SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર પ્રવચન સારોદ્ધાર ભાગ-ર - જે આગમ સૂત્રને ભણતો તે જ આચારાંગાદિ અગપ્રવિણ તથા આવશ્યકાદિ અંગ બાહ્ય સૂત્રવડે સમ્યકત્વને પામે તે સૂવરુચિ જાણ-- ગાથામાં તુ અક્ષર અધિક અર્થને સૂચક હોવાથી સૂત્રને ભણતાં ભણતાં પ્રસન્ન પ્રસન્નતર એટલે શુભશુભતર અધ્યવસાયવાળા ગોવિંદ વાચકની જેમ સૂત્રરુચિ સમક્તિી. છે એમ જાણવું. (૯૫૪) ૫. બીજરૂચિ - एगपएऽणेगाई पयाइं जो पसरई उ सम्मत्ते । उदएव्व तिल्लविंद सो बीयरईत्ति नायव्यो ॥९५५॥ પાણીમાં તેલના બિંદની જેમ એક પદ વડે અનેક પદોમાં જે સમકિત એટલે શ્રદ્ધા વ્યાપે (ફેલાવે) તે બીજરુચિ જાણો. જવ વગેરે કેઈપણ એક પદાર્થ જાણવા વડે અનેક જીવ વગેરે પદાર્થોમાં જે સમ્યકત્વ એટલે શ્રદ્ધા ફેલાય, તે સૂત્રરુચિ કહેવાય. અહિ ધર્મ અને ધર્મના અભેદ્ય ઉપચારથી આત્મા સમ્યકત્વવાળે થઈ રુચિ રૂપે વ્યાપે છે. જ્યારે વચ = નમ્રતે એવો પાઠ હોય ત્યારે એક પદ વિષયસમ્યક્ત્વ હોય છે તે તે અનેક પદાર્થોમાં રૂચિરૂપે જ સારી રીતે ફેલાય છે. એ પ્રમાણે અક્ષરાર્થ થાય. છે ગાથામાં “તું” શબ્દ અવધારણ અર્થમાં છે એટલે “પ્રસરે જ છે.” એ અર્થ થાય છે. પાણીના એક ભાગમાં તેલનું ટીંપુ પડયું હોય તે આખા (સંપૂર્ણ) પાણીમાં ફેલાય છે તેવી રીતે તત્ત્વના એકભાગમાં ઉત્પન્ન થયેલા રુચિ વડે આત્મા તેવા પ્રકારના ક્ષયપશમના કારણે સમસ્ત તત્ત્વમાં રુચિવાન થાય છે. આવા પ્રકારને સમક્તિી બીજરુચિવાળે જાણો. જેમ એકબીજ અનેકબીજની ઉત્પત્તિનું કારણ છે તેમ આને પણ રુચિ વિષય બીજી અનેક રુચિઓની ઉત્પત્તિના કારણ રૂપ થાય છે. (૫૫.) ૬. અભિગમરુચિ – सो होइ अहिगमरुई सुयनाणं जस्स अस्थओ दिदं । एक्कारस अंगाई पइन्नगा दिहिवाओ य ॥९५६॥ જેને આચારાંગ વગેરે અગ્યારસંગે, ઉત્તરાધ્યયન, નંદિ સૂત્ર વગેરે.. પ્રકીર્ણ કે, (પન્ના) દષ્ટિવાદ પરિકર્મ સૂત્ર વગેરે શ્રુતજ્ઞાનને અર્થથી જોયા છે, જાણ્યા છે તેને અધિગમ રુચિ સમ્યક્ત્વ થાય છે. દષ્ટિવાદને અંગસૂત્રમાં સમાવેશ થતું હોવા છતાં તેની પ્રધાનતા બતાવવા માટે ગાથામાં અલગ ગ્રહણ કરાયું છે. ગાથામાં . કહેલ “a” શબ્દથી ઔપપાતિક વગેરે ઉપાંગો પણ સમજી લેવા. (૫૬.)
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy