SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણ વિવરણ અને મેક્ષરૂપ ચાર વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યા છે. તેમાં પણ અર્થ અને કામની પ્રાપ્તિ જે કે ધર્મ કરવાથી થાય છે તે પણ વિવેક વિના તેનું (અર્થ અને કામનું) સેવનકરનાર દુર્ગતિનું ભાજન થાય છે. તેથી તેના સંબંધુંમાં આવેલાં સર્વ કાર્ય અવશ્ય કરણીયન હોવાથી તે પ્રધાન કાર્ય નથી, માટે તેને ગ્રંથકર્તાએ તેને ગણતામાં રાખી અનંત રત્નત્રય,અનંત વીર્ય અક્ષય સ્થિતિ અને અનંત સુખ આપનાર મેક્ષરૂપ પુરૂષાર્થને પ્રધાન કાર્ય ગણેલું છે અને તે ધર્મરૂપ પુરૂષાર્થ સિદ્ધ થવાથી પ્રાપ્ત થાય છે. તેથી ધર્મ એજ પ્રધાન કાર્ય છે. કહ્યું છે કે – " त्रिवर्गसंसाधनमन्तरण, पशोरिवायुविफलं नरस्य । तत्रापि धर्म प्रवरं वदन्ति, नतं विना यद्भवतोऽर्थकामौ॥१॥" તાત્પયોથ:–“ધર્મ અર્થ અને કામરૂપ ત્રિવર્ગનું સાધન સિવાય મનુષ્યનું આયુષ્ય પશુની પેઠે નિષ્ફળ છે, તેમાં પણ પંડિત પુરૂષે ધર્મને પ્રધાન કહે છે, કારણકે તેના વિના અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી. ૧” માટે વિવેકી પુરૂષે ધર્મરૂપ પ્રધાન કાર્યને બાધ ન આવે તેવી રીતે પ્રવૃત્તિ કરવી એ ઉચિત છે. અમારા વિવર્ગન”—પ્રમાદને ત્યાગ કરે તેત્યાગ કરવાનું કારણ એ છે કે પ્રાણી માત્રને કટ્ટે શત્રુ પ્રમાદજ છે, અને જે શત્રુ હોય તેને ત્યાગ કરે એ સૂછીને એક સ્વાભાવિક નિયમ છે. તે પ્રમાદ શત્રુને ત્યાગ કરવાને બદલે તેની સેવા કરવી એ નિયમથી કેટલું વિરૂદ્ધ છે? કદિ કેઈ રાજા હુકમ કરે કે હારી તમામ રેતે હમેશાં એક કલાક મ્હારી સેવા ઉઠાવવી; રાજાના આ હુકમને લેક જુલમી હુકમ ગણશે અને તેને (હુકમને) રાજા પાસે પાછું ખેંચાવવા વિદ્વાન, ધનવાન, અને સમસ્ત પ્રજાવર્ગ બનતે પ્રયાસ કરવા ચુકશે નહીં. તે જ્યારે પ્રમાદરૂપી રાજા તેઓને ભ્રમમાં નાંખી પ્રતિદિન ઘણુ કલાકે સેવા કરાવે છે, ત્યારે તેની સેવામાંથી મુક્ત થવા માટે બનતે પ્રયાસ કેમ ન કરવું જોઈએ? જે પ્રમાદ રાજાની આજ્ઞા ત્રણ લેકના પ્રાણુઓ મસ્તકે ચડાવે છે તે પ્રમાદના મુખ્ય પાંચ ભેદ છે, અને ઐણતાએ દરેક પ્રાણીઓના વિચિત્ર સ્વભાવને લીધે અનેક ભેદે થાય છે. પરંતુ તે સર્વે ત્યાગ કરવા એગ્ય છે. આ પ્રમાદ કયે વખતે અને કેવા રૂપમાં આવશે તે મુકરર નથી. માટે સાધુ અગર શ્રાવકે એ પ્રમાદ શત્રુથી સાવધાન રહી, હમેશાં આત્મામાં જાગૃતિ રાખી
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy