SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જમકુમાર' નામના ચમકેવલીની કથા. ( ૨૯૧) કરેલા અતિશયવાલા તને જમ્મૂ નામના પુત્ર થશે.” ધારિણીએ કહ્યું. “ હે પુણ્યવ ́ત ! ત્યારે તે હું તે જમ્મૂ દેવતાને ઉદ્દેશીને એકસે ને આઠ આંબિલ કરીશ.” પછી તે ત્રણે જણાએ સુધર્માસ્વામીને વંદના કરી વૈભાર પર્વતથી નીચે ઉતરી ફરી પોતાના નગર પ્રત્યે આવ્યા. ત્યાં પ્રિયા સહિત ગૃહેવાસને પાલતા અને સિદ્ધપુત્રે કહેલા વચનથી ઉત્પન્ન થએલી આશાવાલા રુષભદત્ત શ્રેષ્ઠીએ કેટલાક કાલ નિર્ગમન કર્યું. એકદા ધારિણીએ સ્વમામાં શ્વેત સિંહુ દીઠે, તેથી ઉત્પન્ન થએલા હે રૂપ જલની વાવરૂપ તેણીએ તે વાત પોતાના પતિને કહી. રુષભ શ્રેષ્ઠીએ કહ્યું. “ હુ પ્રિયે ! તને સિદ્ધ પુત્રના સત્ય વચનને પ્રખ્યાત કરનારા અને જમ્મૂ નામના ઉત્તમ પુત્ર થશે. ” પછી તેજ સમયે જેમ છીપમાં મેતી પ્રગટ થાય તેમ સ્વર્ગથી ચવેલા વિષ્ણુન્માલિ દેવ ધારિણીના ઉત્તર રૂપ છીપને વિષે મુક્તાલની પેઠે અવતર્યો. ધારિણીને ગુરૂ દેવની પૂજા કરવાના ડાહેાલા ઉત્પન્ન થયા તે શ્રેષ્ટીએ તુરત પૂણૅ કર્યો. જેમ પૂર્વ દિશા સૂર્યને જન્મ આપે તેમ અનુક્રમે ગુણવંત એવી ધારિણીએ પૂર્ણ સમયે પુત્રને જન્મ આપ્યા. સરલ મનવાલા શ્રેષ્ડીએ પુત્રને જન્માત્સવ કરીને પછી શુભ દિવસે તેનું જ બ્રૂકુમાર નામ પાડયું. અનુક્રમે વૃદ્ધિ પામતા તે પુત્રે પૂર્વે આચરેલા પુણ્યથી કલાચાયની પાસે સર્વ કલાએના અભ્યાસ કર્યાં. હવે તેજ નગરમાં એક સમુદ્રપ્રિય નામના મ્હોટા ધનવંત શ્રેષ્ઠીને મહા રૂપવતી પદ્માવતી નામે સ્ત્રી હતી; સર્વ સંપત્તિના નિવાસ સ્થાન સમુદ્રદત્ત નામના ખીજા શ્રેષ્ટીને સુવર્ણ સમાન કાંતિવાલી કનકમાલા નામે સ્ત્રી હતી; વૈભવના સમુદ્ર રૂપ ત્રીજા સાગરદત્ત શ્રેણીને નિર ંતર વિનયવાલી વિનયશ્રી નામે સ્ત્રી હતી; કુબેર સમાન સંપત્તિવાલા ચેાથા કુબેરદત્ત શ્રેષ્ઠીને શીલે કરીને પવિત્ર એવી ધનશ્રી નામે શ્રી હતી. આ ચારે જોડલાએથી પેલા વિદ્યુન્સાલિ દેવતાની ચારે સ્ત્રીએ પવિત્ર અગવાલી પુત્રીપણે ઉત્પન્ન થઇ. રૂપ સંપત્તિથી ઇંદ્રાણી સમાન તે ચારે કન્યાઆનાં સમુદ્રશ્રી, પદ્મશ્રી, પદ્મસેના અને કનકસેના એવાં નામ હતાં. વલી તે નગરમાં કુબેરદત્ત નામના શ્રેષ્ઠીને કનકવતી નામે સ્ત્રી હતી; શ્રમણદત્ત શ્રેષ્ઠીને શ્રીષેણા નામે સ્ત્રી હતી; વસુષેણુને રિમતિ નામે સ્ત્રી હતી અને વસુપાલિત નામના શ્રેષ્ઠીને જયસેના નામે સ્ત્રી હતી. આચારે શ્રેષ્ઠીઓને નભસેના, કનકશ્રી, કનકવતી અને જયશ્રી નામે ચાર પુત્રીઓ હતી. એ આઠે કન્યાઓના માતા પિતા વિનય પૂર્વક આદરથી જમ્મૂ કુમારના પિતાની પ્રાર્થના કરતા કે “ અમારે રૂપ સાભાગ્યે કરીને મનેાહર એવી આઠ કન્યાએ છે તેને યાગ્ય વર તમારા પુત્ર અમારા જોવામાં આવે છે. વય, શીલ અને કુલાદિ જેવા વરના ગુણા જોઇએ તેવાજ ગુણ્ણા જમ્મૂકુમારને વિષે છે માટે આવા વર પુણ્યથી મળી શકે તેમ છે. તમારા પુત્ર આ જમ્મૂકુમાર તમારી કૃપાથીજ અમારી પુત્રીઓના પતિ થાઓ. કારણ આવેા વર મળવા. બહુ મુશ્કેલ છે. તમે કુલીન છે, ધનવંત છે, જેથી તમારી યાચના કરવામાં અમને
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy