SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ ૧. નિસગરુચિ:- નિસર્ગ એટલે સ્વભાવરુચિ, જિનકથિત તત્વની અભિલાષા. સ્વભાવિકપણે જિનકથિત તત્વની અભિલાષા જેમને હોય, તે નિર્સગરુચિ. ૨. ઉપદેશરુચિ-ઉપદેશ એટલે ગુરુ વગેરેએ કહેલ તત્વવડે જે રુચિ ઉત્પન્ન થાય, તે ઉપદેશરુચિ. ૩. આજ્ઞારુચિ –સર્વજ્ઞ વચનરૂપ આજ્ઞામાં જેની રુચિ એટલે અભિલાષા, તે આજ્ઞારુચિ. ૪. સૂવરચિ – આચારાંગ વગેરે અંગપ્રવિણ સૂત્ર અને આવશ્યક-દશવૈકાલિક વગેરે અંગ બાહ્ય સૂત્રવડે જેને રુચિ થાય, તે સૂત્રરુચિ. - પ. બીજરુચિ - બીજની જેમ એકપણ વચન (પદ) અનેક અર્થને બેધ કરાવનારુ થાય, તે વચનવડે જેને રુચિ થાય, તે બીજરુચિ. ૬. અધિગમરુચિ - વિશિષ્ટ પરિજ્ઞાન જાણકારી. તેના વડે જેને રુચિ થાય, તે અધિગમરુચિ. ૭. વિસ્તારરુચિ - વિસ્તારપૂર્વક સમસ્ત દ્વાદશાંગીની નવડે જે વિચારણા, તે વિસ્તાર. આ વિસ્તારવડે ભાવિત થયેલ રુચિ જેને હેય, તે વિસ્તારરુચિ. ૮. ક્રિયાચિ:- સમ્યફ સંયમાનુષ્ઠાનરુપ ક્રિયામાં જેને રુચિ હોય, તે ક્રિયારુચિ.. ૯ સંક્ષેપરુચિ – સંક્ષેપ એટલે સંગ્રહ, વિસ્તૃત અર્થની જાણકારીના અભાવથી જેને સંગ્રહ (સંક્ષેપ)માં રુચિ હોય, તે સંક્ષેપચ. ૧૦, ધમસચિ:- ધર્મ એટલે અસ્તિકાયમ અથવા કૃતધર્મ વગેરેમાં જેને રુચિ હૈય, તે ધર્મચિ. અહિં જે સમ્યકત્વને જીવથી અનન્યત્વરુપે એટલે અભેદરુપે કહ્યું છે, તે ગુણ અને. ગુણવાનને કથંચિતપણે અનન્યત્વભાવ એટલે અભેદ ભાવ છે તે જણાવવા માટે કહ્યું છે. ૯૫૦ હવે ગ્રંથકાર જાતે જ આ પદને વિસ્તારથી કહે છે. ૧. નિસગરુચિ – जो जिणदिठे भावे चउबिहे सद्दहेइ सयमेव । एमेव नन्नहत्ति य स निसग्गरुइत्ति नायव्वो ॥९५१॥ જિનેશ્વરાએ જોયેલ ભાવોને ચાર પ્રકારે પોતે જાતે જ જે શ્રદ્ધા કરે કે આ આ પ્રમાણે જ છે એમાં કંઈ અન્યથા નથી તેને આ નિસર્ગ ચિ જાણવી. જે જિનદષ્ટિ એટલે તીર્થકરોએ જાણેલા જીવાદિ પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદે અથવા નામસ્થાપના, દ્રવ્ય, ભાવના ભેદે ચાર પ્રકારે બીજાના ઉપદેશની.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy