SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪. સિદ્ધોનું સંસ્થાન ૨૧૯ પાંડુકવનમાંથી સંહરણ દ્વારા બે સિદ્ધ થાય છે. દરેક પંદર કર્મભૂમિમાંથી જન્મથી એક આઠ સિદ્ધ થાય છે. સિદ્ધપ્રાભૂત સૂત્રમાં પણ કહ્યું છે કે, સં હરણ દ્વારા દસ, પાંડુકવનમાંથી બે અને પંદરકર્મભૂમિમાંથી એક સમયમાં એકસો આઠ સિદ્ધ થાય છે. તથા ઉત્સપિણ, અવસર્પિણીના ત્રીજા ચોથા આરામાં એક સમયે એક સે આઠ અને અવસર્પિણીના પાંચમા આરામાં એક સમયે વીસસિદ્ધ થાય છે. ઉત્સર્પિણી અવસર્પિણીના બાકીના દરેક આરામાં સંહરણથી દસ સિદ્ધ થાય છે. સિદ્ધપ્રાભૂતમાં કહ્યું છે કે “ઉત્સર્પિણ અવસર્પિણના ત્રીજા ચેથા આરે એક સે આઠ, અવસર્પિણીના પાંચમા આરામાં વીસ સિદ્ધ થાય છે? નહીં કે ઉત્સર્પિણીના પાંચમા આરામાં કેમકે તેમાં તીર્થને અભાવ છે અને બાકીના આરામાં દસ દસ એક સમયમાં સિદ્ધ થાય છે.” (૪૮૦-૪૮૧) ૫૪. સિદ્ધનું સંસ્થાન दीहं वा हस्सं वा जं संठाणं तु आसि पुव्वभवे । तत्तो तिभागहीणा सिद्धाणोगाहणा भणिया ॥ ४८२ ॥ દીર્ઘ=ઉત્કૃષ્ટથી પાંચ ધનુષ્ય પ્રમાણુ અને હૃસ્વ=જઘન્ય બે હાથ પ્રમાણ મધ્યમ વિવિધ પ્રકારના સંસ્થાન એટલે આકૃતિ, જે ચરમભાવમાં હોય તેને પેટ વગેરેનો પોલાણ ભાગ પૂરાવાથી ત્રીજો ભાગ ઓછી સિદ્ધોની અવગાહના હોય છે. એમ તીર્થંકર ગણધરોએ કહ્યું છે. એટલે કે સિદ્ધગતિમાં સિદ્ધ ભગવાનનાં સંસ્થાનના પ્રમાણથી ત્રીજો ભાગ હીન સંસ્થાનનું પ્રમાણ હોય છે. (૪૮૨) जं संठाणं तु इहं भवं चयंतस्स चरिमसमयंमि । आसीय पएसघणं तं संठाणं तहिं तस्स ॥ ४८३ ॥ ઉપરોક્ત વાતને જ એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે. મનુષ્યભવમાં જેટલા પ્રમાણનું સંસ્થાન હેય. તે ભવ છોડતી વખતે એટલે શરીર કે સંસારને છોડતી વખતે એટલે કાગને છેડતી વખતે ચરમ સમયે અપ્રતિપાતિ ધ્યાનના બળથી મુખ–પેટ વગેરે પોલાણ ભાગ પૂરીને ત્રીજો ભાગ ઓછો એવો આત્મપ્રદેશનો પ્રદેશઘન થવાની સૂમક્રિયા થાય છે. તે પ્રદેશઘન મૂળ અવગાહનાની અપેક્ષાએ ત્રીજો ભાગ ઓછો હોય છે. એ જ પ્રમાણવાળી લેકના અગ્રભાગે સિદ્ધોની અવગાહના હોય છે. (૪૮૩) उत्ताणओ य पासिल्लओ य ठियओ निसन्नओ चेव । जो जह करेइ कालं सो तह उववज्जए सिद्धो ॥४८४॥ ૧, ગાથામાં વા શબ્દ છે તે મધ્યમ અવગાહના માટે છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy