SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ પ્રવચન સારોદ્વાર–ભાગ-૨ નથી. આ પ્રમાણે આગળની લબ્ધિઓના વિષયમાં પણ સમજવું. તેથી પૂર્વે (પહેલા) જેને નરકાયુષ્ય બાંધ્યું હોય અને તીર્થકર નામકર્મના કારણે વડે તીર્થકર નામ ગોત્ર બાંધી શ્રેણક વગેરેની જેમ નરકમાં જાય, તેઓ જ ત્યાંથી નીકળી બીજા ભવમાં તીર્થકર થાય છે. પણ બીજા નહીં. - એકથી ચાર નરકમાંથી આવેલ કેટલાકે સામાન્યથી કેવળજ્ઞાન પામે છે. પણ તીર્થકર નિયમા થતા નથી. પાંચ સુધીની નરકમાંથી આવેલા (નીકળેલા) સર્વ વિરતિરૂપ સાધુપણાને પામે છે. પણ કેવળજ્ઞાન પામતા નથી. છ સુધીની નરકમાંથી નીકળેલા દેશવિરતિ પામી શકે છે. પણ સાધુપણું પામી શક્તા નથી. સાતમી નરકમાંથી નીકળેલાઓને સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે. પણ દેશવિરતિ વગેરે મળતું નથી. આને ભાવ એ છે કે, પહેલી ત્રણ નારકમાંથી નીકળેલા જી, તીર્થકર થાય છે. ચાર નરકમાંથી નીકળેલાઓ કેવળજ્ઞાની થાય છે. પાંચ નરકથી નીકળેલા સંયમી થાય છે. છ નરકથી નીકળેલાઓ દેશવિરતિ પામી શકે છે. સાત નરકથી નીકળેલાઓ સમ્યગ્દષ્ટિ થાય છે. (૧૦૮૭) पढमाउ चकवट्टी बीयाओ रामकेसवा हुंति । तचाओ अरहंता तहऽतकिरिया चउत्थीओ ॥१०८८॥ પહેલીમાંથી ચક્રવર્તિ, બીજીમાંથી બળદેવ વાસુદેવ, ત્રીજીમાંથી અરિહંત, ચાર નરથી નીકળેલ અતઃક્રિયા મોક્ષ પામે. ફરીથી પણ વિશેષ લધિના સંભવને બતાવતા કહે છે. પહેલી રત્નપ્રભા નરકમાંથી જ નીકળેલાએ ચક્રવર્તિ થઈ શકે છે. બાકીની નરકમાંથી નીકળેલ નહીં. પહેલી બે નરકમાંથી નીકળેલાઓ બળદેવ વાસુદેવ થાય છે. ત્રીજીથી (પ્રથમ ત્રણ નરકમાંથી) નીકળેલા અરિહંતે થાય છે. એથીથી (ચાર નરકમાંથી) નીકળેલા અંતક્રિયાના સાધક થાય છે એટલે મોક્ષગામી થાય છે. આ પ્રમાણે સર્વ ઠેકાણે મર્યાદા વિચારવી. (૧૦૮૮). उव्यट्टिया उ संता नेरइया तमतमाओ पुढवीओ । न लहंति माणुसतं तिरिक्खजोणि उवणमति ॥१०८९।। छट्ठीओ पुढवीओ उबट्टा इह अणंतरभवंमि ।। भज्जा मणुस्सजम्मे संजमलंभेण उ विहीणा ॥१०९०॥ તમ:તમપ્રભા નામની સાતમી નરકમાંથી નીકળેલા જી નિયમા મનુષ્યપણું પામતા નથી. પરંતુ તિર્યચનિને પામે છે. તથા છઠ્ઠી તમપ્રભા નામની નરકમાંથી નીકળેલા નારકે, બીજા ભવમાં કેટલાક મનુષ્ય જન્મ પામે છે. અને કેટલાક નથી પામતા એટલે મનુષ્ય જન્મની પ્રાપ્તિમાં ભાજના છે અને જે મનુષ્ય જન્મ પામે છે, તેઓ પણ નિયમ સર્વ વિરતિની પ્રાપ્તિ વિહીન હોય છે. એટલે સંયમજીવન કદીયે પામતા નથી. (૧૦૮૯-૧૯૯૦)
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy