SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ “પ્રીજિતશત્રુ નામના રાજા તથા સુબુદ્ધિ નામના મંત્રીની કથા. (૧૫) પછી પ્રધાને તે પાણી ભૂપતિના રસોઇયાને આપીને કહ્યું કે “તમારે આ પાનું ભજન વખતે ભૂપતિને આ૫વું” રસોઈયાએ પણ ભજન અવસરે તે પાણી રાજાને આવ્યું પછી તે પાણીને લોકોત્તર રસ, સ્વાદ અને સુગંધવાળું જાણું સંતેષિત મનવાળા ભૂપતિએ રસોઇયાને પૂછ્યું. “અરે! તમે આ અમૃત સમાન પાણી ક્યાંથી લાવ્યા છો ?” રસોઈયાઓએ કહ્યું “હે સ્વામિન ! એ પાણી અમને સુબુદ્ધિપ્રધાને આપ્યું છે.” ભૂપતિએ મંત્રીને બોલાવી આશ્ચર્યથી પૂછયું. “હે મંત્રિ! હમણું તમે આ જલરત્ન કયાંથી લાવ્યા છે?” મંત્રીએ કહ્યું “હે રાજન જે આપ મને અભયદાન આપે તો હું તે જળરત્નનું સ્થાન વિગેરે સર્વ કહું.” ભૂપતિએ અભયદાન આપ્યું એટલે મંત્રીએ તે પાણીનું યથાર્થ સ્વરૂપ કહી દીધું, પણ તે ભૂપતિના માનવામાં આવ્યું નહીં; તેથી મંત્રીએ ફરી તે પ્રમાણે કરી બતાવ્યું પછી ભૂપતિએ મંત્રીને કહ્યું “હે મંત્રિમ્ ! તમે પુગલનું આ સ્વરૂપ શી રીતે જાણ્યું?” મંત્રીએ કહ્યું. “વિશ્વને પ્રકાશ કરનારા જૈનશાસનથી.” રાજાએ કહ્યું. “હે સચિવ ! મને જિનશાસનનું સ્વરૂપ કહો. તે સાંભળવાની મને બહુ ઈચ્છા છે.” પછી મંત્રીએ એ અરિહંત મતનું સઘળું સ્વરૂપ ઉત્તમ પ્રકારે નિવેદન કર્યું તેથી પ્રતિબંધ પામેલા નૃપતિએ શ્રી અરિહંતના શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ઉત્તમ પ્રકારે ધર્મનું આરાધન કરતા એવા મંત્રી અને ભૂપાલે દીર્ધકાળ પર્યત પિત પિતાના ઘરમાં ભેગ સુખ ભેગવે છે. એકદા સુગુરૂ પાસેથી ધર્મદેશના સાંભળી પ્રતિબંધ પાપેલા મંત્રી અને ભૂપાલ બન્ને જણાએ પિત પિતાને પદે પુત્રોને સ્થાપન કરી સદ્દગુરૂ પાસે ભાવથી ઉત્તમ ચારિત્ર લીધું. અનુક્રમે બન્ને જણા એકાદશાંગી સૂત્રના તથા અર્થના જાણ થયા. અતિચારરહિત ઉત્તમ ચારિત્રને પાળી તથા અનેક ભવ્ય જનેને પ્રતિબોધ પમાડી મહાશય એવા તે બન્ને જણ સિદ્ધિપદ પામ્યા. સુબુદ્ધિ મંત્રી પાસેથી ખાઈના જળના દ્રષ્ટાંતને સાંભળી તુરત જિતશત્રુ રાજા પ્રતિબંધ પામ્યો પછી ઉપશમ રસવાળા બન્ને જણ (સુબુદ્ધિ મંત્રી અને જિતશત્રુ રાજા) સાથે દીક્ષા લઈ બહુ ભવના એકઠા થએલા ઘાઢ પાપને નાશ કરી મોક્ષપદ પામ્યા. 'श्री जितशत्रु' नामना राजा तथा 'सुबुद्धि' नामना मंत्रीनी कथा संपूर्ण. उववन्नो जोणज्जे, सुदमुसभस्स समजडिं पडिमं ॥ पच्चइओ जेण पुणो, चरणाचरणाउ इणमि ॥ ९८॥ अप्पा विमोइओ अ, भावबंधणा दव्वबंधणाओ करी ॥ लद्धजओ परतित्थिसु, सो अद्दरिसी सिवं पत्तो ॥ ९९ ॥ જે અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા, જેમણે આદિનાથની જટાવાળી સુવર્ણપતિમા જોઈ પ્રવજ્યા લીધી અને જેમણે ચારિત્ર પાળવાને અવસરે અર્થાત્ મોહનીય કર્મ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy