SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૫૨ ) શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરાદ્ધ 27 તુજ છે. ” સ્થૂલિભદ્રે “ મને ચાર માસ નિવાસ કરવા માટે ચિત્રશાલા આપ. એમ કયું. એટલે વેશ્યાએ કહયુ કે “ ભલે આપ તેમાં સુખેથી નિવાસ કરો. ” પછી વેશ્યાએ સજ્જ કરેલી ચિત્રશાલામાં જાણે કામદેવના સ્થાન પ્રત્યે ધર્મ પેાતેજ પ્રવેશ કરતા ન હાય ? એમ સમર્થ એવા સ્થૂલિભદ્રે પેાતાના પરાક્રમથી પ્રવેશ કર્યા. મુનિને છ રસના આહારનુ ભાજન કરાવીને પછી કાશા વેશ્યા, ઉત્તમ પ્રકારના શૃંગારને ધારણ કરી તેમને ક્ષેાભ પમાડવા માટે ચિત્રશાલામાં આવી અદ્ભુત રૂપવાલી દેવાંગનાની પેઠે કાશ્યાએ પ્રથમ મુનિ આગલ બેસીને આદરથી હાવભાવાદિ પ્રગટ કર્યો. ત્યાર પછી કામને પ્રગટ કરનારા અને પાતે પ્રથમ એકાંતમાં ભેાગવેલા સુરત સુખને સંભાળ્યું. છેવટ કાશાએ મહામુનિને ક્ષેાભ પમાડવા માટે જે જે કાંઇ કર્યું, તે સઘલું અરણ્યમાં માણસના રૂદનની પેઠે વૃથા નિવડયું. વેશ્યાએ સુનિને ક્ષેાભ પમાડવા માટે રાત્રીએ પૂરેપૂરા ઉજાગરા વેઠયા, પરંતુ તે મહામનવાલા મુનિરાજ જરા પણ ક્ષેાભ પામ્યા નહીં, ઉલટા તે વેસ્પાના ઉપસર્ગીયો મુનિને ધ્યાનાગ્નિ, જલથી મેઘાગ્નિની પેઠે વધારે દીપવા લાગ્યા. પછી તે કાશા વેશ્યા “ મેં મુગ્ધપણાથી પૂર્વની પેઠે તમારી સાથે ક્રીડા કરવાની ઇચ્છા કરી, તેથી મને ધિક્કાર થાએ ” એમ પોતાના આત્માની નિદા કરતી છતી મુનિના ચરણુમાં પડી. પછી તે સ્થૂલિભદ્ર મુનિએ કરેલા ઇંદ્રિયાના ઉત્કૃષ્ટજયથી ચમત્કાર પામેલી કાશા વેશ્યાએ શ્રાવકપણું અંગીકાર કરી એવા અભિગ્રહ લીધા કે “ રાજા પ્રસન્ન થઇ હારે ત્યાં જે પુરૂષ માકલે તે પુરૂષ વિના ખીજા પુરૂષાના મ્હારે આ ભવમાં નિષેધ છે. ” પછી વર્ષોઋતુ પૂર્ણ થઈ એટલે પેલા ત્રણ સાધુએ પેાત પેાતાના અભિગ્રહ પૂર્ણ કરી અનુક્રમે ગુરૂ પાસે આવ્યા. પ્રથમ સિંહની ગુફાના દ્વાર આગલ રહેનારા સાધુ ગુરૂ પાસે આવ્યા. એટલે ગુરૂએ કાંઇક ઉઠીને “ હે દુષ્કર કરનારા ! તમને સુખ છે. ” એમ પૂછ્યું. ખીજા બન્ને મુનિએ આવ્યા, ત્યારે પણ તેમને ગુરૂએ એજ પ્રમાણે કહ્યું. કારણ સરખી પ્રતિજ્ઞા પૂર્ણ કરનારાને તેમના ઉપરી તરફ્થી સત્કાર પણ સરખાજ થાય છે. પછી સ્ફુલિભદ્રને આવતા જોઈ ગુરૂએ “ હે દુષ્કર દુષ્કરકારક સુશ્રમણુ ! તમે ભલે આવ્યા. ” એમ ઉભા થઇને કહ્યું, એટલે પેલા ત્રણે સાધુઓને ઈર્ષ્યા ઉત્પન્ન થઇ, તેથી તેઓ વિચારવા લાગ્યા કે “ એ સ્થૂલિભદ્ર મંત્રીપુત્ર ખરેો ની ? માટે ગુરૂએ તેને એવું આમત્રણુ કર્યું. જે ષડ્સના આહારથી દુષ્કર દુષ્કર થવાતુ હશે તે આવતા ચામાસામાં અમે પણ તેજ અભિગ્રહ લેશું.” આ પ્રમાણે વિચાર કરી તે ત્રણે ઈર્ષ્યાવંત સાધુઓએ સંયમનું પાલન કરતાં છતાં અનુક્રમે આઠ માસ નિમન કર્યા. પછી સંતુષ્ટ મનવાલા સિંહગુફાવાસી મુનિએ ગુરૂ પાસે એવી દુષ્કર પ્રતિજ્ઞા કરી કે “ હું ભગવન્ ! હું ષડરસ ભાજન કરતા છતા નિરંતર બ્રહ્મચર્ય થત
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy