SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮. દશ અખેરા ૯૩ દેવોએ કહ્યું “પૂર્વભવમાં ઉપાર્જન કરેલ પુણ્ય વડે સર્વાતિશયવાળી સમૃદ્ધિ અને પરાક્રમ યુક્ત સૌધર્મ દેવલોકના અધિપતિ શકેંદ્ર છે.” આ સાંભળી અધિક ગુસ્સે થયેલ પિતાના પરિવારે અટકાવવા છતાં પણ યુદ્ધ કરવાની ઈચ્છાવાળો “આ અવજ્ઞા કરનારને હું શિક્ષા કરું” એમ બોલતો પરિઘ (શસ્ત્ર)ને લઈ ચાલે. તે ખૂબ શક્તિશાળી છે એમ સંભળાય છે. તે તેનાથી હું પરાજિત થાઉં તે કેનું શરણ લઈશ? એમ વિચારતો તે સુસુમાર નગરમાં પ્રતિમા (ધ્યાન)માં રહેલ ભગવાન મહાવીરની પાસે આવી તેમને નમસ્કારપૂર્વક કહ્યું કે, “હે ભગવાન! તમારા પ્રભાવથી શકેદ્રને હું જીતીશ” એમ વિનંતિ કરી. લાખાજના પ્રમાણનું અતિવિકૃત પિતાનું શરીર કરી પરિઘ -શસ્ત્રને ચારે બાજુ ફેરવતે અફળાવત (પછાડતો), ગર્જના કરતે, દેવોને ત્રાસ પમાડતે, અભિમાનમાં અંધ બનેલા સૌધર્મેદ્ર તરફ ઊડ્યો. પછી એક પગ સૌધર્માવલંસક વિમાનની વેદિકા પર અને બીજે પગ સુધર્મા સભામાં મૂકી પરિઘ વડે ઈન્દ્રના ખીલાને ત્રણ વખત તાડના કરી અનેક પ્રકારે શકેંદ્ર પર આક્રોશ કરવા માંડયો. શકે અવધિજ્ઞાનથી તેને ઓળખીને ગુસ્સાથી જાજવલ્યમાન ઘણા જ ખરતા અગ્નિના તણખાવાળુ વજ તેના તરફ છોડયું. ચમરેંદ્ર પણ પાછળ આવતા વાના તેજને જોવામાં અસમર્થ બનીને શ્રી મહાવીરનું શરણુ લેવાની ઈચ્છાથી શરીરના વિસ્તારને સંકેત એકદમ ઉતાવળથી ભાગ્યો. એકદમ નજીક આવેલા વજને જોઈ “શરણ-શરણ” એમ , બોલતે સૂમરૂપ કરી ભગવાનના બે પગ વચ્ચે પેસી ગયો. તે શકે વિચાર્યું કે, અરિહંત વગેરેની નિશ્રા વગર અસુરેનું અહીં આવવાનું પિોતાની શક્તિથી સંભવતુ નથી એટલે અવધિજ્ઞાનથી તેની હકીકત જાણી તીર્થકરની આશાતનાના ભયે ત્યાં આવી ભગવાનના પગથી ચાર આંગળ દૂર રહેલ વજને તુરત જ પાછું લઈ લીધું અને ભગવાન સાથે ક્ષમાપના કરી અમરેંદ્રને કહ્યું “તને ભગવાનની કૃપાથી મુક્ત કર્યો છે, હવે તને કઈ ભય નથી” એમ ચમરેંદ્રને આશ્વાસન આપી ફરીવાર ભગવાનને નમી શક પોતાના સ્થાને ગયા. ચમરેંદ્ર પણ દેવેન્દ્ર ગયા પછી ભગવાનના બે પગ વચ્ચેથી નીકળી પ્રણામ કરી ભગવાનની સ્તુતિ કરી તે આ પ્રમાણે– “હે શ્રીમાન વીરજિનેન્દ્ર ! તમારું હંમેશા અતુલ કલ્યાણ થાવ. જે કલ્યાણના અદ્વિતીય દિવ્ય મહિમાથી મિશ્રિત તમારી નિશ્રા વડે કંઈક કર્મની બુદ્ધિથી પ્રાણીઓને સામી આવતી અને વિસ્તાર પામતી આપત્તિઓ પણ નાશ પામે છે અને સંપત્તિ વિલાસ કરે છે! આ પ્રમાણે સ્તુતિ કરીને ચમચંચા નગરમાં ગયા. ૯, એકસે આઠનું એક સમયે મોક્ષગમન – એક સમયમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસે આઠ સિદ્ધ થયા. આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy