SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૪ ) શ્રી રષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ. રસ, સ્પર્શ અને સ્વાદ કેવા સુંદર છે?” સર્વે સેવકે એ “હા બહુ સારી છે” એમ કહ્યું. પછી ભૂપતિએ મહા પ્રધાન સુબુદ્ધિને પણ કહ્યું કે “હે પ્રધાન આજે સુગંધી અને સુંદર સ્વાદવાલું જે ભેજન થયું છે તેવું પૂર્વે મને કયારે પણ મળ્યું નથી.” રાજાનાં આવાં વચન સાંભળી અરિહંતના મતથી જાણું છે એ પુદગલની સ્થિતિ જેણે એ તથા બુદ્ધિને સમુદ્ર એ મંત્રીશ્વર જેટલામાં મૈન ધારણ કરી બેસી રહ્યો તેટલામાં ભૂપતિએ તેને ફરી ફરી તેજ વચન કહ્યું પછી મંત્રીએ ભૂપતિને પ્રતિબંધ પમાડવા માટે તેની આગળ આ પ્રમાણે કહ્યું. “અહા ! જે સારા સ્વાદવાળા અને સુગંધી પુદ્ગલ હોય છે તે પર્યાય પલટી જવાથી વિપરિતપણાને પામે છે. સ્વાભાવિક અથવા પ્રયોગથી સુગંધી પુગલે દુર્ગધપણું પામે છે અને દુર્ગધી પુદગલે સુગંધીપણું પામે છે. એટલું જ નહિ પણ દુષ્ટ સ્વાદ સારા સ્વાદપણા ને, સારો સ્વાદ દુષ્ટપણને, કુરૂપ સુરૂપપણાને, સુરૂપ કુરૂપપણાને, સુશબ્દ કુશબ્દપણાને અને કુશબ્દ સુશબ્દપણાને પામે છે. આ પ્રમાણે આ સંસારચક્રમાં પુદગલનું પરાવર્તન થાય છે માટે હે મહારાજાધિરાજ ! વવેકી પુરૂએ કઈ પણ વસ્તુની બહુ નિંદા અથવા પ્રશંસા કરવી નહિ” સુબુદ્ધિ મંત્રીનાં આવાં વચન સાંભળી જિતશત્રુ ભૂપતિ તેના વચન ઉપર અશ્રદ્ધા રાખતો છતો મન રહ્યો. એકદા તે ભૂપતિ પિતાના પરિવાર સહિત અશ્વ ખેલવા માટે નગરની બહાર ગયે. આ વખતે રસ્તામાં ખાઇના દુર્ગધથી પરાભવ પામેલે તે ભૂપતિ વસ્ત્રવડે પિતાના મુખને ઢાંકી બીજા પુરૂષને કહેવા લાગ્યો “હે ચતુર રાજપુરૂષે ! આ ખાઈના પાણીને કે દુધ છે?” સર્વે પુરૂષોએ કહ્યું “હે સ્વામિન ! નિચે આ પાણીને બહુ દુર્ગધ છે પછી જિતશત્રુ ભૂપતિએ મંત્રીને કહ્યું. “હે મહા પ્રધાન ! આ ખાઈના પાણીને વિષે કેવો દુર્ગધ છે?” આ પ્રમાણે ભૂપતિએ વારંવાર કહે છતે સુબુદ્ધિ મંત્રીએ તેના હિતને માટે જ ધર્મ વચન કહ્યું. “હે સ્વામિન ! આપ મનમાં શુદ્ધ ચિત્તથી વિચાર કરી મેં જે પ્રથમ કહ્યું હતું તેના સરખું આને પણ છે. . નાથ ! પ્રયોગથી અથવા સમાગમથી પુદગલે ક્ષણ માત્રમાં ગંધ, રસ કે સ્વાદવડે પરાવર્તન પામે છે માટે આપ આ ખાઈના પાણીની દુર્ગચ્છા જીવને સંસારચક્રમાં પાડે છે.” પછી મંત્રીનાં આવાં વચનને મનમાં નહિ ધારણ કરતા એવો ભૂપતિ જેટલામાં આગલ પ્રયાણ કરે છે તેટલામાં પ્રધાને વિચાર કર્યો કે “હારે જે તે ઉપાયવડે આ ભૂપતિને પ્રતિબંધ પમાડે કે જેથી તે દુર્ગચ્છા ત્યજી દેવાથી સંસારસમુદ્રમાં ન પડે” આ પ્રમાણે વિચાર કરી પ્રધાને ગુપ્ત રીતે તે ખાઈનું પાણી ઘડો ભરી તુરત પોતાને ઘરે મોકલાવ્યું. ત્યાં તેને કેરા ઘડામાં ભરી અંદર ખાર રાખી શુદ્ધ બનાવ્યું. પછી તેને ગળી ફરી નવા ઘડામાં ભર્યું આવી રીતે એકવીસ દિવસ કરવાથી તે પાણી અતિ નિર્મલ જલ રત્ન સમાન થયું. વળી સુગંધિ દ્રવ્યથી સુવાસિત એવું તે પાણી ઉત્તમ એવા ગંધ, રસ અને સ્વાદવડે મનને આનંદકારી થયું.
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy