SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૫ ૬૬. ચરણસિત્તરી ભોગવે છે. જીવે જે ધન પિતે અનેક પ્રકારના કષ્ટો વડે મેળવ્યું હોય, તે સ્ત્રી, પુત્ર, મિત્ર, ભાઈ વગેરે ભેગા થઈને ભોગવે છે અને તે કર્મના કારણે મનુષ્ય, દેવ, નરક, તિર્યંચભામાં અસંખ્ય દુસહ દુકાને જીવ એકલે જ સહન કરે છે. જીવ જે શરીરના માટે ચારે દિશામાં ભમે છે, દીનતા ધરે છે, ધર્મથી ભ્રષ્ટ થાય છે, અતિહિતકારીઓને પણ ઠગે છે, ન્યાયમાર્ગ ઉલ્લંઘે છે–તે શરીર પણ બીજા ભવમાં એક પગલું પણ આત્મા સાથે જતું નથી. તે પછી હે જીવ! તું કહે કે પરલેક જતાં કેની સહાય લઈશ? અને સ્વદેહ સ્વાર્થમાં જ રત છે- એમ સારી રીતે જાણીને બુદ્ધિમાને સર્વ સ્થાને કલ્યાણના કારણરૂપ એક ધર્મ જ સહાય કરનારે છે એમ ભાવના ભાવવી જોઈએ. પ. અન્યત્વભાવના :- અહો ! જીવ આ શરીરને પણ છોડી પરલોકમાં જાય છે, માટે આ શરીરથી જીવ જુદો છે, તે પછી પૈસા વગેરે પદાર્થ સમૂહની શી વાત કરવી? માટે કઈ શરીરને ચંદનનું વિલેપન કરે કે દંડ વગેરેથી મારે, ધન વગેરે કઈ આપે કે કઈ લઈ જાય, તે બધા પર સમભાવ રાખે. આ પ્રમાણે જે મહામતિ અન્યત્વ ભાવના ભાવે છે, તેનું સર્વસ્વ નાશ થવા છતાં પણ શેકને અંશ માત્ર પણ હેત નથી. ૬. અશુચિભાવના – જેમ દરિયામાં પડેલો પદાર્થ ખારાશમાં પરિણમે છે, તેમ શરીરના સંપર્કમાં આવેલા પદાર્થો પણ એલરૂપે પરિણમે છે. માટે આ શરીર હંમેશા અશુચિમય છે. લેહી અને શુક્રના મિલનથી બનેલ, ગર્ભમાં જરાયુથી વિટળાયેલ, માતાએ ખાધેલા પીધેલા પદાર્થોથી વધેલ, ગંદી ધાતુથી ઘેરાયેલું, કરમીયા, રેગ, શુંબડા વગેરેને સ્થાનરૂપ–આવા સર્વ મલેથી ગંદકીમય શરીરને કયે બુદ્ધિમાન પવિત્ર માને ? સ્વાદિષ્ટ, સુગંધી લાડુ, દહીં, ખીર, શેરડી, શાલિ, એદન, દ્રાક્ષ, પાપડી, અમૃતપાઠ, ઘેબર, સુંવાળી, કેરી વગેરે જે કંઈ ખાધુ હોય, તે તુરત જ જ્યાં બધી રીતે મલરૂપે થાય છે–તે અશુચિમય શરીરને મેહથી અંધ બનેલા આ પવિત્ર માને છે. મૂર્ખાઓ સેંકડો ઘડા પાણી વડે શરીરને સાફ કરી થોડો ટાઈમ સ્વચ્છ કરે છે. ઉત્તમ કસ્તૂરી વડે સુગંધી કરે છે. છતાં વિષ્ટાના કેથળા જેવા આ શરીરમાં શી રીતે પવિત્રતા અને સુગંધી આવી રહે? દિવ્ય સુગંધની સમૃદ્ધિ વડે દિશાઓને વાસીત કરતા ચંદન, કસ્તૂરી, કપૂર, અગરૂ, કુંકુમ વગેરે પદાર્થો પણ જેના સ્પર્શ માત્રથી ક્ષણવારમાં દુર્ગધી અને મલીન બની જાય છે, તે શરીરને કેટલાક પવિત્રરૂપ માને છે–તેઓની મૂર્ખતા જુઓ. આ પ્રમાણે શરીરની પરમાર્થથી અપવિત્રતા વિચારી બુદ્ધિમાન તે શરીરમાં કદીય મમતા ન કરે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy