SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસ્થલિભદ્રસ્વામી નામના અંતિમ શ્રુતકેવલીની કથા. (૩પ૩ ) ધારણ કરી કેશા વેશ્યાના ઘરને વિષે ચાતુર્માસ રહીશ. ” ગુરૂએ “આ સ્યુલિભદ્રની ઈર્ષ્યાથી આવો અભિગ્રહ ધારણ કરે છે.” એમ ઉપયોગથી વિચારી તેને કહ્યું. “ હે સાધો ! દુષ્કરથી પણ દુષ્કર એવા એ અભિગ્રહને તું ન સ્વીકાર, કારણ સ્થૂલિભદ્ર વિના બીજે કયે મુનિ એ વ્રત પાલવા સમર્થ છે ? " સિંહગુફાવાસી શિવે ફરીથી કહ્યું. “ આપ એ અભિગ્રહને અતિ દુષ્કર કહે છે, પણ હારે તો તે દુષ્કર દુષ્કર નથી, માટે હું તો તેજ અભિગ્રહ લઈશ.” ગુરૂએ કહ્યું. “ આ અભિગ્રહથી હારૂં વ્રત ભંગ થશે કારણ શક્તિથી અધિક ઉપાડેલે ભાર, શરીરને ભંગ કરવાને અર્થે થાય છે.” ગુરૂનાં આવાં વચનની અવગણના કરી તે મુનિરાજ, પિતાને વિજયવંત માનતા છતાં કામદેવના નિવાસ સ્થાન રૂપ કોશાના ઘર પ્રત્યે ગયા. કેશા વેશ્યાએ પણ તેને લિભદ્રની ઈર્ષ્યાથી આવેલ જાણું હારે તેને શિક્ષા કરવી જોઈએ” એમ ધારી વંદના કરી. મુનિરાજે પોતાના નિવાસ માટે સુશોભિત એવી ચિત્રશાલા માગી અને વેશ્યાએ તે આપી તેથી તેમાં મુનિરાજે નિવાસ કર્યો. ષડરસના આહારનું ભજન કરાવ્યા પછી લાવણ્યના ભંડાર રૂપ કેશાવેશ્યા, પરીક્ષા કરવા માટે તુરત મુનિ પાસે આવી. મૃગના સરખા નેત્રવાલી તે વેશ્યાને જોઈ મુનિ તત્કાલ સેંભ પામ્યા. કારણ ઉત્તમ લાવણ્યના ભંડાર સમાન તેવી સ્ત્રી અને પરસમય ભોજન કેને વિકાર કરનારું ન થાય? પછી કામની પીડાથી યાચના કરતા મુનિને કેશાએ કહ્યું “હે સાધે! અમે વેશ્યાઓ દ્રવ્યને આધિન છીએ.” મુનિએ કહ્યું. “હે કમલમુખી! તું ઝટ મહારા ઉપર પ્રસન્ન થા. અમારી પાસે દ્રવ્ય કયાંથી હોય? કારણ સાધુઓ દ્રવ્યરહિત હોય છે.” વેશ્યાએ મુનિને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી કહ્યું. “ નેપાલ દેશનો રાજા, નવીન મુનિને એક રત્નકંબલ આપે છે, તે લઈ આવે. જેથી તમારું ધારેલું કાર્ય થશે.” વેશ્યાનાં આવાં વચન સાંભળીને મુનિ, બહુ કાદવથી દુર્વહ એવા માર્ગમાં પગલે પગલે ખલના પામતા છતાં અકાલે (ચોમાસામાં) નેપાલ પ્રત્યે ગયા ત્યાં જઈ તેમણે રાજા પાસેથી રત્નકંબલ લીધું પછી તે મુનિ, જે માર્ગે થઈને પાછા આવતા હતા તે માર્ગને વિષે ચરો રહેતા હતા એ પાલેલા શકુન પિપટે “લક્ષ જાય છે.” એમ શબ્દ કર્યો, તે ઉપરથી ચાર લોકોના અધિપતિએ પિતાની આગલ રહેલા પુરૂષને કહ્યું કે “કેણ જાય છે ? ” તે પુરૂષ વૃક્ષ ઉપર ચડી ચારે તરફ જોઈ રાજાને કહ્યું કે “ હે વિજો ! એક સાધુ વિના બીજું કઈ આવતું નથી ” પછી ચારોએ સાધુ પાસે જઈ તપાસી જોયું પણ કાંઈ દ્રવ્ય ન મલવાથી તેને છેડી દીધો. પોપટે ફરી “ લક્ષ જાય છે ” એમ ઉચ્ચાર કર્યો, તે ઉપરથી ચાર રાજાએ કહ્યું કે “હે સાધે ! લ્હારી પાસે શું છે તે કહે?” મુનિએ કહ્યું. “હે ભૂપતિ ! મેં વેશ્યાને માટે આ વંશમાં રત્નકંબલ નાખી છે.”
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy