SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર તે પછી પ્રવચનના અધિપતિ શ્રી સુધર્માસ્વામિએ તે અર્થોને સૂત્રરૂપે ગુંથ્યા. અરિહંતે અર્થ કહે છે અને ગણધરે સૂત્ર ગૂંથે છે.” તે પછી જંબુસ્વામિ, પ્રભવવામિ, સ્વયંભવસૂરિજી, યશેભદ્રસૂરિજી, સંભૂતિવિજયજી, ભદ્રબાહુસ્વામિ, સ્થૂલભદ્રસ્વામિ, મહાગિરિજી, સુહસ્તિસૂરિજી, ઉમાસ્વાતિ, શ્યામાચાર્ય વિગેરે આચાર્યોએ સ્વરચિત સૂત્રમાં વિસ્તારથી ગૂંથેલા અને ભવ્ય આગળ પ્રકાશિત કરેલા પદાર્થો અહિં સુધી લવાયા છે. પરોપકાર કરે તે મહાન ધર્મ છે. આ બાબતમાં તત્ત્વજ્ઞવાદીઓને કેઈપણ વિવાદ નથી. વર્તમાનકાલિન મંદબુદ્ધિવાળા જેના જ્ઞાન માટે તે સૂત્ર ગ્રંથમાંથી સંક્ષેપ કરીને આ પ્રકરણમાં પરોપકાર–૨સિક અંત:કરણવાળા પૂર્વકાલિન મૃતધર એ બનાવેલા પદાર્થોને હું સૂત્રાનુસારે ઉદ્ધાર કરું છું. આ પ્રમાણે ગુરુપરંપરા હોવાથી આ સૂત્ર (પ્રકરણ) અર્થથી સર્વજ્ઞમૂલક છે. પરંતુ આમાં મારી મૌલિક રચના કશી નથી અને નવું રચતે પણ નથી. માટે નિર્મળ બુદ્ધિવાળા ભવ્ય અને આ પ્રકરણ ઉપાદેય થાય છે. હવે પ્રવચનના સારરૂપ જે પદાર્થો કહેવાના છે, તે પદાર્થોના વિષયરૂપ ૨૭૬ દ્વારા સારી રીતે જાણી શકાય માટે ૬૪ ગાથા દ્વારા તે દ્વારા કહે છે. ૧ चिइवंदण-वंदणयं पडिकमणं पच्चखाणमुस्सग्गो । चउवीसममहियसयं गिहिपडिकमाइयाराणं ॥२॥ ચૈત્યવંદન, વંદન, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કાર્યોત્સર્ગ અને ગૃહસ્થના પ્રતિકમણના એકસેચોવીસ અનિચારે. [૧] ચિત્યવંદન દ્વાર - સર્વ કલ્યાણના મૂળરૂપપહેલું ચૈત્યવંદન દ્વાર. ચિત્તને જે ભાવ અથવા જે ક્રિયા તે ચૈત્ય.૧ ચિત્ય એટલે જિનપ્રતિમાઓ. ચંદ્રકાન્ત મણિ, સૂર્યકાન્ત મણિ, મરકતમણિ, ખેતી, પાષાણ વિગેરેથી બનાવેલ પ્રતિમાઓ પણ ચિત્તના ભાવવડે કે ક્રિયાવડે સાક્ષાત તીર્થકરપણાની બુદ્ધિને ઉત્પન્ન કરતી હોવાથી ચૈત્ય તરીકે કહેવાય છે. તે પ્રતિમાઓને જે વંદન એટલે મન-વચન-કાયાના પ્રણિધાનપૂર્વકની સ્તવના તે ચૈત્યવંદના, આ દ્વારમાં તેની વિધિ કહેવાશે. [૨] વંદન દ્વાર:જેના વડે પૂજ્ય ગુરુવર્યોને વંદાય તે વંદન. આ દ્વારમાં વંદનની વિધિ કહેવાશે. * ૨ “અરવિડ ઘ” આ સૂત્ર (પા. ૫-૧-૧૨૬) અનુસારે થન્ન પ્રત્યય લાગવાથી ચિત શબ્દથી ચિત્ય શબ્દ થયો છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy