SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ચરણસિત્તરી ૩૦૩ ૧. અનિત્યભાવના:-અનિત્યતારૂ૫ રાક્ષસ વડે વા જેવા મજબૂત શરીરવાળા પણ કોળિયા થઈ જાય છે. તે પછી કેળના ગર્ભ જેવા નિઃસાર શરીરવાળાની શી વાત કરવી? બિલાડી જેમ દૂઘને આનંદથી સ્વાદ કરે છે પણ મારવા માટે ઉઠાવેલી લાકડીને જેતી નથી–તેમ લેકે પણ વિષયસુખનો સ્વાદ કરતાં હંમેશા યમને જોતા નથી. અરે અમે શું કરીએ? પર્વતમાંથી પડતી નદીના પ્રવાહ જેવું શરીર છે. જીવનું આયુષ્ય પવનથી હાલતી ધજા સમાન અસ્થિર છે. શરીરનું લાવણ્ય સ્ત્રીને ચંચળ નયનની પાંપણ જેવું છે. યુવાની મદોન્મત્ત હાથીના કાન સમાન ચંચળ છે. શેઠાઈ, સ્વામીપણું સ્વમની હારમાળા જેવું છે. લક્ષમી વીજળી જેવી ચપળ છે. પ્રેમ બે-ત્રણ ક્ષણ રહેનાર છે. સુખ સ્થિરતા વગરનું છે. ' | સર્વ બાબતમાં અનિત્યભાવના ભાવનાર પ્રાણ-પ્રિય પુત્ર વગેરે મરી જાય તે પણ શોક કરતા નથી. બધીયે વસ્તુમાં નિત્યતાની બુદ્ધિવાળે મૂરખ ભાંગી-તૂટી ઝૂંપડી તૂટી જાય તે પણ હંમેશાં રડે છે. માટે તૃષ્ણાના નાશપૂર્વક નિર્મમભાવને કરનારી અનિત્યભાવના શુદ્ધ બુદ્ધિવાળાએ હંમેશાં ભાવવી. ૨. અશરણુભાવના -પિતા, માતા, ભાઈ, બેન, પુત્ર, પત્ની વગેરેની સમક્ષ જ, અનેક આધિ-વ્યાધિના સમૂહે બંધાયેલા રાડ પાડતા પ્રાણીઓને કર્મરૂપી એરટાઓ ચમના મુખરૂપ ગુફામાં નાખે છે. હા હા ! કેવું કષ્ટ કે શરણુ રહિત લેક કેવી રીતે રહી શકે છે. . જેઓ જુદા જુદા શાસ્ત્રને વિસ્તારથી જાણે છે. જેઓ મંત્ર તંત્રની ક્રિયાઓમાં હોશિયારી ધરાવે છે. જેઓ જોતિષશાસ્ત્રમાં કુશળતા રાખે છે. તેઓ પણ સમસ્ત ત્રણ લેકને નાશ કરવામાં વ્યગ્ર એવા યમનો પ્રતિકાર કરવાના કાર્યમાં હોશિયારી ધારણ કરતા નથી. જુદા જુદા પ્રકારની શસ્ત્રકળામાં કુશળ એવા ઉદ્દભટ સુભ વડે ચારે તરફથી વિટળાયેલ અને તેજ ગતિવાળા મદોન્મત્ત સેંકડે હાથી વચ્ચે રહેલા હોવાથી ક્યારેય પણ, કેઈથી પણ પહોંચી જાણ ન શકાય એવા ઈંદ્ર, વાસુદેવ, ચક્રવર્તીઓને પણ બળાત્કારે યમના દૂતે અચાનક યમઘરે ઘસડી જાય છે. હા ! હા ! કેવી છની અશરણુતા છે. જેઓ જરા પણ કષ્ટ વગર મેરુપર્વતને દંડ અને પૃથ્વીને છત્ર સમાન કરવા માટે સમર્થ, તથા અસમાન બળને ધારણ કરનારા તીર્થંકર પણ, અહો ! સમસ્ત જનસમૂહના યમ ભયને દૂર કરવામાં સમર્થ નથી. સ્ત્રી, પુત્ર, મિત્ર વગેરેના સ્નેહરાગના બંધથી બચવા માટે શુદ્ધમતિથી અશરણભાવના ભાવવી જોઈએ.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy