SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ३०४ પ્રવચનસારે દ્ધાર ૩. સંસારભાવના-આ ભવરૂપી નાટકમાં મોટે ભાગે બુદ્ધિશાળી કે મૂખ, પૈસાદાર કે નિર્ધન, સુખી કે દુખી, રૂપવાન, કે કદરૂપો, સ્વામી કે સેવક, પ્રિય કે અપ્રિય, રાજા કે પ્રજા, દેવ કે પશુ, મનુષ્ય કે નારક બધાય નૃત્ય કરે છે. અનેક પાપકારી મહાઆરંભ વગેરે કારણે સેવી, પાપો બાંધી, ચારે દિશામાં ભયંકર અંધકારવાળી નારક ભૂમિમાં જઈ, અંગ છેદન-ભેદન-દહન-કલેશ આદિ મોટા દુખોને જ પામે છે. તે કહેવા માટે ચાર મોઢાવાળા બ્રહ્મા પણ સમર્થ નથી. માયા, આર્તધ્યાન વગેરે અનેક પ્રકારના કારણે વડે સિંહ, વાઘ, હાથી, બકરા, ઘેટા, બળદ, ગાય વગેરેરૂપ તિર્યંચગતિને પ્રાપ્ત કરે છે. ત્યાં ભૂખ, તરસ, વધ, બંધ, માર સહન કર, રોગ, ભાર વહન કર વગેરે જે દુઃખને હંમેશાં જીવ સહન કરે છે. તે કહેવા માટે કઈ પણ સમર્થ નથી. ભક્ષ્યા-ભક્ષ્યના વિવેક વગરના, બેશરમ, સેવ્ય-અસેવ્યની વિધિમાં ભાન વગરના, નિર્દયતા પ્રિય, અનાર્ય મનુષ્ય હમેશાં મહારંભ સમારંભ વગેરે દુસહ ફેલેશને કરતા મહા દુ:ખદાયક કર્મને બાંધે છે. આર્યદેશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો પણ ક્ષત્રિય, બ્રાહ્મણ વગેરે પણ અજ્ઞાન, દરિદ્રતા વ્યસન, દુર્ભાગ્યતા, રોગ, નોકરી, અપમાન, અવજ્ઞા વગેરે વડે હંમેશાં જે દુઃખને સહન કરે છે, તે દુઃખને દેવો પણ કહી શકતા નથી. કેળના ગર્ભ સમાન કમળ શરીરવાળા, યુવાન, સુખી પુરુષને અગ્નિના જેવા લાલાળ લોખંડની સોય વડે દરેક રોમરાજીમાં ભેંકવામાં આવે, તે વખતે જે દુઃખ થાય, તેનાથી આઠ ઘણું દુઃખ સ્ત્રીના ગર્ભમાં રહેલ જીવને હોય છે. અને તેનાથી અનંતગણું દુઃખ જન્મ વખતે હોય છે. બાલ્યાવસ્થામાં અજ્ઞાન વગેરેથી પેશાબ, વિષ્ટા, ધૂળ વગેરેમાં આળોટવાની નિંદિત પ્રવૃત્તિ કરી આનંદ મા, યુવાવસ્થામાં વૈભવ પ્રાપ્ત કરવામાં, ઈષ્ટ વિરહ, અનિષ્ટ સંગ વગેરેમાં પીડા સહન કરી, વૃદ્ધાવસ્થામાં શરીર કાંપે, આંખે દેખાય નહીં, શ્વાસ ચાલે -આ બધામાં એવી કઈ દશા છે કે જેમાં સુખને પામે? સમ્યક્ત્વ વગેરેને પાળવા વડે મેળવેલ દેવભવમાં જી, શેક, વિષાદ, ઈર્ષ્યા, ભય, અલ્પઋદ્ધિ, અદેખાઈ, કામ, માન વગેરેની અત્યંત પીડાથી દુઃખી થયેલા દીનતાપૂર્વક પિતાનું લાંબુ આયુષ્ય કષ્ટપૂર્વક ખપાવે છે. આ પ્રમાણે બુદ્ધિમાન શિવફળને કરનારી, ભવવૈરાગ્યરૂપ વૃક્ષ માટે સુધાવૃષ્ટિ કરનારી–આ સંસારભાવના ભાવવી જોઈએ. ૪. એકત્વભાવના :- અહીં સંસારમાં જીવ એકલો જ ઉત્પન્ન થાય છે. એક જ મરે છે. એકલો જ કર્મ બાંધે છે અને તેના વિવિધ પ્રકારના ફળો એકલે જ
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy