SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) શ્રી વષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. પામવા લાગ્યું. જેમ કૃષ્ણ પક્ષના ચંદ્રમાની કાંતિ દિવસે દિવસે ઘટતી જાય તેમ નિરંતર છાતીને વિષે શલ્ય સમાન અપુત્રપણાના દુઃખથી ધારિણી બહુ દુબલી થઈ ગઈ. એકદા તેનું દુઃખ ભૂલાવી દેવાની ઈચ્છાથી પતિએ પ્રિયાને કહ્યું. “હે પ્રિયે ! ચાલે. આપણે વૈભાર પર્વતના મનહર ઉદ્યાનમાં જઈ કડા કરીએ. ”ધારિણીએ પિતાના પતિનું વચન “ બહુ સારૂ ” એમ કહીને અંગીકાર કર્યું. કારણ સ્ત્રીઓએ “હારા. દુઃખની વિસ્મૃતિ થાઓ” એમ ધારી પતિની વાણી માનવા યોગ્ય છે. પછી સેવકે તૈયાર કરીને આણેલા મને હર રથ ઉપર ઋષભદત્ત શ્રેષ્ઠી પિતાની પ્રિયા સહિત બેઠે. અનુક્રમે રસ્તે જતા એવા શ્રેષ્ઠીએ પિતાની આંગળીની સંજ્ઞાથી ધારિણીને ભાર પર્વતને નજીક આવેલું મનહર ઉદ્યાન બતાવ્યું. પછી પ્રિયા સહિત આમ તેમ ફરતા એવા શ્રેષ્ઠીએ કઈ વૃક્ષની છાયામાં બેઠેલા યશમિત્ર નામના સિદ્ધપુત્રને જોયે. અષભશ્રેષ્ઠીએ મનહર વાણીથી સિદ્ધપુત્રને કહ્યું. “ તું હારે સાધમી છે તે કહે તું કયાં જાય છે ? ” સિદ્ધપુત્રે કહ્યું. “ શ્રી વર્ધમાનસ્વામીના શિષ્ય અને પાંચમાં ગણધર તેમજ શ્રુતકેવલી એવા ઉત્તમ સુધર્મા ગણધર આ ઉદ્યાનને વિષે સમવર્યા છે. તેમને હું વંદન કરવા જાઉં છું. હે વત્સ! જે ત્યારે તેમને વંદન કરવાની ઈચ્છા હોય તે તમે તે ધર્મધારી મુનિની આગલ જવાની ઉતાવલ કરે.” પછી તે દંપતી, સિદ્ધપુત્રના વચનને અંગીકાર કરી તેની સાથે ચાલ્યા. અનુક્રમે તે ત્રણે જણાએ સુધર્માસ્વામીથી પવિત્ર કરેલા સ્થાન પ્રત્યે ગયા. ત્યાં તે ત્રણે જણાઓ સુધર્મા ગણધરને દ્વાદશાવ વંદનથી એગ્ય વંદના કરી ભક્તિથી તેમની આગલ બેઠા, અને તેમના ધર્મોપદેશરૂપ અમૃતનું કામ રૂપ અંજાલથી પાન કરી બહુ સંતેષ પામ્યા. પછી અવસરે સિદ્ધપુત્રે સુધમાં સ્વામીને પૂછ્યું, કે “ જેના નામ ઉપરથી આ જંબુદ્વીપનું નામ પડ્યું છે તે જંબૂ વૃક્ષ કેવું છે? ” ગણધરે તેની આગળ જાતિવંત રત્નમય આકારવાલા તેમજ અતિશય અને પ્રમાણાદિયુક્ત એવા તે જંબૂ વૃક્ષનું યથાર્થ સ્વરૂપ કહી સંભળાવ્યું. પછી અવસર આવે ધારિણું રાણીએ પણ તે ગણેશ્વરને પૂછયું કે “હે પ્રભે! મને પુત્ર થશે કે નહીં ? ” આ વખતે સિદ્ધપુત્રે કહ્યું. “ તમારે તેમને સાવદ્ય પ્રશ્ન પૂછ, યેગ્ય નથી. કારણ કે, મહાત્માઓ જાણતા છતાં સાવદ્ય પ્રશ્નને ઉત્તર આપતા નથી. તે કલ્યાણી ! જિનેશ્વરના ચરણકમલના પ્રસાદથી હું નિમિત્તજ્ઞાનને જાણું છું તેથી હું જ કહું છું તે સર્વ તું સાંભલ. શરીરે કરીને પરાક્રમી, મને કરીને ધીર સ્વભાવવાળા અને શિલા ઉપર બેઠેલા એવા ગણધર પ્રભુને તેં જે પુત્ર જન્મ સંબંધી પ્રશ્ન પૂછો તેને ઉત્તર એ કે તું જ્યારે સ્વપ્નને વિષે હારા ખોળામાં સિંહને જોઈશ ત્યારે તું ઉદરને વિષે પુત્ર રૂપ સિંહને ધારણ કરીશ. ઉપર વર્ણવેલા જંબૂ વૃક્ષ સમાન ગુણરત્નવાલ અને દેવતાઓએ વર્ણન
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy