SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણ વિવરણ, વારાણસીનામા નગરીને વિષે સાઠ લાખ અને અધિપતિ જયંતચંદ્ર નામે રાજા રાજ્ય કરતા હતા અને તે રાજાને મહાશમાં, અન્નદાતાઓમાં અને સત્યવાદીઓમાં અગ્રેશ્વર વિધાધર નામે મંત્રી હતું. એક વખતે જયંતચંદ્ર રાજાની સભામાં એવી વાર્તા નીકળી કે લક્ષણાવતી નગરીને કીલે મુશીબતથી લઈ શકાય તેવે છે. અને તે નગરીને રાજા પણ બળવાનું છે. એમ એ વાતને ધારણ કરી કાશીના અધીપતિ જયંતચકે પ્રતિજ્ઞા કરી કે-“અમારે અહિંથી ચઢાઈ કરી તેજ કિલ્લે કબજે લે. જો હું તે કલ્લાને કબજે ન લઈ શકું તે જેટલા દિવસ સુધી હું કીલ્લાની નજીકમાં રહું તેટલા લક્ષ સુવણ દંડમાં ગ્રહણ કરીશ અન્યથા હું પાછા ફરીશ નહીં.” એવી પ્રતિજ્ઞા કરી જયંતચંદ્ર રાજા નીકળે અને એકદમ લક્ષણાવતી નગરીની સમીપમાં આવ્યા. આ વાતની ખબર પડતાં લક્ષણસેન રાજા એ નગરીના દરવાજા બંધ કરાવી નગરીની અંદર રહ્યા. નગરીની અંદર પ્રથમથી ધાન્યાદિકનો સંગ્રહ કરેલો નહીં હોવાથી સવ વસ્તુઓને સંકેચ થઈ પડયે. પછી નગરીની અંદર અને નગરીની બહાર રહેલા લશ્કરની વચ્ચે યુદ્ધ પ્રવર્યું. અનુક્રમે યુદ્ધ કરતાં અઢાર દિવસ નીકળી ગયા. તે અવસરે લક્ષણસેન રાજાએ કુમારદેવ વિગેરે મંત્રિઓની આગળ કહ્યું કે, “જે આપણે આ શત્રુને દેશની અંદર પ્રવેશ કરતાં અટકાવે નહીં તે ઘણું ખોટું કર્યું. હમણાં કિલ્લો ઘેરાએલો હેવાથી નગરીના લેકે દુઃખી થાય છે. તેથી પ્રાતઃકાળે નગરીથી બહાર નીકળી યુદ્ધ કરવું અને તેને હું દંડ તે આપીશજ નહીં.” એવી રીતે પ્રતિજ્ઞા કરી યુદ્ધની સામગ્રીને કરાવે છે, તે જ રાત્રિને વિષે કુમારદેવ નામના મંત્રિએ વિચાર કર્યો કે જયંતચંદ્ર રાજા મહાન સૈન્યથી યુકત છે અને પ્રતિજ્ઞા પાળવામાં શૂરવીર છે અને હમારે રાજા પણ પ્રતિજ્ઞા પાળવામાં શુરવીર છે તે પણ તેવા પ્રકારની સેનાથી યુકત નથી. શકિતનું ઉલ્લંઘન કરી આરંભ કરે છે, તે સંપત્તિના વિનાશનું કારણ છે ” તેથી હમણાં જે તે ઉપાયથી શત્રુને પાછો ફેરવે. એમ વિચાર કરી રાત્રીને વિષે ગુપ્ત વૃત્તિથી કુમારદેવ મંત્રી વિદ્યાધર મંત્રીની પાસે ગયે અને તેને નમસ્કાર કરી તેના મેળામાં પત્રિકા મુકી તેની આગળ ઉભે રહ્યા. પછી વિદ્યાધર મંત્રીએ પુછયું કે તમે કોણ છે? અને શા માટે આવ્યા છે?” તેણે કહ્યું કે “હું લક્ષણસેન રાજાને મંત્રી કુમારદેવ છું અને તમને મળવાને આવ્યો છું. મારે તમને કાંઈક કહેવાનું છે. પરંતુ તે વચનથી કહેવાને અસમર્થ છું. તેથી આ પત્રિકા કહેશે.” પછી વિદ્યા ધર મંત્રીએ પત્રિકાને હાથમાં લઈ વાંચી લીધી તેમાં આ લેક જોવામાં આવ્યું. नपकारसमर्थस्य, तिष्ठन् कार्यातुरः पुरः। मूर्त्या यामातिमाचष्टे,न तां कृपणया गिरा ॥२॥
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy