SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯. યથાસંદિકકલ્પ ૩૩૧ આ કપમાં ગોચરી વગેરેના અભિગ્રહ નિયમ અપવાદ વગરના છે. એનું પરમ પાલન જ એમનું વિશુદ્ધિસ્થાન છે.” ૧૨. પ્રવજ્યાદ્વાર :–આ મુનિઓ બીજાને પોતાના કલ્પની સામાચારીના કારણે દીક્ષા આપતા નથી. કહ્યું છે કે, પિતાના કલ્પની સ્થિતિના કારણે બીજાને પ્રત્રજ્યા આપતા નથી. પરંતુ યથાશક્તિ ઉપદેશ આપે છે. ૧૩. નિપ્રતિકમતા દ્વાર -આ મહાત્માઓ પોતાના શરીરનું પ્રતિકર્મ એટલે સાર સંભાળ કરતા નથી. એટલે આંખનો મેલ કાઢવો વગેરે પણ ક્યારેય કરતા નથી. પ્રાણાંત કષ્ટ આવી પડે તે પણ અપવાદમાર્ગને સેવતા નથી. કહ્યું છે કે, નિપ્રતિકર્મ શરીરવાળા આ મહાત્મા કાયમ માટે આંખનો મેલ વગેરે દૂર કરવાનું પ્રતિકર્મ કરતા નથી. પ્રાણાંત કષ્ટ આવે તે પણ અપવાદ માગ સેવતા નથી, અલ્પબહત્વ એટલે લાભાલાભની વિચારણા સહિત એઓ હોય છે. અથવા શુભ ભાવથી ઘણું એમને હોય છે.” ૧૪-૧૫. ભિક્ષા અને વિહાર દ્વાર -એમને વિહાર અને ભિક્ષા ત્રીજી પિરિસિ એટલે ત્રીજા પ્રહમાં જ હોય છે. બાકીની પિરિસિમાં કાર્યોત્સર્ગ હોય છે. એમની નિદ્રા પણ અલ્પ હોય છે. કદાચ એમનું જંઘાબળ ક્ષીણ થયું હોય, તે એ મહાભાગ્યશાળી વિહાર ન કરવા છતાં પણ અપવાદમાર્ગને સેવતા નથી. પરંતુ યથાકલ્પ પોતાના યુગને (પોતાના કપને યથાસ્થિત) આરાધે છે. કહ્યું છે કે, ત્રીજી પરિસિમાં જ ભિક્ષાકાળ અને વિહારકાળ. બાકીના કાળે કાર્યોત્સર્ગ હોય છે. અને નિદ્રા પણ અલ્પ હોય છે. જઘાબળ ક્ષીણ થવાના કારણે વિહાર ન કરે, તે પણ અપવાદને સેવતા નથી. અને તે મહાભાગ યથાકલ્પ યેગને આરાધે છે (કરે છે.) (૬૧૦) ૬૯. યથાલદિકક૫ लंदं तु होइ कालो सो पुण उक्कोस मज्झिम जहन्नो । उदउल्लकरो जाविह सुक्कइ सो होइ उ जहन्नो ॥६११॥ उक्कोस पुव्यकोडी मज्झे पुण होंति एगठाणाई । एत्थ पुण पंचरत्तं उक्कोसं होइ अहलंदं ॥६१२॥ जम्हा उ पंचरत्तं चरंति तम्हा उ हुतिहालंदी । पंचेव होइ गच्छो तेसिं उकोसपरिमाणं ॥६१३॥
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy