SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯. સમ્યક્ત્વના પ્રકાર ૧૫૧ અપેક્ષા વગર જાતે જ એટલે જાતિસ્મરણ, પ્રતિભાથી સ્વયમેવ જે શ્રદ્ધા કરે. તે કેવી રીતે શ્રદ્ધા કરે છે, તે કહે છે. આ જીવાદિ પદાર્થો જિનેશ્વરોએ જે પ્રમાણે જોયા છે તે પ્રમાણે જ છે પણ અન્યથા પ્રકારે નથી” આ નિસર્ગરુચિ કહેવાય એમ જાણવું. (૫૧) ૨. ઉપદેશરુચિ - एए चेव उ भावे उबइठे जो परेण सद्दहइ । छउमत्थेण जिणेण व उवएसरुइत्ति नायव्यो ।।९५२॥ જિન કે છઘસ્થરૂપ બીજા વડે ઉપદેશ કરાયેલ આજ ભાવેને જે શ્રદ્ધા કરે, તે ઉપદેશરુચિ છે-એમ જાણવું. છદ્મસ્થ કે જિનેશ્વરાએ ઉપદેશ કરેલા જીવાદિ પદાર્થોને શ્રદ્ધા કરે, તહત્તિ કરી સ્વીકારે, તે ઉપદેશરુચિ જાણવા. છાદન કરે એટલે ઢાંકે તે છદ્મ કહેવાય. તે છ ચાર ઘાતિકરૂપ છે, તે ચાર ઘાતિકર્મોમાં જે રહ્યા હોય, તે છવાસ્થ કહેવાય. જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું નથી તે છદ્મસ્થ. રાગ વગેરે જેણે જીત્યા છે તે જિન કહેવાય. જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ છે. તે તીર્થકર વગેરે જિન કહેવાય. ગાથામાં પ્રથમ છદ્યપદ જણાવ્યા છે તે જિનાવસ્થાની પૂર્વે છદ્મસ્થ અવસ્થા હોય છે તે જણાવવા માટે તથા છદ્મસ્થ ઉપદેશકેની પ્રચુરતા વધુ હોય છે. તે જણાવવા પ્રથમ છદ્મસ્થ પદ મૂકયું છે. (૫ર.) ૩. આશારુચિ - रागो दोसो मोहो अन्नाणं जस्स अवगयं होइ । आणाए रोयंता सो खलु आणारई नाम ॥ ९५३ ॥ જેના રાગદ્વેષ, મોહ, અજ્ઞાન નાશ થયા છે તેને આજ્ઞાવડે જે ચિ થાય, તે આજ્ઞારુચિ છે, અભિવંગ એટલે આસક્તિરૂપ રાગ અપ્રીતિરૂપ છેષ, બાકીની મેહનીયની પ્રકૃત્તિરૂપ મેહ તથા મિથ્યાજ્ઞાનરૂપ અજ્ઞાન, જેના દૂર થયા છે. અહીં સર્વથા રાગાદિનું દૂર થવું અસંભવ હોવાથી જેના દેશથી એટલે કંઈક રાગાદિ દૂર થયા છે. તેને ફક્ત તીર્થકર વગેરેની આજ્ઞાવડે જ કુહના અભાવથી સિદ્ધાંતમાં કહેલ પદાર્થોને મોષતુષ વગેરેની જેમ તહત્તિ કરે–સ્વીકારે તેને આજ્ઞારુચિરૂપે સ્વીકારવો. (૫૩.) ૪. સૂત્રરુચિ - जो सुत्तमहिज्जतो सुएणमोगाहई उ सम्मत्तं । अंगेण बाहिरेण व सो सुत्तरुइत्ति नायव्यो ॥ ९५४ ॥
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy