SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ શિષ્ય સારી રીતે જાણી શકે માટે બાદરપુદગલપરાવર્તની પ્રરૂપણ કરી છે. પરંતુ કેઈપણ બાદરપુદ્ગલપરાવર્તની સિદ્ધાંત પ્રદેશમાં-શાસ્ત્રોમાં જરાપણ પ્રોજન જણાતું નથી. ચારે સૂફમપુદ્ગલપરાવર્તામાંથી જીવાભિગમ વિગેરે સૂત્રોમાં ક્ષેત્ર સૂમિપુદ્ગલ પરાવર્ત મોટે ભાગે લીધે છે. કારણ કે ક્ષેત્રથી માર્ગણામાં તેવું ગ્રહણ કર્યું છે. તે સૂત્ર આ પ્રમાણે-“જે સાદિ સપર્યવસિત મિથ્યાદષ્ટિ છે તે જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ, તે કાળથી અનંતી ઉત્સર્પિણ–અપસપિણ કાળ પ્રમાણ છે. અને ક્ષેત્રથી દેશનૂન અપાઈ પુદ્ગલ પરાવર્ત કાળ છે.” તથા બીજે પણ જ્યાં વિશેષ નિર્દેશ ન હોય, તે ત્યાં પણ પુદગલ પરાવર્ત ગ્રહણ કરીએ તે ક્ષેત્રપુદ્ગલપરાવર્ત જ લેવો એમ સંભવે છે. આમાં તત્ત્વ બહુ જ જાણે છે. (૧૦ પર) ૧૬૩. પંદર કર્મભૂમિ भरहाइ ५ विदेहाई ५ एरवयाई च ५ पंच पत्तेयं । भन्नति कम्मभूमी उ धम्मजोग्गा उ पन्नरस ॥१०५३।। ભરત, મહાવિદેહ અને એરવત-એ દરેક પાંચ-પાંચ ગણતા ધર્મ યોગ્ય પંદર કર્મભૂમિ કહી છે. પાંચ ભરત, પાંચ મહાવિદેહ અને પાંચ ઐરવત-એમ પંદર કર્મભૂમિ છે. એમનું સ્વરૂપ આ પ્રમાણે છે. શ્રતધર્મ અને ચારિત્રધર્મને યોગ્ય એટલે એને યોગ્ય ઉચિત ક્રિયાઓ આ કર્મભૂમિમાં જ હોઈ શકે છે. આનો ભાવ એ છે કે કર્મ એટલે ખેતી, વેપાર વિગેરે અથવા મેક્ષની ક્રિયાઓ તે કર્મ. તે કર્મપ્રધાન ભૂમિ તે કર્મભૂમિ. તે પંદર છે. તે આ પ્રમાણે એક ભરતક્ષેત્ર જબુદ્વીપમાં, બે ભરત તે ધાતકીખંડમાં, અને બે પુષ્કરાઈ દ્વીપમાં-એમ પાંચ ભરત છે. એ પ્રમાણે મહાવિદેહ અને ઐરાવતક્ષેત્રો પણ પાંચ-પાંચ જાણવા. (૧૦૫૩) ૧૬૪. ત્રીસ અકર્મભૂમિ हेमवयं १ हरिवासं २ देवकुरू ३ तह य उत्तरकुरूवि ४ । रम्मय ५ एरनवयं ६ इय छब्भूमी उ पंचगुणा ॥१०५४॥ एया अकम्मभूमीउ तीस सया जुअलधम्मजणठाणं । दसविहकप्पमहसमुत्थ भोगा पसिद्धाओ ॥१०५५।। હિમવત, હરિવર્ષ, દેવકુરુ તથા ઉત્તરકુર, રમ્યફ, હિરણ્યવંત-એ છે ભૂમિને પાંચ ગુણ કરતાં ત્રીસ અકર્મભૂમિ થાય. આ ત્રીસ અકમભૂમિ
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy