SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન સારોદ્વાર-ભાગ-૨ ભગવાન ઋષભદેવના નિર્વાણુ વખતે એકસેાને આઠ એક સમયમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સિદ્ધ થયા એમ સભળાય છે. સંઘદાસગણુએ વસુદેવ ચારત્રમાં કહ્યું છે કે, જગદ્ગુરુ ભગવાન ઋષભદેવ એક લાખ પૂર્વ વર્ષમાં એક હજાર વર્ષાં ન્યૂન સમય કેવલીપણે વિચરી અષ્ટાપદ પર્વત પર દશ હજાર સાધુએ સાથે નિર્વાણને પામ્યા. આમાં પરમાત્મા પોતે પોતાના ૯૯ પુત્રો આઠ પૌત્ર સાથે ચૌદભક્ત એટલે છ ઉપવાસપૂર્વક મહા વદ (પેાષ વદ) તેરસના દિવસે અભિજીતનક્ષત્રમાં ચદ્રના યોગ હતા ત્યારે એક જ સમયમાં નિર્વાણ પામ્યા. બાકીના ૧૦૮ ઓછા એવા દશ હજાર સાધુએ એજ નક્ષત્રમાં સમયાંતરે સિદ્ધ થયા. આ પણ અનંતકાળે થયું હાવાના કારણે આશ્ચર્ય રૂપ છે. આ આશ્ચય ઉત્કૃષ્ટ અવગાહનાવાળાને આશ્રયિ જાણવુ', મધ્યમ અવગાહનાવાળા અનેક એકસે આઠ સિદ્ધ થાય છે, માટે તેમાં આશ્ચર્ય નથી. ૯૪ ૧૦ અસ યતીની પૂજા :– અસંયતી એટલે આરંભ પરિગ્રહવાળા અબ્રહ્મચારીઓની જે પૂજા-સત્કાર તે અસ યતીની પૂજા, જૈન શાસનમાં હંમેશા સયમીએ જ પૂજવા યાગ્ય છે. આ અવસર્પિણીકાળમાં આનાથી વિપરીત એટલે અસ યતાની પણ પૂજા વગેરે થઈ તે આશ્ચય. શ્રી સુવિધિનાથસ્વામિના નિર્વાણુ કાળ પછી કેટલાક સમય ગયા ખાદ હું ડા અવસર્પિણીના દોષના કારણે સાધુઓને! વિચ્છેદ થયા, તેથી ધમાના અજાણુ લેાકેા સ્થવિર (વૃદ્ધ) શ્રાવકોને ધર્મમાર્ગ પૂછવા લાગ્યા તે સ્થવિર શ્રાવકો પેાતાના જ્ઞાનાનુસાર કંઈક ધર્મ કહેતા હતા, તેમને તે લેાકેા શ્રાવકજન યાગ્ય ધન, વજ્ર વગેરે આપવા વડે પૂજા કરવા લાગ્યા. તેઓ પણ તે પૂજાથી અભિમાની બનીને તે વખતે પેાતાની બુદ્ધિથી શાસ્ત્રામાં જમીન, મકાન, પથારી, સેાનું, રૂપું, લેાખંડ, તલ, કપાસ, ગાય, કન્યા, હાથી, ઘેાડા વગેરેના દાના આલાક-પરલાકમાં મહાફળ આપનારા છે-એમ ગૂંથણી કરી. અને મહાઆસક્તિના કારણે “ અમે જ દાનને ઉચિત સુપાત્ર છીએ બાકીના બીજા બધા અપાત્ર છે.” એ પ્રમાણે ઉપદેશ કરવા વડે બધા લેાકેાને ઠગતા હોવા છતાં પણ તેવા પ્રકારના ગુરુના અભાવથી લાકોનાં ગુરુ બની ગયા. આ પ્રમાણે આ ક્ષેત્રમાં સમસ્ત તીના ઉચ્છેદ થવાથી શ્રી શીતલનાથસ્વામીના તીથ સુધી અસંયમી એવા તે બ્રાહ્મણેાની વિસ્તૃત પૂજા થઈ. આ દશે આશ્ચર્ય અન"તકાળ પછી આ અવસર્પિણીમાં થયા. ઉપલક્ષણથી આ દશ આશ્ચર્ય છે. એ સિવાય બીજા પણ જે અન'તકાળે થનારા હાય, તે તે પણ આશ્ચય રૂપે જાણવા. ૫ ચવસ્તુમાં આવતી ચારૂં...' ગાથા દ્વારા જણાવી છે. (૮૮૫–૮૮૬)
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy