SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૮૬) શીરષિમઠલ વૃત્તિ-ઉત્તરાઈ પૂર્વ દિશા સૂર્યના મંડળને પ્રગટ કરે તેમ પૂર્ણ અવસરે તે યશોધરાએ એક ઉત્તમ પુત્રને જન્મ આપે. શુભ અંત:કરણવાળા વાદત્ત ચક્રવતિએ શુભ દિવસે દેહલાના અનુસાર તે પુત્રનું સાગરદત્ત નામ પાડયું. નિરંતર પાંચ ધાવમાતાએથી લાલન કરાવાતે તે પુત્ર આકાશમાંના બાલચંદ્રની પેઠે અધિક વૃદ્ધિ પામવા લાગ્યો. પિતાએ તેને કલાચાર્ય પાસે અભ્યાસ કરવા મોકલ્યા. ત્યાં તેણે ચેડા કાળમાં સર્વ કળાને અભ્યાસ કર્યો. જેમ સમુદ્ર સર્વ નદીઓને પરણે તેમ માતા પિતાએ સ્વયંવરમાં આવેલી બહુ કન્યાઓ સાથે તેને પરણાવ્યા. એકદા સાગરદન કુમાર પિતાના મહેલમાં બેઠે છતે પ્રિયાની સાથે ક્રીડા કરતો હતો એવામાં તેણે આકાશમાં મેરૂ પર્વત સમાન ચડી આવેલું વાદલ જોયું. સાગરદત્ત તેને જોઈ વિચાર કરવા લાગ્યો કે “ જેવો મેં મેરૂ પર્વતનો રંગ સાંભ છે તેવોજ આ વાદળાને છે. અહે ! શું તેની મહા રમ્યતા છે ! આવી રીતે વિચાર કરતા અને મેરૂ પર્વત સમાન તે મેઘમંડલને જોતા એવા તે સાગરદન કુમારની દ્રષ્ટિ જાણે મેઘને વિષે ચેટી ગઈ હોયની? એમ નીચે જતી ન હતી. જેમ પાણીને પરપોટૅ તુરત કુટી જાય એમ પ્રબલ વાયુથી તે મેઘ મંડલ સાગરદનના જેતા જોતામાં કયાંઈ અદશ્ય થઈ ગયું. તેથી સાગરદત્ત વિચાર કરવા લાગ્યો કે જેવી રીતે આ મેઘ વિનશ્વર છે તેવી રીતે આ દેહ પણ નાશવંત છે તો પછી સર્વ સંપત્તિઓ નાશવંત સ્વભાવની હેય તેમાં તે શું કહેવું ! જે વસ્તુ સવારે દેખાય છે તે બપોરે દેખાતી નથી, જે બપોરે દેખાય છે તે સાંજે દેખાતી નથી માટે નિચે આ જગત્ અનિત્ય છે. માટે હું વિવેક રૂપ જલથી સિંચન કરેલા મનુષ્યભવ રૂપ કલ્પવૃક્ષના કર્મફલને છેદનારા દીક્ષારૂપ ફલને અંગીકાર કરું. ” તે આ પ્રમાણે વૈરાગ્યને પ્રગટ કરતા એવા સાગરદન કુમારે માતા પિતાની રજા લઈ અનેક રાજાઓ સહિત હર્ષથી દીક્ષા લીધી. નાના પ્રકારના અભિગ્રહવાળા ગુરૂની સેવામાં તત્પર અને વિગ્રહરહિત એવા સાગરદત્ત મુનિ અનુક્રમે સર્વ આગમન પારગામી થયા. સાગરદત્ત મુનીશ્વરને તીવ્ર તપ કરતાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. કહ્યું છે કે-ઉત્તમ એવા તપથી શું શું નથી પ્રાપ્ત થતું ? અથોત સર્વ મળે છે. - હવે ભવદેવને જીવ પણ દેવકથી ચવીને તેજ વિજયની વીતશોકા નામની મહાનગરીના અતિ સંપત્તિવાળા પદ્યરથ રાજાની વનમાલા સ્ત્રીના ઉદરથી શિવ નામના પુત્રપણે ઉત્પન્ન થયે. કલ્પવૃક્ષના અંકુરની પેઠે બહ યત્નથી પાલન કરાવે તે કાનસીયા ધારી પુત્ર અનુક્રમે વૃદ્ધિ પામે. જાણે પ્રથમથી સંકેત કરી રાખેલી હાયની? એવી સર્વકલાઓએ ગુરૂની સાક્ષી માત્ર કરવામાં તે શિવકુમારને વિષે નિવેશ કર્યો પછી યુવાવસ્થા પામેલા તે રાજપુત્ર શિવકુમારને માત પિતાએ કુલવંત બહુ રાજકન્યાઓ પરણાવી. કુમાર લતાઓની પેઠે તે રાજકન્યાઓની સાથે ક્રીડા કરવા લાગ્યું.
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy