SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ પ્રવચનસારોદ્ધાર ૭. ક૫દ્વાર – આ કલ્પ, સ્થિતકલ્પમાં જ હોય છે. અસ્થિતકલ્પમાં નથી હોતે. ‘સ્થિતક૫માં નિયમો હોય છે.” એવું વચન છે. તેમાં આલય વગેરે દશ કલ્પમાં જ સાધુએ રહ્યા હોય તે કલ્પ સ્થિત કલ્પ કહેવાય. જે સાધુઓ શય્યાતરપિંડ વગેરે ચાર કલ્પમાં રહેલા હોય અને આચેલક્ય વગેરે છ કપમાં ન રહ્યા હોય, તે અસ્થિતંકલ્પ કહેવાય. ૮. લિંગદ્વાર –બંને લિંગ હોય છે. દ્રવ્યલિંગ અને ભાવલિંગ બંનેમાંથી એક પણ વગર આ ક૫માં ઉચિત સામાચારીનો અભાવ છે. ૯. ધ્યાનકાર :-વધતા ધર્મધ્યાનપૂર્વક પરિહાર વિશુદ્ધિસ્વીકારે. પૂર્વ પ્રતિપનને તે આર્ત-ૌદ્રધ્યાન પણ નિરનુબંધી હોય છે. ૧૦. ગણુનાદ્વાર :-જઘન્યથી ત્રણ ગણ (સમૂહ) આ કલ્પ સ્વીકારે. ઉત્કૃષ્ટથી સે (ગણી સ્વીકારે. પૂર્વ પ્રતિપને તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી સે ગણ હોય છે. પુરુષગણના વડે જઘન્યથી સ્વીકારનારા સત્તાવીસ જ હોય છે. અને ઉત્કૃષ્ટથી એક હજાર હોય છે. અને પૂર્વ પ્રતિપન જઘન્યથી સો અને ઉત્કૃષ્ટથી હજાર હોય છે. કહ્યું છે કે, ગણ આશ્રયી જઘન્યથી ત્રણ ગણ ક૯૫ સ્વીકારનાર હોય છે. અને ઉત્કૃષ્ટથી સે ગણું હોય છે. પૂર્વ પ્રતિપન્નો તે ઉત્કૃષ્ટ અને જઘન્યથી સેંકડો જ હોય છે.” પુરુષ આશ્રયી જઘન્યથી સત્તાવીસ પુરુષ અને ઉત્કૃષ્ટથી હજાર પુરુષ કલ્પ સ્વીકારનાર હોય છે. બીજું જ્યારે પૂર્વ પ્રતિપન્ન ક૯૫વાળાઓમાંથી એક નીકળી જાય અને બીજો પ્રવેશ કરે ત્યારે સ્વીકારનારમાં એક ઓછો હોય તેને ઉમેરતા ક્યારે એક અથવા પૃથફવ (૨ થી ૮) પણ સ્વીકારનાર હોય છે. પૂર્વ પ્રતિપન્ન પણ આ પ્રમાણેની ભજના વડે ક્યારેક એક અથવા પૃથકત્વ હોય છે. કહ્યું છે, કે “એક એ છે થયેલ હોય ત્યારે સ્વીકારનાર એક પણ હોય છે. પૂર્વ પ્રતિપન્નમાં પણ ભજનાએ એક અથવા પૃથકૃત્વ હોય છે. ૧૧. અભિગ્રહદ્વાર – અભિગ્રહે ચાર પ્રકારે છે. ૧. દ્રવ્યાભિગ્રહ, ૨. ક્ષેત્રાભિગ્રહ, ૩. કાલાભિગ્રહ, ૪. ભાવાભિગ્રહ–આ ચારે અભિગ્રહ પરિહારવિશુદ્ધિકલ્પવાળાને હોતા નથી. કારણ કે આ કલ્પ જ યથક્ત સ્વરૂપવાળો અભિગ્રહરૂપ છે. કહ્યું છે કે, દ્રવ્યાદિ વિચિત્ર (જુદા જુદા) પ્રકારના કેઈપણ અભિગ્રહ તેમને હેતા નથી. કારણ કે એમને જ્યાં સુધી આ કલ્પ હોય છે. ત્યાં સુધી આ કલ્પ જ એમને અભિગ્રહરૂપે છે. ૧. સ્થિતકલ્પ એટલે પહેલા-છેલા તીર્થકરોના સમયને આચાર. ૨. અસ્થિતક૫ એટલે વચલા બાવીશ તીર્થકરોના સમયને આચાર. ૩. દ્રવ્યલિંગ એટલે સાધુવેષ અને ભાવલિંગ એટલે સાધુતા.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy