫. રીક, ૬. ઉપર, ૭. કાલ, ૮, મહાકાળ, ૯. અસિપત્ર, ૧૦, ધનુ, ૧૧. કુંભ, ૧૨, વાલુક, ૧૩. વિતરણિ, ૧૪. ખરસ્વર, ૧૫. મહાષ-એમ પંદર પરમાધામીએ છે. સંફિલષ્ટ પરિણામવાળા હોવાથી પરમ અધાર્મિકને પરમધાર્મિક કહેવાય છે. તેઓ અસુર વિશેષે એટલે અસુરકુમાર નિકાયના છે. તેઓ વ્યાપાર એટલે કિયા ભેદે પંદર પ્રકારના છે. ૧. જે નારકોને આકાશમાં લઈ જઈ નિસંકેચપણે છોડી મૂકે તે અંબ નામના પરમાધામીઓ છે. ૨. જેઓ હણાયેલ નારકને કાતર વડે ટુકડા કરી ભુજવા યોગ્ય કરે છે માટે અંબરીષ એટલે શું જવાના સંબંધના કારણે અંબરીષ નામના છે. ૩. જેઓ દેરડા, હાથ વગેરેના પ્રહારવડે મારવું, કૂટવું વગેરે કરે છે. અને રંગથી શ્યામ એટલે કાળા હોવાથી તે શ્યામ નામના છે. ૪. જેઓ નારકના આંતરડા, વસા ચરબી, હૃદય, કલેજુ વગેરે ઉખેડી નાખે છે. અને રંગથી શબલ એટલે કાબર ચિતરા હોય, તે શબલ કહેવાય છે. ૫. જેઓ નારકેને શકિત, ભાલા, વગેરેમાં પવે છે. તેઓ રૌદ્ર હોવાથી શિદ્ર નામના છે. ૬. જેઓ નારકેના અંગોપાંગોને ભાંગી નાખે છે. તે અત્યંત રૌદ્ર હોવાથી ઉપરૌદ્ર કહેવાય. ૭. જે નારકેને કુંડા વગેરેમાં પકાવે છે. અને રંગથી કાળા હોવાના કારણે કાલનામના પરમાધામીઓ છે. ૮. નારકીઓના માંસના ટુકડાઓને ખાંડી ખાંડીને ખવડાવે તથા રંગથી ઘણા કાળા હોવાથી મહાકાળ નામના પરમાધામી કહેવાય છે. ૯ અસિ એટલે તલવાર. તે આકારના પાંદડાનું વન વિમુર્તી એટલે બનાવી જે નારકે તે વનમાં આશ્રય કરે તેમને તલવારરૂપ પાંદડા પાડી તલ જેવા નાના ટુકડાઓ કરી જે કાપે છે, તે અસિપત્ર પરમાધામી છે. ૧૦. જે નારકેને ધનુષમાંથી અર્ધચંદ્ર વગેરે બાણ છોડી, કાન વગેરે અવયવોને ભેદ-છેદ કરે છે. તે ધનુ નામના પરમાધામીઓ છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy