SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ . પ્રવચન સાદ્ધાર ભાગ-૨ ક્ષાયિક સમક્તિ મનુષ્યોને ક્ષપકશ્રેણમાં તદ્દભવ સંબંધિત હોય છે. દેવો અને નારકની ઉત્પત્તિ મનુષ્યમાં જ થતી હોવાથી પરભવ સંબંધિત ક્ષાયિકસમક્તિ મનુષ્યોને હોય છે. અસંખ્ય વર્ષાયુવાળા મનુષ્યને ઔપશમિક અને ક્ષાવિકસમતિ નારકની જેમ જાણવું. ક્ષાપશમિકસમકિત, ઔપથમિક કાળ પછી થનારું હોવાથી આગળ પ્રમાણે તદ્દભવ સંબંધિત હોય છે. પરભવ સંબંધિત ક્ષપશમસમક્તિ અસંખ્ય વર્ષાયુવાળા મનુષ્યોને હેતું નથી. કારણ કે ક્ષાપિશમ સમ્યકત્વવાળા તિર્યંચ મનુષ્ય તે વૈમાનિકમાં જ ઉત્પન્ન થાય છે, બીજે નહિ. જેમને મિથ્યાદષ્ટિ અવસ્થામાં આયુ બાંધ્યું હોવાથી અસંખ્ય વર્ષાયુવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય તે પણ તેઓ મરણ વખતે મિથ્યાત્વે જઈને એમનામાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પારભવિક ક્ષાપશમિક સમ્યક્ત્વ એમને પ્રાપ્ત થતું નથી એમ કાર્મગ્રથિકે કહે છે. સિદ્ધાંતકારોના મતે ક્ષાપશમિકસમકિત સહિત પણ બદ્ધાયુવાળા કેટલાક મનુષ્ય અસંખ્ય વર્ષાયુવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે એમને પરભવ સંબંધી ક્ષાપશમિકસમ્યત્વ હોય છે. અસંખ્ય વર્ષાયુવાળા તિર્યને અસંખ્ય વર્ષાયુવાળા મનુષ્યની જેમ ત્રણે સમકિત હોય છે. બાકીના એટલે પહેલી ત્રણ નરક પૃથ્વી સિવાયના પંકપ્રભા વગેરે નીચેની ચાર નરકના નારકો, અસંખ્યાત વર્ષાયુવાળા સી પંચેન્દ્રિય તિર્યંચ તથા તેમની સ્ત્રીઓ તથા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી-એમ ત્રણ પ્રકારના દેવેને ક્ષાયિકસમતિ હેતું નથી. ક્ષાયિકસમકિતના પ્રારંભિક સંખ્યાત વર્ષાયુવાળા મનુષ્ય જ હોય છે. આથી એમને તદ્દભવ સંબંધિત ક્ષાયિકસમકિત હેતું નથી. તથા ક્ષાયિકસમ્યગ્દષ્ટિઓની એઓમાં ઉત્પત્તિ થતી ન હોવાથી આ પારભવિક ક્ષાયિકસમક્તિ પણ હોતું નથી પરંતુ પથમિક અને ક્ષાપશમિકસમક્તિ હોય છે. આ સિવાયના બીજા ને સમ્યકત્વ જ હેતું નથી. આને ભાવ આ પ્રમાણે છે એકેન્દ્રિય, બેઇદ્રિ, તેઈદ્રિય, ચરિંદ્રિ, અસંજ્ઞી પંચેન્દ્રિયોને તદ્દભવ કે પરભવની અપેક્ષાએ આ ત્રણમાંથી એક પણ સમ્યકત્વ હેતું નથી. સાસ્વાદસમ્યકત્વ, બાદરપૃથ્વીકાય. બાદરઅકાય, બાદરવનસ્પતિકાય, બેઇદ્રિય, તેઈન્દ્રિય, રેંદ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયને અપર્યાપ્ત અવસ્થામાં પારભવિક હોય છે. પર્યાપ્તસંજ્ઞી પંચેન્દ્રિયમાં તે તદુભવિક પણ હોય છે. સૂક્ષમ એકેન્દ્રિમાં તથા બાદ તેઉકાય, વાયુકામાં લેશ પણ સમ્યત્વવાળાની ઉત્પત્તિનો અભાવ હોવાથી સાસ્વાદનસમતિ હેતું નથી. આ કર્મગ્રંથિક મત છે. સિદ્ધાંતના મતે તે પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિયને સાસ્વદનસમકિત હોતું નથી. પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે પુઢવિઝાફરા પુછી જોયમ, પુવિવારૂયા નો સવિદ્દી મિરઝાવીઠ્ઠી, નો સન્માનિછાવિદ્દી હવે સાવ વારસટ્ટાચા ૫ (પદ ૧૯ સૂ. ૧૪૦૨ ) પૃથ્વીકાયની પૃચ્છા હે ગૌતમ! પૃથ્વીકાયિકે સમ્યગ્દષ્ટિ નથી. મિથ્યાષ્ટિ છે. સમ્યગૃમિથ્યાદષ્ટિ નથી. એ પ્રમાણે વનસ્પતિકાય સુધી જાણવું. (૬૧-૬૨)
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy