SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ પ્રવચનસારોદ્ધાર जत्थऽत्थमेइ सूरो न तओ ठाणा पयंपि संचलइ । नाएगराइवासी एगं च दुगं च अण्णाए ॥५७९॥ दुट्ठाण हत्थिमाईण नो भएणं पयंपि ओसरइ । एमाइनियमसेवी विहरइ जाऽखण्डिओ मासो ॥५८०॥ ગચ્છમાંથી નીકળી માસિકી મહા પ્રતિમાને સ્વીકારે છે. તેમાં ભેજનની અને પાણીની એક એક દત્તી છે. જ્યાં સૂર્ય આથમે ત્યાંથી એક ડગલું પણ આગળ ન ચાલે. એક એક જગ્યાએ એક રાત્રી રહે, બીજી રાત નહીં. કોઈને ખબર ન હોય તો એટલે અજ્ઞાતદશામાં બીજી રાત રહે. હાથી વગેરેના ભયથી એક ડગલું પણ દૂર સ્થાનમાં ન જાય. આવા નિયમે સેવવાપૂર્વક સંપૂર્ણ એક માસ અખંડિતપણે વિચરે. - સાધુ સમૂહરૂપ ગચ્છમાંથી નીકળીને, પ્રતિમા સ્વીકારનાર જે આચાર્ય વગેરે હોય, તે ચેડા ટાઈમ માટે બીજા સાધુને પોતાના પદ પર સ્થાપી, શુભ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં, શરદઋતુ વગેરે હોય ત્યારે, સકળ સાધુને બોલાવી ક્ષમાપના કરવાપૂર્વક એક માસ પ્રમાણ માટી પ્રતિજ્ઞાવાળી મહા પ્રતિમા સ્વીકારે છે. કહ્યું છે કે અત્યંત સંવેગપૂર્વક બાળ, વૃદ્ધ સહિત સમસ્ત સંઘને યથેચતપણે તથા વિશેષ પૂર્વક પૂર્વ કાળના વિરોધને ખમાવે, કે પૂર્વ કાળમાં મેં પ્રમાદ વશ જે કંઈ તમારી સાથે સારુ વર્તન ન કર્યું હોય, તેને હું તમને નિઃશલ્ય અને નિષ્કષાયપણે ખમાવું છું. તે પ્રતિમા અખંડધારારૂપ ભજનની એક દત્તિ અને પાણીની એક દત્તિ લે. ભેજન અજ્ઞાતપણે ગ્રહણ કરે. ઉદ્ધત વગેરે પાછળની પાંચ ભિક્ષામાંથી અલપકારી અને કપણું વગેરે પણ ન ઈચ્છે તેવી એક સ્વામિની માલિકીવાળી ગ્રહણ કરે. તેમાં પણ ગર્ભવતી, બાળવત્સા તથા ધાવતા છોકરાવાળી બાઈને છોડીને આપનાર હોય અને જેનો એક પગ ઉંબરામાં હોય અને બીજો પગ બહાર હોય-એ રીતે આપે તે ગ્રહણ કરે. (૫૭૮) જળ, સ્થળ, પર્વત વગેરે પર રહ્યા હોય અને ત્યાં જ સૂર્ય અસ્ત થઈ જાય, તે તે સ્થાનથી (ખસે) જ્યાં સુધી સૂર્યોદય ન થાય, ત્યાં સુધી એક ડગલું પણ ચાલે નહીં. - જ્યાં આગળ લોકો જાણે કે આ સાધુ પ્રતિમધારી છે, તે તે ગામ વગેરેમાં એક અહેરાવ રહે વધારે નહીં. જે ગામમાં કોને ખબર ન હોય કે “આ સાધુ પ્રતિમધારી છે. તે એક કે બે રાત્રિ રહે વધારે નહીં. દુષ્ટ એટલે હિંસક હાથી, સિંહ, વાઘ વગેરે જંગલી પ્રાણીઓના ભયથી એક ડગલું માત્ર પણ દૂર જતા નથી. જંગલી પ્રાણી મારવા આવતું હોય, ત્યારે સાધુ ઘર.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy