SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ કમળમાજન ાતન... શ્રી શિવસૂરિ નામના કુતકેવલીની કથા (૩૩) પુત્ર છે? તે તું કહે ?” તે મનક બાળકે કહ્યું. “હું રાજગૃહ નગરથી અહીં આવ્યો છું. વત્સ ગોત્રમાં ઉત્પન્ન થએલા શર્યભવનો પુત્ર છું. હું ગર્ભમાં હવે તે વખતે હારા પિતાએ હષથી દીક્ષા લીધી છે, માટે હું તેમને જોવા માટે આ વ્યો છું. જે આપ મારા પિતા શäભવને ઓળખતા હે તે હે પૂજ્ય ! મને પ્રસન્ન થઈને કહે કે તે ક્યાં છે? હું પણ મહારા પિતાને જોઇ તેમની પાસે દીક્ષા લઈશ. કારણ પિતાએ જે આચર્યું હોય તે સુપુત્ર પણ કરે છે.” શયંભવ આચાર્ય કહ્યું. “હું હારા પિતાને ઓળખું છું. તે મહારા મિત્ર છે. હું અને તે ફક્ત દેહથીજ ભિન્ન છીએ, બાકી અમારે જીવ તો એક જ છે. માટે તું હારા પિતાના સરખે મને જાણું. તેમની પાસે અથવા તે હારી પાસે તું સંયમ ગ્રહણ કર. ક્યારે પણ ધર્મકાર્યમાં વિલંબ કરવો નહિ.” કુમારે તે વાત અંગીકાર કરી એટલે શખંભવે તેને તુરત દીક્ષા આપી. ખરું છે કે મહાત્માઓનું તેજ હિતકારી કર્તવ્ય છે. શ્રી શયંભવ ગુરૂએ કૃત ઉપયોગથી તે બાળકનું છ માસનું આયુષ્ય બાકી જાણી તેને અભ્યાસ કરાવવા માટે શાસ્ત્રસમૂહથી દશવૈકાલિક સૂત્ર ઉદ્ધ. આચાર્ય ઉત્તમ એવા દશ અધ્યયનથી યુક્ત એવા એ સૂત્રને અકાલે રયું તે ઉપરથી અજ્ઞાન રૂપ અંધકારને નાશ કરનારા તે સૂત્રનું “દશવૈકાલિક” એવું નામ પડ્યું. સૂરિએ મનકને તે સૂત્ર આનંદથી ભણાવ્યું. કહ્યું છે કે સ્ફોટા મહાત્માઓને બીજાઓ ઉપર પણ એજ હિત કર્તવ્ય છે. મનકને આરાધનાદિ સર્વ કૃત્ય સૂરિએ પોતે કરાવ્યું. છ માસને અંતે મનક કાલ કરી દેવલોક પ્રત્યે ગયો. મનક મૃત્યુ પામ્યા એટલે શય્યભવ મુનીશ્વરના નેત્રથી શરઋતુના મેઘની પેઠે આંસુની ધારા થવા લાગી. તુરત દુખથી વિસ્મય પામેલા યશભદ્રાદિ શિષ્યોએ તેમને વિનંતિ કરી કે “હે પ્રભો! આમ દીલગીર થવાનું શું કારણ છે ?” પછી શય્યભવ સૂરિએ તે પિતાના શિષ્યોને મનકનું ચરિત્ર તથા તેની સાથે થતે એ પોતાના પિતા પુત્રને સંબંધ કહી સંભળાવ્યો અને કહ્યું કે “બાલ છતાં પણ અબાલની પેઠે એ મનકે થોડા કાળમાં નિર્મલ ચારિત્ર પાળી સમાધિવડે કોલ કર્યો છે એથી ઉત્પન્ન થએલા હર્ષવડે મને અશુપાત થયું છે. બીજું સઘળું ત્યજી દેવું સહેલું છે, પણ પુત્રને સ્નેહ દુર્રાજ છે.” પછી યશોભદ્રાદિ શિષ્યોએ હાથ જોડી તેમને કહ્યું. “હે આયે ! આપે તેની સાથેનો પુત્ર સંબંધ અમને પ્રથમ કેમ ન કહ્યો ?” સૂરિએ કહ્યું. “જે મેં તમને “આ હારે પુત્ર છે” એમ જણાવ્યું હોત તો તેનું પરક સંબંધી કાર્ય નાશ પામત. કારણુ મુનીશ્વર તેની પાસે પોતાની વૈયાવચ્ચ ન કરાવત પણ ઉલટા તેઓ બાલ શિષ્યની વૈયાવચ્ચ કરવા લાગત. તે પછી તેની નિર્જરા કયાંથી થાત? માટેજ મેં “આ હારે પુત્ર છે.” એમ તમને પ્રગટ ન કહ્યું. હે મુનીશ્વર ! બાલ છતાં પણ તેણે સારી રીતે આરાધના કરી છે. મેં મનક માટે બીજાં શાસ્ત્રોથી ઉદ્ધરી દશવૈકાલિક નામનો ગ્રંથ રચ્યો છે. તેને હમણું તે તે સ્થાનકે ફરી મૂકીને
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy