SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૮) શ્રીઋષિમંડલવૃતિ–ઉત્તરાદ્ધ. ભજનારા થાઓ. મેં પોતાને નિર્વાહ કરવા માટે બહુ કાલ સુધી તમને છેતર્યા છે. પણ હવે પછી હું તમારે ગુરૂ છું. તમારું સર્વદા કલ્યાણ થાઓ.” પછી તે યાજ્ઞિક ગોરને નમસ્કાર કરી શય્યભવે કહ્યું. “સત્ય એવા તત્ત્વના પ્રકાશથી તમેજ પૃથ્વિને વિષે યાજ્ઞિક ગોર છે.” આ પ્રમાણે કહીને સંતોષ પામેલા મનવાળા શય્યભવે હર્ષથી તેને સર્વ સુવર્ણ, તામ્રપત્રાદિ યજ્ઞનો ઉપસ્કાર આપી દીધો. - પછી ઉત્તમ બુદ્ધિવાળે શય્યભવ પિતે પેલા બને મુનિની તેમના પગલાંથી શોધ કરતે કરતા શ્રી પ્રભવસ્વામી પાસે આવી પહોંચ્યા. ત્યાં તે શ્રીપ્રભવસ્વામીના ચરણને અને બીજા સર્વ સાધુઓને નમસ્કાર કરી અને તેઓએ ધર્મલાભના વચનથી પ્રશંસા કર્યો છે તેમની આગળ બેઠે. શય્યભવે હાથ જોડી શ્રી પ્રભવસ્વામીની વિનંતિ કરી કે “હે મુનીશ્વરો ! મને મોક્ષપદનું સાધક એવું ધર્મતત્વ કહો.” પછી વિશ્વને એક પ્રિય એવા તે મહાત્માએ પંચ મહાવ્રતમય ધર્મ તેને સંભળાવ્યું. તે ઉત્તમ ધર્મને સાંભળી શય્યભવ વિખે ગુરૂને ફરી વિનંતિ કરી કે “મને દીક્ષા આપો.” પછી શ્રી પ્રભવસ્વામીએ સંસારસમુદ્રથી ભય પામેલા તે શઠંભવ બ્રાહ્મણને દીક્ષા આપી. નિરંતર પોતાની ગુરૂભક્તિથી ગુરૂની સેવા કરતો એ તે શય્યભવ દ્વાદશાંગીને જાણ થયું. પછી પ્રભવ સ્વામીએ તેને શ્રુતજ્ઞાનાદિકથી પોતાના તુલ્ય એવા તે શય્યભવને જાણે તેને પોતાને પદે સ્થાપન કરી પિતે પરલોકને સા. પછી ઉત્તમ સાધુઓના પરિવાર સહિત શ્રી શય્યભવાચાર્ય ભવ્ય પ્રાણીઓને પ્રતિબંધ કરવા માટે ચંપા નગરી પ્રત્યે આવ્યા. હવે એમ બન્યું કે શય્યભવે ઘરને વિષે પોતાની ગર્ભવતી સ્ત્રીને મૂકી હતી, તેણે શુભ દિવસે મનક નામના પુત્રને જન્મ આપે. મનકપુત્ર અનુક્રમે વૃદ્ધિ પામતે આઠ વર્ષનો થયો, ત્યારે તેણે આદરથી પોતાની માતાને પૂછયું. “હે માત ! તું આવો વેષ ધારણ કરે છે, તેથી હું નિશે એમ જાણું છું કે તું વિધવા નથી. તે પછી મારો પિતા ક્યાં છે? હું તેમને મળવાનો ઉત્સાહ ધરાવું છું.” માતાએ કહ્યું. “હે વત્સ ! વત્સગોત્રમાં ઉત્પન્ન થએલો અને કુબેર સમાન લક્ષમીવાળો શઐભવ નામે બ્રાહ્મણ હારે પિતા થાય છે. તે યજ્ઞ કરતા હતા એવામાં બે સાધુઓએ અહિં આવી તેમને કાંઈ વચન કહી છેતરી સાધુ કરી દીધા છે. અભ્યાસ કરી આચાર્યપદ પામેલા તે હમણાં ચંપા નગરીએ રહ્યા છે.” પછી માતાની દષ્ટિને વંચી મનક બાળક, પિતાના પિતાને મલવાનો ઉત્સાહ ધરતે ઉતાવળો ચંપાપુરી તરફ ચાલ્યું. એટલામાં તે ચંપાપુરીના ઉપવન પાસે આ તેટલામાં શખંભવ ગુરૂ કાયચિંતાથી તેજ વનમાં આવ્યા. જેમ ચંદ્રને જેવાથી સમુદ્ર જળવડે ઉલ્લાસ પામતે દેખાય છે. તેમ મનકને આવતા જોઈ શય્યભવ ગુરૂ પ્રેમરૂપ જળથી અધિક ઉલ્લાસ પામવા લાગ્યા. સૂરિએ મનકને પૂછ્યું. હે બાળ! તું કોણ છે? કયાંથી આવે છે? કેમનો પુત્ર છે? અથવા તેના પુત્રને
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy