SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬. ચરણસિત્તરી ૩૧૩ પ્રતિમા સ્વીકારનારને કંઈક ન્યૂન દશપૂર્વને ઉત્કૃષ્ટથી શ્રુતને બેધ હોય છે. સંપૂર્ણ દશપૂર્વધારી અમેઘ વચની હોવાથી ધર્મદેશના દ્વારા ભવ્યાત્માઓ ઉપર ઉપકાર કરીને તીર્થવૃદ્ધિ કરનાર હોવાથી પ્રતિમા વગેરે કલ્પને સ્વીકારતા નથી. જઘન્યથી નવમા પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી આચાર નામની વસ્તુ સુધી શ્રુતાધિગમ સૂત્ર અને અર્થથી હોય છે, એટલે તે પૂર્વને તેટલે ભાગ વિશેષ હોય તે જઘન્ય. આટલા શ્રુતથી રહિત તે નિરતિશય જ્ઞાનવાળો હોવાથી કાળ વગેરેને જાણી શક્યું નથી. મમત્વના ત્યાગપૂર્વક તથા શારિરીક પરિકર્મના અભાવપૂર્વક આ પ્રતિમા ધારણ કરનાર હંમેશાં કાયોત્સર્ગમાં જિનકલ્પીની જેમ રહે છે અને દેવ, મનુષ્ય તથા તિર્યંચ સંબંધી ઉપસર્ગોને સહન કરે છે. પિંડ ગ્રહણની જે વિધિ તે એષણું, તે સાત પ્રકારે છે. ૧. સંસૃષ્ટ, ૨. અસંસૃષ્ટ, ૩. ઉદ્ધતા, ૪. અલ્પલેપી, ૫. અવગૃહિતા, ૬. પરિગૃહિતા, ૭. ઉજિઝતધર્મ. તેનું સ્વરૂપ આગળ કહેશે. આ એષણના અભિગ્રહ આ પ્રમાણે કરે, તે સાત એષણામાંથી પહેલી બે એષણ સિવાય પાંચનો અભિગ્રહ ગ્રહણ કરે. અમુક દિવસે છેલ્લી પાંચમાંથી એક ભેજન માટે અને એક પાણી માટે-એમ બે ને અભિગ્રહ કરે. પ્રતિમા સ્વીકારવાની ઈચ્છાવાળે પરિકર્મ કરતાં અલપકારક વાલ ચણું વગેરરૂપ અન્ન ગ્રહણ કરે. અને ઉપધિ પણ પોતાની બે એષણમાં મળેલ જ લે, ન મળે તે યથાકૃત ઉચિત પ્રાપ્તિ જે રીતે થાય તે રીતે કરે. ઉચિત ઉપધિ મળી જાય તે તેને છેડી દે. કહ્યું છે કે પિતાના કલ્પને જે ઉચિત હોય. તે ઉપકરણને શુદ્ધ બે એષણ યુક્ત ગ્રહણ કરે. તેનો અભાવ હોય, તે યથાકૃતને (જેવું હોય તેવું ) જ્યાં સુધી ઉચિત ન મળે ત્યાં સુધી લે, ઉચિત મળે એટલે યથાકૃત ત્યાગ કરે–એ પ્રમાણે ગચ્છવાસીને પણ સમજવું. કચિત ઉપધિ પોતાની બે એષણ વડે મેળવે. આ એષણું ચતુષ્કર્મા અંતિમ એષણા છે. ૧. કપાસ વગેરેનું ઉદ્દિષ્ટ જ વસ્ત્ર લઈશ. ૨. પ્રેક્ષિત જ લઈશ. ૩. વપરાયેલ જેવા ઉત્તરીય (એસ) વગેરે લઈશ. ૪. વપરાયેલ જેવા ઉત્તરીય વગેરે પણ ઉજિત એટલે ફેંકવા જેવા થયેલ હોય તે લઈશ. (૫૭૭) પરિકર્મ કર્યા પછી જે કરે, તે કહે છે. गच्छा विणिक्खमित्ता पडिवज्जइ मासियं महापडिमं । दत्तेगा भोयणस्स पाणस्सवि तत्थ एग भवे ॥५७८॥
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy