SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ પ્રવચનસારોદ્ધાર जा चेव य जिणकप्पे मेरा सा चेव लंदियाणपि । नाणत्तं पुण सुत्ते भिक्खायरिमासकप्पे य ॥६१४॥ લંદ એટલે કાળ એ સિદ્ધાંતની પરિભાષાથી અર્થ થાય છે. તે કાળ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય-એમ ત્રણ પ્રકારે છે. તેમાં પાણીથી ભીને હાથ જેટલા સમયમાં સુકાઈ જાય, તેટલા સમયને લેકમાં જઘન્ય કાળ કહે છે. આ કાળનું જઘન્યપણું પ્રત્યાખ્યાન વિશેષના નિયમમાં વિશેષ પ્રકારે ઉપગી છે. નહીં તે સિદ્ધાંત પ્રમાણે એક સમયને જઘન્યકાળ કહ્યો છે. ઉત્કૃષ્ટ કાળ પૂર્વ કોડ પ્રમાણ છે. આ ઉત્કૃષ્ટ કાળ, ચારિત્રના પ્રમાણને આશ્રયિને સમજવું. નહીં તે ઉત્કૃષ્ટ કાળ તે પાયમ વગેરે સંભવે છે. મધ્યમ કાળ અનેક પ્રકારે છે. અહીં યથાલંદકલ્પને આશ્રયિને મધ્યમ કાળ, પાંચ રાત્રિ દિવસ પ્રમાણ છે. આગમાનુસારે, યથાલંદના વિવરણમાં ઉત્કૃષ્ટકાળ પાંચ રાત્રિ-દિવસ છે. પેટા, અર્ધપેટા વગેરેમાંથી કઈ પણ પ્રકારે શેરીમાં ભિક્ષા માટે પાંચ દિવસ સુધી ફરે છે, તેથી યથાલંદ કહેવાય છે. આમાં યથાલંદકેને પાંચ જ પુરુષનો ગ૭ (ગણ) હોય છે. પાંચ પુરુષોને સમૂહ જ આ ક૫ને સ્વીકારે છે. આ પ્રમાણે એકએક ગણનું ઉત્કૃષ્ટ પુરુષ પ્રમાણ આ છે. આ કલ્પમાં ઘણે વિષય કહેવા ગ્ય છે. પણ સમસ્ત વિષય કહેવાથી ગ્રંથ વિસ્તાર ઘણો થઈ જાય માટે યથાલંદકલ્પને સંક્ષેપમાં કહે છે. પાંચ પ્રકારની તુલનાદિરૂપ જિનકલ્પ વિષયક જે મર્યાદાઓ છે, તે જ પ્રાયઃ કરી યથાલંદિકેની પણ છે. યથાસંદિકોનો જિનકપીએથી જે તફાવત છે તે સ્ત્ર વિષયક, ભિક્ષાચર્યા અને માસક૫ વિષયક છે. (૬૧૧-૬૧૪) अहलंदिआण गच्छे अप्पडिबद्धाण जह जिणाणं तु । नवरं काल विसेसो उउवासे पणग चउमासो ॥६१५॥ યથાલદિક ગચ્છમાં પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ, જિનકપીઓની જેમ આચારવાળા-એમ બે પ્રકારે છે. પરંતુ કાલના પ્રમાણના વિષયમાં ભેદ છે. હતુબદ્ધ કાળે પાંચ દિવસે અને વર્ષાકાળે ચાર માસ, એક જ જગ્યાએ સ્થિર રહે. અલ્પ વક્તવ્ય હોવાથી પ્રથમ અતિ સંક્ષેપમાં માસકલ્પને તફાવત કહે છે. યથાલંદિકે બે પ્રકારે છે. ૧. ગરછમાં પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ. ગચ્છમાં પ્રતિબદ્ધ યથાસંદિક, કંઈક નહીં સાંભળેલ સૂત્રના અર્થને સાંભળવા માટે ગચ્છ પ્રતિબદ્ધ હોય છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy