SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ w શ્રીજબ કુમાર નામના ચમકેલીની કથા (૨૮૯) આ પ્રમાણે તપ કરતા એવા શિવકુમારનાં બાર વર્ષ વીતી ગયાં પણ માતા પિતાએ મેહથી તેને ગુરૂ પાસે મોકલ્યો નહિ. પછી શિવકુમાર મૃત્યુ પામીને બ્રહાલોકમાં વિદ્યુમ્માલી નામે ઇંદ્રને સામાનિક દેવતા થયે. . (શ્રી મહાવીર પ્રભુ શ્રેણિક રાજાને કહે છે કે,) હે નૃપ! ઉપર કહેલા કારણથી પુણ્યપુષ્ટ અને સમીપ રહેલા અવનવાળા તે વિદ્યુમ્માલી દેવતાની બીજા દેવતાઓથી અધિક અધિક કાંતિ દેખાય છે. આજથી સાતમે દિવસે ચવીને તે દેવ આજ નગરમાં શ્રીકષભશ્રેષ્ઠીના જબૂનામના પુત્રપણે ઉત્પન્ન થશે તે અંત્યકેવલી થવાને છે” તે વખતે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તે વિન્માલી દેવતાની ચારે સ્ત્રીઓએ તે કેવળી પાસે આવીને આ પ્રમાણે પૂછયું. “હે વિભો! અમે વિન્માલી દેવતાની સ્ત્રીઓ તેનાથી વિયેગ પામેલી છીએ. હવે અમારે તેની સાથે કોઈ પણ ઠેકાણે મેળાપ થશે કે નહિ? કેવલીએ કહ્યું. “આ નગરમાં સમુદ્ર પ્રિયસમુદ્ર, કુબેર અને સાગર એ નામના ચાર શ્રેષ્ઠીઓ વસે છે. તે ચારે શ્રેષ્ઠીઓની તમે ચારે ઉત્તમ પુત્રીઓ થશે ત્યાં તમારે પૂર્વ ભવના પતિને મેલાપ થશે.” પછી સુર અસુરોએ પૂજન કરેલા ચરણ કમળવાળા અને દયાના ભંડાર એવા શ્રી, મહાવીર પ્રભુએ ભવ્યજનેને પ્રતિબંધ કરવા માટે બીજે સ્થાને વિહાર કર્યો. તે અધિકાર બીજો – આ ભરતક્ષેત્રના રાજગૃહી નામના નગરમાં કીર્તિ અને કાન્તિએ કરી મનહર શ્રેણિક નામને રાજા રાજ કરતા હતા. તેની સભાને શોભાવનાર કૃતજ્ઞ માટી ઋદ્ધિવાળો રૂષભદત્ત નામને શ્રેષ્ઠી વસતે હતો. તેની સાથે જ ધર્મનું આચરણ કરનારી સત્ય ધર્મને અનુસરનારી અને સર્વ પ્રકારના ગુણેને ધારણ કરનારી ધારણ નામે સ્ત્રી હતી. એકદા ધારિ વિચાર કરવા લાગી કે “ હા હા ! સંતાનરહિત હેવાને લીધે હારો જન્મ વાંઝીયા વૃક્ષની પેઠે નિષ્ફલપણું ધારણ કરે છે. ખરેખર સ્તનમાં બહુ અમૃત રસની પેઠે શિતલપણું પ્રગટ કરનારા પુત્ર તો ભાગ્યવંત એવી સ્ત્રીઓના ખેાળામાં કીડા કરે છે. મુખ્ય આ સંસારવાસ પાપને અર્થે છે તેમાં વલી પુત્રરહિતપણુ એ નિચે મહારે મીઠા વિનાના ખરાબ ભજનની પેઠે થયું છે. ” આવી. ચિંતાથી વ્યાકુલ થએલી સ્ત્રીને જે કાંઈક ખેત યુક્ત થએલા મનવાલા રૂષભદત્ત શ્રેષ્ઠીએ કહ્યું કે “હે પ્રાણપ્રિયે ! તને આવી મહા ચિંતા શી છે? ” શ્રેષ્ઠીએ બહુ કદાહ કરીને પૂછ્યું એટલે ધારિણુએ તેને સંતાન નહિ હોવાથી એ દુખ કહ્યું. જો કે ધારિણીએ પિતાને પુત્ર નહિ હેવાનું દુઃખ પતિને આપ્યું તે પણ તેથી તેનું સુખ જરાપણ ઓછું થયું નહીં પરંતુ અધિક અધિક વૃદ્ધિ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy