SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શ્રાદ્ધગુણ વિવરણ સિદ્ધ છે. રામચંદ્રજી પોતાના કટ્ટા દુશ્મન રાવણના પક્ષકારે વિભીષણ, સુગ્રીવ હનુમંત વિગેરેથી સેવાયા હતા, તેનું કારણ રામચંદ્રજીને સુકુમાળ સ્વભાવ અને સરલ પ્રકૃતિ વિગેરે હતું. તે માટે કહ્યું છે કે चन्द्रः सुधामयत्वादुडुपतिरपि सेव्यते ग्रहग्रामैः । ग्रहगणपतिरपि भानुम्यित्येको दुरालोकः ॥२॥ શબ્દા —ચન્દ્રા નક્ષત્રોને સ્વામી છે તે પણ અમૃતમય હેવાથી અર્થાત સૈમ્ય પ્રકૃતિને લઈ ગ્રહના સમૂહથી સેવાય છે. અર્થાત ગ્રહને સમુદાય ચંદ્રને આશ્રય કરે છે. અને દુખેથી જોઈ શકાય એ સૂર્યગ્રહના સમુદાયને સ્વામી છે. તે પણ પોતાની તીવ્ર પ્રકૃતિને લીધે ગ્રહગણથી રહિત એકલે પરિભ્રમણ કરે છે. ૨ અથવા જેનું હદય દૂર ન હોય તેવા પુરૂષને સેમ્ય કહે છે. અને તેવા પુરૂષને કેઈએ હે અપરાધ કર્યા છતાં પણ તેને ખરાબ કરતો નથી. જેમ વરધવલ નામના રાજાએ કર્યું હતું. તેનું દષ્ટાંત જાણવા જેવું હોવાથીનીચે બતાવવામાં આવે છે. કેઈક વખતે દિવસમાં વિરધવલરાજા ચંદ્રશાળામાં સુતે હતે. તે અવસરે વસ્ત્રથી ઢાંકેલા મુખવાળા અને જાગતા રાજાને ઉંઘે છે એમ માની તેની પગચંપી કરનાર કેઈક ખવાસે તે રાજાના અંગુઠામાં રહેલી રત્નની અંગુઠી લઈને મેઢામાં મુકી, પણ રાણાએ જાણતાં છતાં કંઈ પણ કહ્યું નહીં અને બીજે દિવસે ભંડારમાંથી તેવા પ્રકારની જ બીજી અંગુઠી કઢાવી અને પહેરીને પાછે ત્યાં જ સુઈ ગયે, પગચંપી કરનાર ખવાસે પ્રથમની પેઠે તેને ગ્રહણ કરવા માટે પ્રારંભ કર્યો, પરંતુ રાજાએ કહ્યું કે આ અંગુઠી લઈ લેતા નહીં. જે ગઈ કાલે લીધી છે તે તનેજ આપવામાં આવે છે. આ વચન સાંભળી ભયભ્રાંત થયેલ ખવાસ રાજાના પગમાં પડે. તેટલામાં કોઈ એક કાર્ય માટે આવેલા વસ્તુપાલ મંત્રિએ તે ખવાસને હંકાયે તે વખતે રાજાએ કહ્યું કે-હે મંત્રિ ! આ દોષ આ ખવાસને નથી, પરંતુ અમારી કૃપણુતાને આ દેષ છે. એમ બેલી ભય પામેલા ખવાસને કહ્યું કે, હે વત્સ ! ડરીશ નહીં. હું જાણું છું કે ડી આજીવિકાથી ઈચ્છા પૂર્ણ થતી નથી. માટે આજથી લઈને અડધે લાખ હારી આજીવિકા માટે અને આ ઘેડો તને આરેહણ કરવા માટે અર્પણ કરું છું. આ પ્રમાણે તે ખવાસને આશ્વાસન આપવાથી રાજાનું લોકમાં “સેવકસદાફળ” એવા પ્રકારનું બિરૂદ પ્રસિદ્ધિમાં આવ્યું. પૂર્વોક્ત પ્રકૃતિવાળા કરતાં વિપરીત સ્વભાવવાળા એટલે કઠેર પ્રકૃતિવાળો મનુષ્ય તે હિતશિક્ષા આપનાર ઉપર પણ નાખુશી બતાવનાર આકૃતિને પ્રગટ કરે છે. આ બાબતમાં લમણસેન રાજાનું ઉદાહરણ નીચે પ્રમાણે છે–
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy