SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૪૦) પ્રીષિમંડલ વૃત્તિ-ઉત્તર સંવરી લઉં છું. હે મુનીશ્વરે ! છેલ્લા દશપૂર્વધર પૂર્વમાંથી શ્રતજ્ઞાનને ઉદ્ધાર કરી શકે અને કારણે ચંદપૂર્વધર પણ કરે.” પછી યશોભદ્રાદિ શિષ્યએ તે વાત શ્રી સંઘને નિવેદન કરીને કહ્યું કે “ સૂરિ દશવૈકાલિક સૂત્રને સંવરી લેશે.” સંઘે પણ આનંદથી વ્યાપ્ત થઈ સૂરિને વિનંતિ કરી કે “ આ દશવૈકાલિક સૂત્ર સર્વ જગત ઉપર અનુગ્રહ કરે. હવે પછી પ્રાણીઓ અ૫ બુદ્ધિવાળા થશે માટે હે પ્રભે ! મનકની પેઠે તેઓ પણ આપના પ્રસાદથી કૃતાર્થ થાઓ. શાશ્વરૂપ સમુદ્રના અમૃત રૂપ આ દશવૈકાલિક સૂત્રને પાન કરી ઉત્તમ વિદ્વાન મુનિઓ નિરંતર હર્ષ પામે. પછી મહાત્મા સૂરિએ સંઘના આગ્રહથી દશવૈકાલિક સૂત્રને સંવર્યું નહીં. શ્રી શય્યભવ સૂરિએ શ્રતસમુદ્રના પાર પામેલા કૃતભદ્ર એવા યશોભદ્ર મુનિને પિતાને પદે સ્થાપ્યા ત્યાર પછી શ્રુતકેવલી અને નિષ્પાપ એવા સૂરીશ્વર સમાધિથી મૃત્યુ પામી દેવક પ્રત્યે ગયા. - જેમણે, યૂપની નીચે રહેલી અને યાજ્ઞિક ગોરે પ્રગટ કરેલી શ્રી અરિહંત પ્રભુની મૂર્તિ જોઇ પ્રતિબોધ પામી શ્રી પ્રભવ ગુરૂ પાસે દીક્ષા લીધી, તેમજ સર્વ આગમને અભ્યાસ કરી મનકને માટે પ્રસિદ્ધ એવું દશવૈકાલિક નામનું સૂત્ર રચ્યું, તે નિર્દોષ એવા શ્રીશäભવ સૂરીશ્વરને હું હર્ષથી ત્રણે કાલ નમસ્કાર કરું છું. 'श्री शय्यंभवमूरि' नामना श्रुतकेवलीनी कथा संपूर्ण. चउदसपुदिस्स नमो, जसभहस्सामि जस्स दो सीसा ॥ संभूइविजयणामे, थेरे तह भद्दबाहु अ॥ १५७ ॥ જેમના બે શિષ્યની મધ્યે પહેલા સંભૂતિવિજય સ્થવિર અને બીજા ભદ્રબાહ હતા, તે શ્રી ચિદ પૂર્વના ધારણહાર યશેભદ્ર ગુરૂને નમસ્કાર થાઓ. दसकप्पचवहारा, निज्झूढा जेण नवमपुवाओ॥ वंदामि भद्दबाहुं, तमपच्छिमसयलसुअनाणिं ॥ १५८ ॥ જેમણે નવમા પૂર્વથી દશાશ્રુતસ્કંધ, કલ્પ અને વ્યવહાર એવા ત્રણ ગ્રંથ પ્રકાશ કર્યા, તે ચરમ શ્રુતજ્ઞાનિ એવા શ્રી ભદ્રબાહુ મુનિને વંદન કરું છું. इक्को गुहाइ हरिणो, बीओ दिठ्ठीविसस्स सप्पस्स ॥ तइओ अ कूवफलए, कोसघरे थूलभद्द मुणी ॥१५९ ॥ શ્રી સંભૂતિવિજય સૂરિના ચાર શિષ્યો શાસનની પ્રભાવના કરનારા થયા. તેમાં પહેલો શિષ્ય સિંહ ગુફા આગલ ચતુર્માસ કાર્યોત્સર્ગો રહ્યો, બીજે શિષ્ય દ્રષ્ટિવિષ સર્પના બિલ આગલ ચાતુર્માસ કાર્યોત્સર્ગો રહ્યો, ત્રીજો શિષ્ય કુવાના મંડાણ ઉપર ચાતુર્માસ કાયોત્સર્ગો રહ્યો, અને એ સ્થૂલભદ્ર મુનિ, કેશ્યા વેશ્યાના ઘરને
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy