SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શ્રાદ્ધગુણ વિવરણ. અન્યાયથી પ્રાપ્ત થયેલા દ્રવ્ય કરી સત્પાત્રને પિષણ કરવારૂપ ત્રીજો ભાંગે જાણ. સારા ક્ષેત્રમાં વાવેલા સામાન્ય બીજના ફળરૂપ અંકુરની પેઠે તે દ્રવ્યનું ભવિષ્યકાળમાં સુખની ઉત્પત્તિમાં સહચારીપણું હોવાને લીધે ઘણા આરંભથી દ્રવ્ય ઉપર્જન કરનાર રાજાઓ તથા વેપારીઓના સંબંધમાં આ ત્રીજો ભાગે જણાવ્યો છે. અર્થાત્ રાજાઓ અને વેપારીઓ મહારંભથી દ્રવ્યને મેળવે છે અને ઉત્તરકાળમાં તે દ્રવ્ય તેમને સુખ આપનારું થાય છે, તેમ અન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યને સત્પાત્રમાં વિનિયોગ થવાથી પરિણામે સુખ આપનારૂં થાય છે. કહ્યું છે કે– " खलोऽपि गवि पुग्धं स्यादुग्धमप्युरगे विषम् । पात्रापात्र विशेषेण तत्पात्रे दानमुत्तमम् ॥ १॥" શબ્દાર્થ—“ ખેળ પણ ગાયને વિષે (ગાયને ખવડાવવાથી) દુધ ઉત્પન્ન કરે છે અને દુધ પણ સપને વિષે (સર્પને પાવાથી) ઝેરને ઉત્પન્ન કરે છે. પાત્રાપાત્રના વિશેષે કરી આવું ફળ થાય છે તેથી પાત્રને દાન આપવું ઉત્તમ છે ” તેવી જ રીતે તેજ સ્વાતિ નક્ષત્ર અને તેજ જળમાં પાત્ર વિશેષથી મેટે અંતર છે. સપના મુખમાં પડેલું ઝેર થાય છે અને છીપમાં પડેલું માર્તિક થાય છે. મહા આરંભરૂપ અનુચિત વૃત્તિથી મેળવેલું દ્રવ્ય સારા ક્ષેત્રમાં વાવર્યા વિના મમ્મણ શેડ વિગેરેની પેઠે દુર્ગતિના ફળનેજ આપનારૂં થાય છે. કહ્યું છે કે" ववसायफनं विहवो, विवहस्स फलं सुपत्तविणिोगो । तयत्नावे ववसाओ, विहवोवि य दुग्गशनिमित्तं ॥१॥" શબ્દાર્થ—“ વ્યાપાર કરવાનું ફળ વિભવ અને વૈભવનું ફળ સત્પાત્રમાં વિનિયોગ કરે તે છે, પરંતુ તેના અભાવે વ્યાપાર અને વૈભવ પણ દુર્ગતિના હેતુ થાય છે કે ૧છે ” અન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્ય કરી કુપાત્રના પિષણ વિગેરે કરવારૂપ છે ભાગે જાણ છે આ ચતુર્થ ભંગ આ લેકમાં પુરૂષોને નિંદનીક હોવાથી અને પરલોકમાં દુર્ગતિનો હેતુ હોવાથી વિવેકી પુરૂએ ત્યાગ કરે યોગ્ય છે. કહ્યું છે કે "अन्यायोपात्तवित्तस्य दानमत्यंतदोषकृत् । धेनुं निहत्य तन्मांसाहाणामिव तर्पणम् ॥ १॥"
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy