SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-સારોદ્ધાર નમિઝળ” પદ વડે વિવક્ષિત શાસ્ત્રની શરૂઆતમાં યુગાદિદેવને નમસ્કાર કરીને સકલ કલ્યાણના મૂળરૂપ ભાવ-મંગલ કર્યું. “ઘવાળસાહદ્ધાર” પદ વડે અભિધેય (વિષય) કહ્યો. “મવાળ કાળા નિમિત્ત” પદવડે પ્રજને કહ્યું. પ્રયેાજન બે પ્રકારનું છે. (૧) પ્રકરણકારનું અને (૨) શ્રેતાઓનું. અને તે બંને પણ બે પ્રકારે છે. (૧) પરંપર (૨) અનંતર. તેમાં પ્રકરણકારનું અનંતર પ્રયોજન પ્રવચનના સારરૂપ પદાર્થોને ઉદ્ધાર કરીને પ્રાણીઓ પર ઉપકાર કર. અને પરંપર પ્રજન પરમપદની પ્રાપ્તિરૂપ છે. પરમપદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભવ્ય પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારને નિર્મળ સુખના સમૂહરૂપ વિશાળ સામ્રાજ્ય, સહજ સુંદર રમણવર્ગને વૈભવથી શોભતા સ્વર્ગસુખ વિગેરેની પ્રાપ્તિ થાય જ છે. કહ્યું છે કે જે સર્વોક્ત ઉપદેશ વડે દુઃખથી તપેલા પ્રાણીઓ ઉપર ઉપકાર કરે છે, તે ચેડા જ સમયમાં મોક્ષને પ્રાપ્ત કરે છે.” શ્રોતાઓને અનંતર પ્રયોજન પ્રવચનના સારરૂપ કેટલાક પદાર્થોનું યથાર્થ જ્ઞાન. અને પરંપરા પ્રોજન તેઓને પણ પરમપદ (મેક્ષ)ની પ્રાપ્તિ જ છે. તે આ પ્રમાણે - યથાવત્ પ્રવચનના સારરૂપ કેટલાક પદાર્થોના જ્ઞાનવાળા, સ્વાભાવિક રીતે અસાર એવા સંસારથી વૈરાગ્ય પામીને પરમપદની પ્રાપ્તિ માટે અદ્વિતીય પ્રયત્ન આચરે છે. તેથી સમસ્ત કલ્યાણકારક મોક્ષ પામે છે. કહ્યું છે કે - સમ્યગ્ર ભાવનાજ્ઞાનથી સંસારથી વિરક્ત થયેલા છ ક્રિયામાં રૂચિવાળા થઈ નિરાબાધપણે પરમગતિરૂપ મોક્ષને પામે છે. સંબંધ બે પ્રકારે છે. (૧) ઉપાયે પેયરૂપ અને (૨) ગુરુપરંપરારૂપ. તેમાં પહેલો સંબંધ તર્કનુસારીઓ માટે છે, તે આ પ્રમાણે –વચનરૂપે પ્રાપ્ત થયેલ આ શાસ્ત્ર ઉપાય છે અને આ શાસ્ત્રના પદાર્થોનું સમ્યગૂ પરિજ્ઞાન અથવા મેક્ષપદ-એ ઉપેય છે. પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ પણ તે જ્ઞાનથી જ થાય છે. શ્રદ્ધાનુસારી માટે ગુરુપરંપરારૂપ બીજો સંબંધ છે. તે આ પ્રમાણે પ્રચંડ કિરણના સમુદાયથી અતિ દેદીપ્યમાન, મનહર કેવળજ્ઞાનના પ્રકાશથી અતિ ઘનઘેર અને વિસ્તૃત અજ્ઞાનરૂપી ઘાતી કર્મના વાદળાને તિરસ્કાર કરનાર, પ્રચંડ ધગધગતા અગ્નિ સમાન શુભધ્યાનથી ઘાતકર્મોને નાશ કરી સમસ્ત જીવાજીવાદિ પદાર્થોને યથાવસ્થિત જણાવનાર, અદ્વિતીય કેવળજ્ઞાનરૂપ પ્રકાશ પ્રગટ કરીને દેવપુરીથી પણ ચડીયાતી વિશુદ્ધ સમૃદ્ધિના સમૂહને તિરસ્કાર કરનારી અપાપાનગરીમાં સમસ્ત લેકની આંખેને અત્યંત આનંદૈત્સવ કરાવનાર, અનુપમ ત્રણ ગઢથી શોભિત સમવસરણ વચ્ચે રહેલ, વિવિધ પ્રકારના ૨થી જડેલ સિહાસન પર બેસીને વિશિષ્ટ મહાપ્રાતિહાર્ય વિગેરે પરમાઈનત્ય સમૃદ્ધિ સૂચકમહિમાવાળા, શ્રી મહાવીર સ્વામીજી ભગવંતે દેવ, દાનવ, કિન્નર અને મનુષ્યના સ્વામિઓના સમુદાયયુક્ત સભામાં પ્રવચનના સારભૂત સર્વ પદાર્થો અર્થથી પ્રરૂપ્યા.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy