SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રીજ બૂસ્વામી નામના ચરમકવલીની કથા (૨૮) એકદા શિવકુમાર (ભવદેવને જીવ) પિતાની સ્ત્રીઓની સાથે ગેખમાં બેઠો હતે એવામાં તે નગરીના ઉપવનને વિષે પ્રથમથી સમવસરેલા સાગરદત્ત (ભવદતને જીવ) મુનિ કે જે મહામુનિ એક માસના ઉપવાસી હતા તેમને કામસમૃદ્ધ નામના સાર્થવાહ (સંઘ) પતિએ ભકિતથી શુદ્ધ ભજન વડે પ્રતિલાલ્યા. તે વખતે તે કામસમૃદ્ધના ઘરને વિષે પાત્રદાનના પ્રભાવથી બહુ વસુવૃષ્ટિ થઈ. કહ્યું છે કે પાત્રદાનના પ્રભાવથી શું શું નથી થતું? ગોખમાં બેઠેલા શિવકુમારે આ વસુવૃષ્ટિની વાત સાંભળી તેથી તે સાગરદત્ત મુનિ પાસે જઈ માલપક્ષીની પેઠે તેમના ચરણકમલ સમીપે બેઠે. પછી દ્વાદશાંગી રૂ૫ નદીઓના સમુદ્ર રૂપ સાગરદત્ત મુનીશ્વરે કલ્યાણથી શોભતા એવા શિવકુમારને અરિહંતને ધર્મ કહ્ય. વળી બુદ્ધિવંત એવા તે કુમારના સ્ફટિક સમાન નિર્મલ ચિત્તને વિષે સંસારની અસારતાને પ્રવેશ કરાવ્યો. પૂર્વ ભવના સંબંધથી ઉત્પન્ન થતા નેહવાળા શિવકુમારે સાગરદત્ત મુનિને પૂછયું કે “ તમને જોવાથી મને અધિક અધિક હર્ષ કેમ ઉત્પન્ન થાય છે?” સાગરદત્ત મુનિએ અવધિજ્ઞાનથી પૂર્વભવને જાણી તેને કહ્યું કે “પૂર્વ ભવને વિષે તું યેગ્ય એવો હારે ન્હાનો ભાઈ હતું. હે મહાભાગ ! લ્હારૂં પરલેખસંબંધી હિત ઈચ્છનારા મેં ચારિત્ર નહિ ઈચછનારા તને કપટ કરી ચારિત્ર લેવરાવ્યું. પછી આપણે બન્ને જણ સૈધમ દેવલેકમાં મહા સમૃદ્ધિવંત દેવતા થયા હતા. તે શિવકુમાર ! એજ કારણથી આ ભવમાં પણ આપણી પરસ્પર બહુ પ્રીતિ થઈ. હું આ જન્મને વિષે રાગરહિત હોવાથી પોતાના અને પારકા માણસો ઉપર સરખી દ્રષ્ટિવાળો છું અને તે સરાગ હોવાથી આજસુધી હારા ઉપર પૂર્વ જન્મને પ્રેમ ધરી રાખે છે.” શિવકુમારે કહ્યું. “મેં પૂર્વ ભવે ચારિત્ર લીધું હતું તેથી હું દેવતા થયે હતે તો હે પ્રભે! આ ભવને વિષે પણ પૂર્વ જન્મની પેઠે મને તમે પોતેજ ચારિત્ર આપે.” હું જેટલામાં મહારા માતા પિતાની રજા લઈ વ્રત લેવા માટે અહીં આવું, ત્યાં સુધી આપ મહારા ઉપર કૃપા કરી અહીં જ રહે.” પછી શિવકુમાર, મુનિને નમસ્કાર કરી ઘરે આવી માતા પિતાની વિનંતિ કરવા લાગ્યું કે “મેં આજે સાગરદત્ત મુનિના મુખથી ધર્મ સાંભળે છે અને તેમના પ્રસાદથી સંસારની અસારતા જાણી છે તેથી હું સંસારથી વૈરાગ્ય પાછું માટે મને ચારિત્ર લેવાની રજા આપો.માતા પિતાએ કહ્યું. હે પુત્ર! તું વનવસ્થામાં દીક્ષા ન લે, કારણ આજ સુધી અમે હારી કીડાને જોવાનું સુખ ભોગવ્યું નથી. હે શિવકુમાર! તું આજે એક પગલા માત્રમાં આ નિરભિમાની કેમ થઈ ગયો? તું જે કારણથી અમને ત્યજી દે છે, તે ધર્મ તે તે નિત્ય સાંભળ્યું છે. જે તું પિતૃભક્તિપણાને લીધે અમારી રજા લઈને જઈશ તે તને ના પાડવાનો અમને શું લાભ થશે? પછી માતા પિતાની આજ્ઞા વિના ગુરૂ પાસે જવા નહિ શક્તિવંત થએલે શિવકુમાર, સર્વ સાવધ વ્યાપાર ત્યજી દઈ ત્યાંજ રહી ભાવ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy