SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬. ૨૪૩ પ્રાણાતિપાતના ભેદે ૨૧૩ હંમેશ યુગલધર્મીઓનું સ્થાન છે, અને દશપ્રકારના મહાકલપક્ષેથી ઉત્પન્ન થયેલ ભેગવાળીએ ભૂમિ તરીકે પ્રસિદ્ધ છે. હિમવત, હરિવર્ષ, દેવકરુ તથા ઉત્તરકુરુ, રમ્યફ, હિરણ્યવંત–આ છ ભૂમિઓને પાંચે ગુણતા ત્રીસ અકર્મભૂમિ એટલે ઉપરોક્તકર્મથી રહિત ભૂમિ થાય છે. એટલે ત્રીસ અકર્મભૂમિઓ છે. આ બધી ભૂમિઓ હંમેશા યુગલિકનું આશ્રયસ્થાન છે, એટલે ત્યાં આગળ યુગલધર્મવાળા મનુષ્ય તિર્યંચો વસે છે. તથા દસ પ્રકારના જે મહાવૃક્ષ જેમનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે તેમની પાસેથી મળેલા અન્નપાણી, વસ્ત્ર, અલંકાર વિગેરે ભગવડે તે ભૂમિ પ્રસિદ્ધ છે. (૧૦૫૪–૧૦૫૫) ૧૬૫. “ આઠ મદ' जाइ १ कुल २ रूव ३ बल ४ सुय ५ तव ६ लाभि ७ स्सरिय ८ अट्ठमयमत्तो। एयाई चिय बंधइ असुहाई बहुं च संसारे ॥१०५६।। ૧. જાતિ, ૨. કુલ, ૩. રૂ૫, ૪. બલ, પ. શ્રત, દ. ત૫, ૭. લાભ અને ૮, ઐશ્ચર્ય–આ આઠ મદથી મદોન્મત્ત થઈ સંસારમાં આ જીવ ઘણું અશુભ જાતિ વિગેરે મળે તેવા કર્મ બાંધે છે. ૧. જાતિ, ૨. કુલ, ૩. રૂપ, ૪. બલ, ૫, શ્રત, ૬. તપ, ૭. લાભ ૮. ઐશ્વર્યઆ આઠ મદ એટલે અભિમાનને આધીન થઈ જવો, આ જાતિ વિગેરે અશુભ એટલે હિનત્વરૂપે મેળવે છે. અને લાંબા-ઘણું કાળ સુધી આ સંસારમાં ભમે છે. આને ભાવ એ છે કે, જાતિમદ કરનારે જીવ બીજાભવમાં હલકી જાતિ પામે છે. અને ભયંકર-કઠીન ભવરૂપ જંગલમાં ભમે છે. એ પ્રમાણે આગળના મદમાં વિચારવું. માતા સંબંધી અથવા બ્રાહ્મણ વિગેરે જાતિ, પિતા સંબંધિત કુલ હોય છે અથવા ઉગ્રકુલ વિગેરે કુલ કહેવાય, શરીર શોભા સ્વરૂપ રૂપ કહેવાય. સમર્થતારૂપ બલ, અનેક શાસ્ત્રની જાણકારીરૂપ શ્રુતજ્ઞાન, અનશન વિગેરેરૂપ તપ, ઈચ્છિત વસ્તુ પ્રાપ્તિરૂપ લાભ, માલિકીરૂપ ઐશ્વર્ય. (૧૦૫૬) ૧૬૬. ૨૪૩ પ્રાણાતિપાતના ભેદો भू १ जल २ जलणा ३ निल ४ वण ५ वि ६ ति ७ चउ ८ पंचिदिएहिं ९ नव जीवा। मणवयणकाय ३ गुणिया हवंति ते सत्तवीसंति ॥१०५७॥ एक्कासीई सा करणकारणाणुमइताडिया होइ । सच्चिय तिकालगुणिया दुन्नि सया होति तेयाला (२४३) ॥१०५८॥
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy