SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬. ચરણસિત્તરી ૩૧૫ ખસે તે લીલેરી વગેરેની વિરાધના થવાના ભયથી દૂર ન થાય. પણ અદુષ્ટ પ્રાણી હેય, તે સાધુ બાજુ પર જવાથી પિતાના માર્ગે જતું રહે. તેથી લીલેરી વગેરેની વિરાધના ન થાય. એ આશયથી બાજુ પર ખસે. આવા પ્રકારના વિવિધ અભિગ્રહના પાલક એટલે છાયામાંથી તડકામાં, તડકામાંથી છાયામાં ન જવું. વગેરે અભિગ્રહપૂર્વક ગ્રામાનુગ્રામ અખંડિત વ્રત-પૂર્વક સંપૂર્ણ માસ વિચરે. આદિ શબ્દથી બીજા પણ ઘણા નિયમ-વિશેષે જાણવા. કેમકે સંથાર, ઉપાશ્રય વગેરેની યાચના માટે, શંકાસ્પદ સૂત્ર કે અર્થને પૂછવા માટે, ઘર વગેરે બાબત પૂછવા માટે, ઘાસ લાકડા વગેરેની અનુજ્ઞા માટે, પૂછાયેલ સૂત્રના એક કે બે વાર જવાબ આપવા માટે પ્રતિમા ધારી બેલે, બીજી વાત ન બેલે, અથવા “જકારપૂર્વકની ભાષા ન લે. આગંતુક આગાર એટલે જ્યાં કાપેટીક વગેરે મુસાફરોની અવર જવર હોય એટલે ધર્મશાળા જેવા મકાનમાં, ખુલ્લા ઘરમાં એટલે નીચે તળીયું ન હોય. અને ઉપર છાપરૂં ન હોય, વૃક્ષના મૂળમાં એટલે કરીર વગેરે ઝાડના મૂળ આગળ-એવી ત્રણ પ્રકારની નિર્દોષ વસ્તીમાં જ રહે. બીજે ન રહે. કહ્યું છે કે વાચના, પૃચ્છા, અનુજ્ઞા, પૂછવાના જવાબમાં જ બોલનારા અને આગમન, વિવૃતગૃહ, વૃક્ષમૂળ–આ ત્રણ વસ્તીમાં જ રહેનારા પ્રતિસાધારી હોય છે.' અગ્નિથી ડરે નહીં એટલે ઉપાશ્રયમાં આગ લાગે તે ડરીને ઉપાશ્રયમાંથી નીકળી ન જાય, પણ જે કંઈ હાથ પકડી ખેંચીને બહાર લઈ જાય તે નીકળી જાય. પગમાં લાગેલ લાકડું, કાંટે કે કાંકરા વગેરેને ન કાઢે. આંખમાં લાગેલ ધૂળ, ઘાસ, મેલ વગેરેને પણ દૂર ન કરે. હાથ પગ મોઢા વગેરે અંગે નિર્દોષ પાણીથી પણ ન ધુવે. બીજા સાધુઓ વિશિષ્ટ કારણે પગ વગેરેને ધુવે પણ ખરા. (પ૭૯-૫૮૦) पच्छा गच्छमुवेई एवं दुमासी तिमासि जा सत्त । नवरं दत्ती वड्ढइ जा सत्त उ सत्तमासीए ॥५८१॥ પછી ગચ્છમાં આવે. એ પ્રમાણે બે માસિકી, ત્રણ માસિકીથી લઈ સાત માસિકી સુધીની સાત પ્રતિમાઓ દત્તિની વૃદ્ધિાપૂર્વક સાતમી પ્રતિમામાં સાત દત્તિ સુધી કરે. એક મહીને પૂરો થયા પછી ઠાઠમાઠથી (વિભૂતિપૂર્વક) સાધુ સમુદાયરૂપ ગચ્છમાં પાછા આવે. તે આ પ્રમાણે –જ્યાં ગચ્છ હોય તેની નજીકના ગામે પ્રતિભાધારી સાધુ આવે, ત્યારે આચાર્ય મહારાજ તેના સમાચાર મેળવે અને રાજા વગેરેને જણાવે કે પ્રતિમા સ્વરૂપ મહાન તપને પરિપૂર્ણ પાલન કરીને સાધુ મહારાજ અહીં પધાર્યા છે.” ત્યારે તે રાજા વગેરે લકે અને શ્રમણસંઘ બહુમાનપૂર્વક તેના તપના બહુમાન માટે અને
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy