________________
ર૧ર
શ્રાદ્ધગુણ વિવરણ. શબ્દાર્થ: આ દુનીયામાં પોતાનું પોષણ કરવા રૂપ વ્યાપારમાં ઉદ્યમ કરના ક્ષુદ્ર પુરૂષ હજારે છે. પરંતુ જેને બીજાના પ્રજનમાં જ પોતાનું પ્રયોજન જણાય છે તે સજજન શિરોમણિ પુરૂષ આ દુનીયામાં એક જ હોય છે. મુશ્કેલીથી ભરી શકાય તેવા ઉદરની પૂરતી માટે જ્યારે વડવાનળ સમુદ્રનું પાન કરે છે, ત્યારે મેઘ તો ગ્રીષ્મઋતુથી વ્યાપ્ત થએલે જગતને સંતાપ નાશ કરવા માટે તત્પર થાય છે. આ બે ઉદાહરણે શુદ્ધ અને મહાન પુરૂષના ઓળખાણ માટે બસ છે. कए वि अन्नस्सुवयारजाए कुणंति जे पच्चुवयारजुग्गं । न तेण तुल्लो विमलो वि चंदो न चेव भाणू न य देवराया ॥६॥
શબ્દાર્થ જેઓએ બીજાને અનેક ઉપકાર કર્યા છે તે પણ જે પુરૂષ ઉપકાર કરનારને યોગ્ય પ્રત્યુપકાર કરે છે અર્થાત્ બદલે આપે છે. તેની બરોબરી નિર્મળ ચંદ્ર, સૂર્ય અને ઇદ્ધ પણ કરી શકતા નથી. અર્થાત ઉપકાર કરનારા પુરૂ કરતાં પ્રયુપકાર કરનારા પુરૂષો આ દુનીઆમાં ઉત્તમોત્તમ ગણાય છે. અને તે ઘણાં શેડ હેય છે. ૬
ઉપકાર દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે હોય છે તે આ પ્રમાણે છે–અન્ન અને પાણી વિગેરેનું દાન કરવારૂપ હોય તેને દ્રવ્ય ઉપકાર જાણવો અને તે અનિશ્ચિત તેમજ અસ્થિર હોવાથી તેને દ્રવ્ય ઉપકાર કહેવામાં આવે છે. કોઈ પણ કારણ શિવાય પોતાના આત્માને અને પરને સમ્યજ્ઞાન તથા ચારિત્રમાં સ્થાપન કરે તેને તીર્થકર ભાવ ઉપકાર કહે છે. જે કોઈ પુરુષસિંહ આ જગતમાં પરોપકાર કરે છે, તેઓના યશ: રૂ૫ પટહને વનિ સઘળી દિશાઓમાં ફેલાય છે. એટલા માટે સામર્થ્ય હેય તે મનુષ્ય પરોપકાર કરવામાં ઉદ્યમ કરવો જોઈએ. કારણકે પરોપકાર કરવાથી ધર્મ અને ચંદ્ર જેવી નિર્મળ કીર્તિ દુનિયામાં પ્રસરે છે. જેમ વિકમરાજાની કીર્તિ ફેલાઈ હતી. આ ઠેકાણે વિકમરાજાનું ઉદાહરણ આ પ્રમાણે છે – . એક વખત વિકમરાજા રાજપાટિકાથી પાછા ફરતાં રાજમાર્ગમાં દાણા વિણવામાં તત્પર થએલા એક દરિદ્રને જોઈ બેલ્યા કે—જેઓ પિતાની ઉદરપૃત્તિ કરવામાં પણ સમર્થ હોઈ શકતા નથી તેઓનું આ જગતમાં ઉત્પન્ન થવું શા કામનું છે?” આ પ્રમાણે રાજા તરફથી કહેવામાં આવતાં તે દરિદ્રી બેલી ઉઠ્યો કે— જેઓ સારી રીતે સમર્થ છે છતાં પપકાર કરી શકતા નથી તેઓનું જન્મવું પણ આ દુનિયામાં નિરૂપયેગી છે.” આ પ્રમાણે દરિદ્રી તરફથી કહેવામાં આવતાં મહારાજા વિક્રમરાજાએ તે ભિક્ષુને સે હસ્તી અને બે કોડ સેનામહર બક્ષીસ કરી. વળી પ૫કારને વિચાર કરતાં કેઈએ કહ્યું છે કે –