SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ પ્રવચનસારાદ્ધાર વાલુકાપ્રભા સુધીના નાર કે અંતઃક્રિયા કરે છે. પંકપ્રભા નારકીના નારા ઉત્કૃષ્ટથી ૪, અસુરકુમારા ૧૦, અસુરકુમારી પ–એ પ્રમાણે અસુરકુમાર અને એની દેવીની જેમ સ્તનીતકુમાર અને એની દૈવી સુધીના નવ ભવનપતિમાં જાણી લેવું. પૃથ્વીકાયમાંથી ૪, અકાયમાંથી ૪, વનસ્પતિકાયમાંથી ૬, પોંચેન્દ્રિય તિય ચ પુરુષ અને સ્ત્રીમાંથી ઇસ, ઇસ. મનુષ્ય પુરુષમાંથી દસ, મનુષ્ય સ્રીમાંથી ૨૦, વાણવ્ય’તરમાંથી દસ, વાણવ્યંતરીમાંથી પાંચ, જાતિષદેવમાંથી દસ, જયેાતિષીદેવીમાંથી વીસ, વૈમાનિકદેવમાંથી એકસા આઠ અને દેવીમાંથી વીસ. સિદ્ધપ્રાભૂતની ૪૮મી ગાથામાં ‘સેમાળ નળ સ સા’ એ પ્રમાણે દેવગતિ સિવાયની ખીજી ત્રણ ગતિમાંથી દસ-દસ કહેલા છે. તત્ત્વ' કેવલિ ગમ્ય અહીં પુરુષવેદી દેવા વગેરેમાંથી નીકળી બીજા ભવમાં કેટલાક જીવા પુરુષરૂપે, કેટલાક સ્રીરૂપે, કેટલાક નપુસકરૂપે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે વેદ અને ૧નપુ ંસકવેદ્યમાંથી નીકળનારની પહેલાંની જેમ ત્રિભ'ગી જાણવી. એટલે કુલ નવ ભાંગા થાય. તેમાં પુરુષમાંથી નીકળી પુરુષ થઈ જે સિદ્ધ થાય, તે એક સમયમાં એકસો આઠ સિદ્ધ થાય. બાકીના આઠ ભાંગામાંથી દશ-દશ જ સિદ્ધ થાય છે. આના ભાવાર્થ આ પ્રમાણે છે કે, દેવામાંથી આવી પુરુષ થઈને એક સમયમાં એકસે આઠ સિદ્ધ થાય છે. સ્ત્રી અને નપુંસક થઈને દરેક દસ દસ સિદ્ધ થાય છે. દેવીમાંથી આવેલ પુરુષ થઈને દસ જ સિદ્ધ થાય છે. એ પ્રમાણે સ્ત્રી અને નપુંસક થઈને પણ દસ સિદ્ધ થાય છે. જે વૈમાનિકદેવી, જ્યાતિષદેવી, મનુષ્ય સ્ત્રીમાંથી આવેલા હાય, તે વીસ સિદ્ધ થાય એમ કહ્યું છે. તે પુરુષ, સ્ત્રી, નપુંસકના બે સંચાગી કે ત્રણ સંચાગી ભાંગા ભેગા કરવાથી વીસ સિદ્ધ થાય છે, પણ ફક્ત પુરુષ, સ્ત્રીએ કે નપુંસકા નહીં, જો કે વીસ સ્ત્રીએ એક સમયમાં સિદ્ધ થાય એમ કહ્યું છે. તેમાં પણ કેટલાક પુરુષમાંથી આવેલા, કેટલાક સ્ત્રીઓમાંથી, કેટલાક નપુ સકમાંથી આવેલાને ભેગા કરવાથી વીસસિદ્ધ થાય છે. પણ કેવળ પુરુષમાંથી આવેલ કે કેવળ સ્ત્રીમાંથી આવેલ કે કેવળ નપુંસકમાંથી આવેલ સિદ્ધ થતા નથી. આ રીતે સવ ભાંગાને વિચાર કરવા. સિદ્ધપ્રાભૂત સૂત્રમાં કહ્યું છે કે ખાકીના આઠ ભાંગામાં દસ દસ એક સમયમાં સિદ્ધ થાય છે. (સિદ્ધપ્રાભત ગાથા ૫૦) અહીં ખીજી પણ વિશેષ હકીક્ત બતાવે છે. નંદનવનમાંથી એક સમયમાં ચાર સિદ્ધ થાય છે એમ સિદ્ધપ્રાભત ટીકામાં કહ્યું છે. તથા એક વિજયમાંથી વીસસિદ્ધ થાય છે. વીસા વાયરે વિત્તયે એ વચનથી સહરણ દ્વારા કર્મ ભૂમિ, અકમભૂમિ, ફૂટ, પર્યંત વગેરે સર્વે સ્થાનેમાંથી એક સમયમાં દસ ઘેંસ સિદ્ધ થાય છે. ૧. નારકી બધા નપુ`સક હેાય છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy